SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મારામજી મહારાજ અને તેઓશ્રીના આદર્શ ગુણો સુપ્રસિદ્ધ પંજાબદેશદ્ધારક સકલશાસ્ત્રનિષ્ણાત ન્યાયનિધિ જૈનાચાર્ય શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરજી પ્રસિદ્ધનામ શ્રી આત્મારામજી મહારાજને પુણ્ય જન્મ સં. ૧૮૯૨ ના ચૈત્ર સુદિ પ્રતિપદાના મંગલ પ્રભાતે જીરા નજદીક લહેરા ગામમાં કપૂર બ્રહ્મક્ષત્રિયને ત્યાં થયો હતો. સં. ૧૯૯૨ ના ચિત્ર સુદિ પ્રતિપદા, મંગળવારને મંગલ દિવસે તેઓશ્રીની પુણ્ય જન્મતિથિને સો વર્ષ પૂર્ણ થતાં હોવાથી તેઓશ્રીના પટ્ટધર પૂજ્યપાદ સૂરિપ્રવર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે સો વર્ષની જન્મ શતાબ્દિ ઉજવવાનો નિશ્ચય કરી પોતાની પવિત્ર ફરજ અદા કરવા જગત સન્મુખ ગ-જન્મ-શતાબ્દિની જાહેર ઘોષણા કરી છે, શતાબ્દિનું સ્મરણ ચિરસ્મરણીય રહે તે નિમિત્તે એક સુંદર ફંડની યોજના કરવામાં આવી છે, તેમજ જન્મ-શતાબ્દિ સ્મારક અંકની પણ મનહર વ્યવસ્થા કરવામાં આવી છે. યદ્યપિ વિશ્વવંદનીય જગપૂજ્ય ન્યાયનિધિ જેનાચાર્ય શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરજી પ્રસિદ્ધનામ શ્રી આત્મારામજી મહારાજ અત્યારે આપણા સમક્ષ સશરીરે વિદ્યમાન નથી તો પણ તેઓશ્રીને અમર કીર્તિદેહ અને અક્ષય અક્ષરદેહ આપણું ચર્મચક્ષુઓ સામે નિત્ય નવનવા સ્વરૂપે દષ્ટિગોચર થઈ રહ્યો છે. તેઓશ્રીનો મેઘ સમાન ગંભીર સ્વર અત્યારે સંભળાતું નથી તે પણ તેઓશ્રીની વીર ગર્જનાને, સત્ય તત્ત્વરૂપ સિંહ-ગર્જનાને ભેદી ગુંજારવ અત્યારે પણ આપણે કાનમાં ગુંજી રહ્યો છે. તેમજ અમેરીકાની ચિકાગો ધર્મપરિષદમાં પણ એ વીર ગર્જનાના અપ્રતિહત પ્રતિધ્વનિએ ધ્વનિત થઈ સહસાવધિ આત્માઓને ચકિત કરી દીધા છે. શ્રી આત્મારામજી મહારાજના અનેક ઉપકારોથી દબાએલી જેન પ્રજા જ્યાં સુધી પોતાના ઉજજવલ ભૂતકાળને અંત:કરણથી ચાહશે ત્યાં સુધી એ પુનિત ગુરુદેવને ભૂલી શકશે નહીં. મારી વાણીમાં કે લેખિનીમાં એવી શક્તિ નથી કે તેઓશ્રીની ગુણાવલીનું ગાન નિ:શેષ કરી શકું, તો પણ “સુમે યથાર િવતની ” આ મહાત્માઓની ઉક્તિને ધ્યાનમાં લઈ યથાશક્તિ, યથામતિ આ પુણ્યપ્રસંગે ગુરુદેવના ગુણાનુવાદ કરવા ધૃષ્ટતા કરું છું. વાચકે મારી દુષ્ટતા તરફ દષ્ટિપાત ન કરતાં ગુરુદેવના ઉજજવળ ગુણ તરફ દષ્ટિપાત કરી નિર્મલ ગુણને જ ગ્રહણ કરશે, એવી અંત:કરણથી શુદ્ધ આશા રાખું તો તે અસ્થાને નહીં જ ગણાય. અનેક સંત-મહન્તોથી પવિત્ર થએલી, અનેક ધર્મવીર અને કર્મવીર યોદ્ધાઓથી પ્રસિદ્ધ થએલી પંજાબની વીરભૂમિમાં શ્રી આત્મારામજી મહારાજનું કીર્તિનિકેતન છે. હજારો આત્માઓ, સહસ્ત્ર નર-નારીઓ તેઓશ્રીની સુધાવાણીનું સુધાપાન કરી નવું જ જીવન પામેલ છે. પંજાબના એ ધર્મવીર ધર્મમૂર્તિ આત્માનું શિર્ય–પંજાબની જૈન પ્રજાની, સમસ્ત જેન પ્રજાની નસેનસમાં આજ પણ અપૂર્વ રમી રહ્યું છે. તેઓશ્રીની તેજેમૂર્તિ નિરાવરણપણે યથાર્થ મનુષ્યતાનું-સાચા સંતનું જવલંત ચિત્ર દેખાડતી હતી. પ્રબળ વકતવશક્તિ સામે બહસ્પતિ પણ ઝાંખો પડી જતો હતો. જેમની મુખમુદ્રા સમુદ્રની અગાધ ગંભીરતાનું સૂચન કરતી હતી. જેમના શાંત, ઉજજવલ અને વીરત્વભર્યા નયનેમાંથી વિશ્વપ્રેમ, અખંડ મૈત્રી અને જગદુદ્ધારનાં પ્રખર તેજોમય કિરણે નીલતાં હતાં. તે યુગ •; ૧૩૨૦ [[ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy