SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ દાખ૬ આત્મારામજી [ આચાર્ય મહારાજશ્રી તરફથી પ્રાયઃ સર્વ પત્રવ્યવહાર મુનિ મહારાજ શ્રી વલ્લભ વિજયજી ( વર્તમાન આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી ) કરતા હતા કે જેઓ તેમના મંત્રી હોય નહિ તે પ્રમાણે હતું અને જેમણે તેમના સ્વર્ગવાસ પછી ગુરુદેવે પંજાબમાં પ્રકટાવેલી જ્યોતિ કાયમ રાખી છે તેમને હાલ બહુ લાગી આવે છે કે જે જે પત્રો લખાયા તેની નકલ રાખી નથી, નહિ તો તે પરથી સ્વર્ગસ્થના જીવન-કથન પર ઘણો પ્રકાશ પડત. આ દશ પત્ર તેના સમયના અનુક્રમ પ્રમાણે ગોઠવેલા છે. તેમાં નં. ૧ ને ૪ સિવાયના સર્વે પત્રે અમદાવાદવાસી ને મુંબઈમાં રહેતા શેઠ મગનલાલ દલપતરામ પર લખાયા છે, કે જે શેઠને સ્વર્ગસ્થ તરફથી અંગ્રેજી પત્રો લખવાના હોય તે લખવાનું પ્રાયઃ સાંપાતું હતું. તે શેઠે પોતાના પ્રત્યે જે જે પત્રો ગુરુદેવ તરફથી આવ્યા હતા તે જીવની પેઠે સાચવી રાખ્યા હતા. તે સર્વ અસલ તેના પુત્ર શેઠ કેશવલાલે પૂરા પાડેલ છે. તેમાંથી ઉપયોગી પત્રે આમાં દાખલ કર્યા છે. આ જ શેઠ પર જર્મન ગ્લૅલર મી. હાલે પત્રો લખ્યા હતા કે જે અંગ્રેજી વિભાગમાં પ્રકટ થએલ છે. આ પત્રમાં નં. ૧ ને પત્ર શેઠ દલપતભાઈ પરનો છે તે પ્ર. શ્રી કાંતિવિજયજીની નોંધમાંથી મેળવ્યો છે. તેમાં પોતાની કેટલી બધી નમ્રતા, નિરભિમાનતા અને સજ્જનતા બતાવે છે! ધન્ય છે સ્વર્ગસ્થને ! નં. ૪ નો પત્ર વ્યાખ્યાન સમયે મુહપત્તી મુખે બાંધવા સંબંધી તત્કાલીન સ્થિતિ લક્ષમાં રાખી પિતાને યોગ્ય લાગે તે મત પ્રમાણિકપણે આપવા સાથે પોતાની પ્રાપ્તસ્થિતિ સમજાવી છે. બાકીનાં શેઠ મગનલાલ પરના પત્રો પરથી પણ ઘણું જાણવાનું મળી આવે છે. ઉક્ત હર્ન લ સાહેબ જે પ્રશ્નોનું સમાધાન તથા સાધન માગતા તે તુરત પૂરાં પાડવાની ઘણી સંભાળ લેતા હતા, જેનેતર ગ્રંથે-ઋવેદસંહિતા, બુદ્ધચરિત્ર, મહમદ સાહેબનું ચરિત્ર વગેરે મંગાવી તેનું વાંચન-અધ્યયન કરતા, વીરચંદ ગાંધી પ્રત્યે ઘણી મમતા રાખતા, છાપાં વાંચીવંચાવી સમયના બનાવોથી વાકેફ રહેતા, જૈન ધર્મ સંબંધી ઉપયોગી હકીકત છાપામાં પ્રકાશ પામી લેકની જાણમાં આવે તે માટે સૂચન કરતા, નવીન પુસ્તક લખતા તે જણાવતા અને તે પૈકી એક તવનિર્ણયપ્રાસાદ )માં ગૃહસ્થના સાળ સંસ્કાર દાખલ કરવા બાબત મત પણ પૂછાવતા. એક રીતે લેકમતની કદર એ રીતે તેમને હતી. આ વખતે જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થા જીવતી જાગતી હતી અને સામાન્ય જૈન સમાજના સામુદાયિક પ્રશ્નો હાથ ધરતી. તેના સભ્ય તરીકે ઉક્ત મગનલાલ શેઠ ઉપરાંત શેઠ નવલચંદ ઉદયચંદ, શેઠ વીરચંદ દીપચંદ શેઠ તલકચંદ માણેકચંદ (બડા શેઠ ), શતાબ્દિ ગ્રંથ ]. : ૧૨૧ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy