SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિરાજશ્રી ચરણવિજયજી પ્રભાવક સૂરિવર શ્રી આત્મારામજી મહારાજની યશગાથા સહસકંઠે ગાઈએ તે પણ અધુરીને અધુરી જ રહેવાની છે. આટલું પ્રાસંગિક નિવેદન કરી હવે મૂળ વસ્તુ ઉપર આવું છું. પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજનું મંગલકારી ઉત્તમ જીવન કે એક સીમાને સ્પર્શ કરવાવાળું નહોતું. તેઓશ્રીનું જીવન સર્વતોમુખી હોવાથી તેઓ એકલા પંજાબ, મારવાડ કે ગુજરાતના એક દેશ યા પ્રાન્તની વિભૂતિ નહોતા બન્યા, પરંતુ સમસ્ત જૈન સમાજના અને સભ્ય વિદ્વાન્ માનવસમૂહના તેઓશ્રી આદરણીય મહાપુરુષ હતા. સાકાર ધર્મ, સશરીર જ્ઞાન અને મૂર્તિમાન ચારિત્રતા યદિ કયાંયે જોવી હોય તો તે પૂજ્ય શ્રી - આત્મારામજી મહારાજમાં જ જોવા મળે છે. તરૂપ જ તે મહાપુરુષ હતા, જેમના દર્શન માત્રથી મનના વિકારે દૂર થતાં હતાં, ષ, મને માલિન્ય વિગેરે નિકટ આવતાં નહોતાં, હૃદયમાં સ્કૂત્તિ અને જાગ્રતિના તેજને વિકાસ થતો હતો, તે દિવ્ય તિર્ધર મહાત્યાગીની અનેક વિશિષ્ટ ખૂબીઓમાંથી અમુક ખૂબીઓનું દિગ્દર્શન યથામતિ કરાવવા ઉજમાલ થયો છું. : શ્રાવક અને સાધુ સંસ્થાના ઉત્પાદક સહુથી પ્રથમ જ્યારે શ્રી આત્મારામજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા તેમજ તે સંપ્રદાયનાં માનેલાં બત્રીસ સૂત્રો અક્ષરશ: કંઠસ્થ કરી લીધાં ત્યારે તેઓશ્રીના આત્મામાં સ્વાભાવિક કુરણ ઉદ્દભવી કે કેવલજ્ઞાની સંપૂર્ણ જ્ઞાની સર્વજ્ઞનું જ્ઞાન આટલું પરિમિત કેમ ? આટલા સંકુચિત ક્ષેત્રમાં વિસ્તૃત જ્ઞાનનો સમાવેશ કેવી રીતે થઈ શકે ? અગાધઅપાર પારાવારનું માપ તળાવથી થઈ શકતું નથી તેમ સર્વજ્ઞના જ્ઞાનનું માપ બત્રીસ સૂત્રોથી થઈ શકતું નથી. તેમ જ બત્રીસ સૂત્રોના ટખ્યામાં ઘણું સ્થાન પર સૂત્રોના અર્થો મનઃકલ્પિત કરેલા છે વિગેરે શંકાઓ થવા લાગી. ગુરુઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ સમાધાન કરી શક્યા નહી તેથી મનમાં નિશ્ચય થયો કે સત્ય માર્ગ અને સર્વશનું અપરિમિત જ્ઞાન બીજું છે. અહીંથી મહારાજ સાહેબે સત્યની શોધ તરફ પ્રયાણ કર્યું. જેમ જેમ આગમ સાહિત્યનું વાંચન વધતું ગયું તેમ તેમ તેઓશ્રીના અંતઃકરણમાં આરકાએ ઉગ્ર સ્વરૂપ લીધું. પૂર્વના પુણ્યપ્રતાપે સમાજના ભાગ્યેાદયે શ્રી આત્મારામજી મહારાજનો ધુરંધર વ્યાકરણ અને સાહિત્યના જાણકાર એક પંડિતની સાથે મેળાપ થયે. ભયંકર અટવીમાં ભૂલા પડેલા માનવીને કઈ રસ્તાનો જાણકાર મલી આવે અને તેને જેટલો આનંદ થાય તેનાથી અધિક શ્રી આત્મારામજી મહારાજને આનંદ થયે અને આપસમાં મીઠા વાર્તાલાપ થયો. પંડિતજીએ મહારાજની અલોકિક પ્રતિભા જોઈ સંસ્કૃત વ્યાકરણ અને સાહિત્ય ભણવા માટે નિવેદન કર્યું. મહારાજશ્રી તે એ વસ્તુના ભારે ગ્રાહક હતા તેથી એ જ પંડિત પાસે અભ્યાસ ચાલુ કર્યો. અગાધ બુદ્ધિવૈભવ હોવાથી અલ્પ સમયમાં વ્યાકરણ, સાહિત્ય અને અલંકાર શાસ્ત્રોને સંપૂર્ણ અભ્યાસ કર્યો. હવે શ્રી આત્મારામજી મહારાજ વિશિષ્ટ બાધવાળા બન્યા અને સુત્રસિદ્ધાન્તની મૂલ ચાવી હાથમાં આવી જવાથી પ્રથમની શંકાઓને નાબૂદ કરવા ફરીને આગમ ગ્રંથનું વાંચન ટકા, નિર્યુક્તિ, ભાષ્ય અને ચણીની સાથે કર્યું. તેઓશ્રીનાં જ્ઞાનપડલ ઉઘડ્યાં, મન:કલિત શાસ્ત્રોના અર્થોને ફગાવી દીધા અને વાસ્તવિક સૂત્રેના અર્થો પૂર્વ શતાબ્દિ ગ્રંથ ] : ૧૩૩ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy