SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવીર શ્રી બટેરાયજી મહારાજ અન્ય બાલક જેવા હતા. તે વખતે સ્થાનકમાગીએ માં, યતિઓમાં કે સાધુગમાં તેમનાથી પ્રતાપી બીજે કઈ હતું નહિ. ગુર્જર કવિ પ્રેમાનંદ કહે છે કે સ્વયંવરમાં પ્રવેશતાં “હાક વાગી'તી કે એ નળ આવ્ય રે” તેમ પંજાબમાં કે ગુજરાતમાં, મારવાડમાં કે કાઠિયાવાડમાં પ્રવેશતાં જેન જનતા ઉચ્ચારતી કે બુટેરાયજી આવ્યા છે. એમની દેહમુદ્રામાં પ્રતાપ હતો, આમમુદ્રામાં ગુણગૌરવ હતાં અને વિશાલ લલાટપટ્ટમાં બ્રહ્મચર્યનું અલો કિક જ હતું. એમના પંજાબી ખડતલ દેડમાં પણ સુન્દરતા, સુકુમારતા અને સજજનતા તરવરતાં. બટેરાયજી મહારાજ એટલે પરમ ત્યાગમૂર્તિ, મહાયોગીરાજ, સત્ય અને સંયમની પ્રતિમા. દૂધપાકને કઢી માને, કડકડતી ઠંડીમાં ઓઢેલાં વસ્ત્ર સાધુને આપી દે અને દલપતભાઈ શેઠને વંડે વર્ષો સુધી રહેવા છતાં યે શેઠાણુને ઓળખવાની તમન્ના ન રાખે એવા એ નિઃસ્પૃહી હતા. એમની અમીભરી વેધકદષ્ટિ અને ભવ્ય મુખારવિન્દ આજે ય પણ સંભારનારા છે. એમની કાર્યશક્તિના આત્મા મૂલચન્દજી મહારાજ હતા. સત્ય ધર્મના ઉપાસક સાધુઓ ગુજરાતમાં વિચરે છે એમ સાંભળ્યું અને તેની ખાત્રી કરવા સૌથી પ્રથમ તેઓ ગુજરાતમાં આવ્યા અને પછી ગુરુજીને, વૃદ્ધિચંદજી મહારાજને લઈ આવ્યા. બુટેરાયજી મહારાજ જ્યારે પંજાબ ગયા ત્યારે ગ૭વ્યવસ્થા, જૈન સંઘની સંભાળ મૂલચન્દજી મહારાજના શિરે હતી. આત્મારામજી મહારાજ પણ પિતાની પૂજાઓમાં આ ગ૭પતિને આ રીતે મરે છે “સંપ્રતિ મુક્તિગણિ રાજા” અને પોતાને માટે “તસ લઘુ ગુરુબઘવ” નું સુંદર ગૌરવવન્ત વિશેષણ સમપે છે. ધન્ય છે એ ગુરુભક્ત શિષ્યને ! આજે જે પુરુષસિંહની શતાબ્દિ ઉજવાય છે તેમને અને બુટેરાયજી મહારાજના જીવનને કઈ મહત્વને સુયોગ સધાયો છે. બુટેરાયજી મહારાજે ૧૮૮૮ માં સ્થાનકમાગ દીક્ષા લીધી અને ૧૮૯૪ માં તેમને મૂર્તિપૂજાની તથા મુહપત્તિ વીસે કલાક મુખે બાંધવાની નથી એવી શ્રદ્ધા થઈ, જ્યારે એ જ સાલમાં આત્મારામજી મહારાજનો જન્મ થયે કે જેમની આજે શતાબ્દિ ઉજવાય છે. બટેરાયજી મહારાજ આદિ ત્રિપુટીએ ૧૧૧-૧૨ માં સંવેગ દીક્ષા લીધી છે, જ્યારે એ જ સાલમાં આત્મારામજી મહારાજે ઢંઢકદીક્ષા લીધી છે. ગુરુને સ્વર્ગદિન એ જ શિષ્યને જન્મદિન. વાહ કેવો સરસ સુગ. ગુરુભક્ત શ્રી આત્મારામજી મહારાજે ગુરુ–આજ્ઞા પાળી; ગુરુએ પ્રગટાવેલી જાતિમાં દીપાવલી પ્રગટાવી પંજાબનો ઉદ્ધાર કર્યો. સમસ્ત જૈનશાસન દીપાવ્યું. આજે એ ગુરુભક્ત મહાન આત્મારામજીના પુણ્ય શતાબ્દિ સ્મારક ગ્રંથમાં તેઓશ્રીના ગુરુદેવ, ધર્મવીર શ્રી બુટેરાયજી મહારાજના ચરિત્રરૂપી પુષ્પાંજલિ આપી હું પણ કૃતાર્થતા અનુભવું છું. ધન્ય છે એ શાસનપ્રભાવક ધર્મવીરને ! જેમનામાં અસાધારણ શક્તિ, અસીમ પ્રતિભા, અનન્ય વ્યક્તિત્વ અને આદર્શ આધ્યાત્મિક જીવનને સુંદર સુગ થયે હતો. એમને ભૂરિ ભૂરિ વંદના કરતો વિરમું છું. •: ૭૪ • [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy