SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. નાનચંદ તારાચંદ બારમા સ્થંભમાં સાયણાચાર્ય, શંકરાચાર્ય આદિઓએ બનાવેલ ગાયત્રી મંત્રના અર્થનું સમીક્ષાપૂર્વક વર્ણન છે અને વેદ નિદક નાસ્તિક નથી, પરંતુ વેદના સ્થાપક નાસ્તિક છે તેવું મહાભારત આદિ ગ્રંથદ્વારા સિદ્ધ કર્યું છે તેરથી એકત્રીસ થંભમાં ગૃહસ્થના સોળ સંસ્કારનું વર્ણન શ્રી વર્ધમાનસૂરિકૃત આચાર્યદિનકરદ્વારા કરેલ છે. બત્રીશમા સ્થંભમાં જેનામતની પ્રાચીનતા, વેદના પાઠમાં ગરબડ થઈ છે, તેનું નિષ્પક્ષપાત વિવરણ છે. જેન વ્યાકરણદિની સિદ્ધિનું તથા મહર્ષિ પાણિનીની ઉત્પત્તિનું વર્ણન ઘણું જ રસમય કરી બતાવેલ છે તે જોતાં આચાર્યશ્રીનું જેનેતર શાસ્ત્રનું જ્ઞાન કેટલું અગાધ હશે તેની ઝાંખી વાચકને થયા વિના નહીં રહે. - તેત્રીશમા સ્થંભમાં જૈનમતની બૌદ્ધમતથી ભિન્નતા બતાવી છે તેમ જ પાશ્ચાત્ય અને દિગંબર વિદ્વાનોને હિતશિક્ષા આપી છે ચોત્રીશમા સ્થંભમાં જૈનમતની કેટલીક વાતો ઉપર કેટલાક માણસે અનેક પ્રકારના તર્કવિતર્ક કરે છે. તેમને દાખલા દલીલ સાથે બહુ જ સુંદર રીતે સમજાવેલ છે. પાંત્રીશમા અને છત્રીશમાં સ્થભમાં શંકર દિગવિજયને અનુસાર શંકરસ્વામીનું જીવનચરિત્ર લખેલ છે. વેદવ્યાસ અને શંકરસ્વામીએ જૈન મતની સપ્તભંગીનું ખંડન કરેલ છે તેમાં શંકરસ્વામી અને વેદવ્યાસ જૈન મતથી કેટલા અજ્ઞાન હતા તે સમજાવી જૈન મતવાળા સપ્તભંગીને જેમ માને છે તેમ તેના સ્વરૂપ અને સમયનું સંક્ષિપ્ત વર્ણન કરેલ છે. આવા અનેક જુદા જુદા વિષયોના વર્ણનોથી આ મહાન ગ્રંથ ભરેલ છે. નિષ્પક્ષપાતી સજજનોએ આ ગ્રંથ સંપૂર્ણ વાંચી સત્યાસત્ય જાણવા ગ્ય છે. શ્રી આત્મારામજી મહારાજે ઉપર્યુક્ત અનેક ગ્રંથો રચેલા છે. તે જોતાં તેઓ એક સમર્થ ક્રાંતિકાર, સુવ્યવસ્થારૂઢ સંક્રાંતિના બીજવાળા, ઊંડા જ્ઞાની હતા. એમના ગ્રંથના કરવામાં આવેલ આ દિગ્દર્શનથી વાચક જાણી શકશે કે તેઓએ તેમાં સંખ્યાબંધ આગમે અને શાસ્ત્રોના આધાર આપેલા છે. તેથી તેઓશ્રીના બહુશ્રતપણાની-ઊંડા અભ્યાસની આપણને ખાત્રી થાય છે. તે ઉપરાંત તેઓએ “સ્નાત્રપૂજા” “અષ્ટપ્રકારી પૂજા” “વીશસ્થાનક પદપૂજા ” “ સત્તરભેદી પૂજા ” “ નવપદ પૂજા” વગેરે પૂજા તથા સંખ્યાબંધ સ્તવનો, ચિત્યવંદન. પદે, સઝાયે રચેલ છે, જે જોતાં તેમની અગાધ કવિત્વ શક્તિનું આપણને ભાન થાય છે. નવીન રાગ-રાગણીથી હિંદી ભાષામાં પૂજાઓ રચવાનું પ્રથમ માન શ્રી આત્મારામજી મહારાજને ફાળે જાય છે. ભારતવર્ષની રાષ્ટ્રભાષા હિંદી હોવાથી તેમના તમામ ગ્રંથો પણ રાષ્ટ્રભાષામાં લખાયેલ હોઈને રાષ્ટ્રભાષાના સાહિત્યમાં સુંદર પૂર્તિ કરે છે. આજે તેઓશ્રીને એટલે શિષ્યસમુદાય ભારતમાં વિચારે છે કે તેમની બરોબર કરી શકે તેવો બીજો એક પણ ગછ કે સંપ્રદાય ભાગ્યે જ હશે. જેન સમાજની સાધુ સંસ્થા આ જગતને સત્યધર્મનો પંથ બતાવી માર્ગદર્શક બને છે તે નિઃસંદેહ સત્ય છે એ આપણે આચાર્યશ્રીના ચરિત્ર અને ચારિત્રથી જાણી શકીએ તેમ છીએ. અંતમાં સ્વર્ગસ્થ આચાર્યશ્રીની સાહિત્યસેવા, ધર્મસેવા ને રાષ્ટ્રસેવાને લક્ષમાં લઈ આપણને તે પંથે વિચરવા પ્રભુ શક્તિ આપે તેમ પ્રાર્થના કરી વિરમીએ. શતાબ્દિ ગ્રંથ ] : ૧૦૧ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy