SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. નાનચંદ તારાચંદ અમદાવાદમાં અસંખ્ય શ્રાવંકોની હાજરીમાં શ્રી બુદ્ધિવિજયજી મહારાજ પાસે શ્રી આત્મારામજી મહારાજ તથા તેમની સાથે પંજાબથી આવેલા બી જ પંદર સાધુઓએ સંવિજ્ઞ દીક્ષા અંગીકાર કરી શ્રી આત્મારામજી મહારાજની વિદ્વત્તા એટલી અદ્વિતીય હતી કે તેઓએ આપણી પાસે જે સાહિત્યનો ભંડાર ખૂલે મૂકયો છે તેથી આપણને તેની હેજે કલ્પના થઈ શકે. તેમનામાં કવિ એટલી અજબ હતી કે આજે તેમણે રચેલ પૂજાએ, સ્તવને, સઝાયે, જેને કોમના આબાલવૃદ્ધ સૈ કંઠાગ્ર કરતાં પિતાના આત્માને ધન્ય માને છે. આ મહાત્માના “ જેનતજ્યાદશ” “ તત્ત્વનિર્ણયપ્રાસાદ ” “ અજ્ઞાનતિમિરભાસ્કર” “ જેન–ધર્મ વિષયક પ્રશ્નોત્તર” “ સંખ્યત્વશ૯ોદ્ધાર” “ નવતત્વ ” અને “ ઉપદેશબાવની ” પૂજા સંગ્રહ, સ્તવને, સઝા, પદે વિગેરે મુખ્ય ગ્રંથો છે. જૈનતા – આ ગ્રંથ શ્રીમદ્ ની વિદ્યમાન સ્થિતિમાં શ્રાવક ભીમશી ભાણે કે સં. ૧૯૪૦ માં હિંદીમાં પ્રગટ કરેલ છે. તેનું ગુજરાતી ભાષાંતર વકીલ મૂળચંદ નથુભાઈએ કરી શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગરદ્વારા પ્રકાશિત કરેલ છે. તેની હાલ એક પણ નકલ મળતી નથી. આ સોળ હજાર કની સંખ્યાના ગ્રંથના ભાષાંતરને સમાવેશ કાન આઠ પેજ સાઈઝના આશરે સવા છસે પૃ8 (ફાર ૭૮ ) માં કરી ફકત રૂ. ૪-૦-૦ની કિંમત રાખેલ હતી, - બાર પરિચ્છેદ પાડી જુદા જુદા વિષયો ઉપર અસંખ્ય દાખલા, દલીલો, પુરાવા, સહાદત આપી ગ્રંથને અત્યુત્તમ બનાવવા કર્તાએ પિતાનો પ્રયત્ન સફળ કર્યો છે. પહેલા પરિચદમાં દેવનું સ્વરૂપ, તીર્થકરોના નામ વર્ણ, માતાપિતાનાં નામ, વીશ તીર્થકરના બાવન બેલ વગેરે આવેલ છે. બીજા પરિચ્છેદમાં કુદેવનું સ્વરૂપ વર્ણવેલ છે. તેમાં કુદેવોમાં સ્ત્રી-સેવનાદિકના દૂષણ, જગતના કર્તાને નિર્ણય જગત ઉત્પત્તિ સંબંધી વેદાંતનું ખંડન વિગેરેનો સવિસ્તર સમાસ કર્યો છે. ત્રીજા પરિચ્છેદમાં ગુસ્તત્વનું રવરૂપ કહેલ છે, જેમાં પાંચ મહાવ્રતનું સ્વરૂપ ચરણસિત્તરી ને કરણસિત્તરીના સીત્તેર સીત્તેર ભેદ, શાસ્ત્રાધારે ગુરુનું સ્વરૂપ વગેરે વસ્તુઓને સમાવેશ કર્યો છે. ચોથા પરિચ્છેદમાં કુરાનું સ્વરૂપ કહેલ છે. ક્રિયાવાદીઓનાં કાલવાદી, ઇશ્વરવાદી, નિયતવાદી, આત્મવાદી, સ્વભાવવાદી એ પાંચ વિકલ્પ મેળવી તેના પૃથક પૃથક એક સે એંસી મત કહેલ છે. પાંચમા પરિચ્છેદમાં ધર્મતત્ત્વનું સ્વરૂપ છે, જેમાં નવતત્વના ભેદોનું સ્વરૂપ વેદાંતવાદ સાથે સ્પર્ધા કરી સવિસ્તર કહેલ છે. છઠ્ઠા પરિચ્છેદમાં ચૌદ ગુણસ્થાનનું સ્વરૂપ દશ વિભાગો પાડી સમજાવેલ છે. સાતમા પરિચછેદમાં સમ્યક્ત્વદર્શનનું સ્વરૂપ છે જેમાં અરિહંતની પ્રતિમા પૂજવી, ગુસ્ત, ધર્મ તવ, નિશ્ચય, સમ્યકૃત્વ, તેની કરણી વિગેરે છે; તથા વેદને પ્રાચીન અર્થ છોડી નવીન અર્થ બનાવવાનું કારણું બહુ રસમય શૈલીથી સમજવા પ્રયત્ન કર્યો છે. . . . .. - શતાબ્દિ ગ્રંથ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy