SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ સુસંસ્મરણ ઘણી સારી થયેલી, અને સુરતના તેમ જ આજુબાજુના જૈનેતર વિદ્વાને અને સામાન્ય જને આખા ચાતુર્માસમાં ધાર્મિક ચર્ચા કરવા અને પોતાની શંકાઓ દૂર કરવા મહારાજશ્રીની પાસે વખતે આવતા અને મહારાજશ્રી તેઓને ધર્મનું રહસ્ય. પિતાની યુક્તિપૂર્ણ શૈલીથી મધુરી અને જશદાર વાણીમાં સમજાવતા તેમ જ સંતોષ પમાડતા. મહારાજશ્રીની વ્યાખ્યાનશૈલીથી શ્રોતાવર્ગ એટલો બધો મુગ્ધ થઈ ગયેલ હતો કે શરૂથી છેવટ સુધી વ્યાખ્યાન હૅલ ચીકાર ભરાયેલો જ રહેતા. મહારાજશ્રીની વ્યાખ્યાન કરવાની કળા અત્યંત અસાધારણ રીતે આકર્ષક હતી. ભાષા જોશદાર, સંસરી હૃદયમાં પેસી છાપ પાડે તેવી, અને સાથે સાથે સાદી અને સામાન્ય જનને પણ સહેલાઈથી સમજાય તેવી હતી; ને તે મેઘધ્વનિ જેવી ગંભીર લાગતી અને કંટાળો ન આપતાં જાણે આખો વખત સાંભળ્યા જ કરીએ એમ થતું. મહારાજશ્રીના વ્યાખ્યાનનું આકર્ષણ એટલું બધું થતું હતું કે ધર્મકરણીમાં આગળ ભાગ્યે જ ભાગ લેતા એવા ફક્ત નામધારી શ્રાવકે પણ ત્યાં ખેંચાઈ આવતા અને હજુ સુધી હું ભૂલી નથી ગયો કે તેઓ પૈકી કેટલાક મહારાજશ્રીને અરજ કરવાની વાત કરતા હતા કે “જેઓ ધર્મકરણમાં હંમેશા જોડાયેલા છે તેઓના કરતાં અમને આપશ્રીનું વ્યાખ્યાન સાંભળવા અને સમજવાની વિશેષ જરૂર છે માટે અમને વ્યાખ્યાનપીઠની નજદીકમાં બેસવાની જગ્યા મળે તેમ થાય તે મોટો ઉપકાર.” મહારાજશ્રી વખતની કીંમત બહુ જ આંકતા. એક મિનિટ પણ નકામી જવા દેતા નહિ. કયે વખતે ક્યું કામ કરવાનું તેનો ક્રમ હંમેશને માટે વ્યવસ્થિત કરી જ રાખેલો. વડીનીતિ તથા લઘુનીતિનો ટાઇમ પણ લગભગ નિશ્ચિત જે જ હતો. શિષ્યવર્ગને પાઠ હંમેશ નિયમસર આપતા. નીમેતે વખતે શિષ્યસમુદાય એકત્રિત થઈ જતા અને મહારાજશ્રી પાઠ આપતા. પાઠ લીધા બાદ તેઓ અલાયદા બેસી લીધેલે પાઠ માંહોમાંહે ચર્ચાપૂર્વક ફરી સંભારી જતા. ઘણે ભાગે શ્રાવક સમુદાયને વખતની કીમત ઘણી ઓછી હોય છે. વ્યાખ્યાનને કે પ્રતિક્રમણ ટાઈમ આપેલ હોય તે ટાઇમે ભાગ્યે જ હાજર રહે. હજુ પણ તેવી પદ્ધતિ ઘણુ સ્થળોએ જોવામાં આવે છે. પરિણામ એ આવે છે કે જેઓ વખતની કીંમત સમજી નીમેલે ટાઈમે હાજર થાય છે, તેઓનો વખત નકામે જાય છે. મહારાજશ્રી આવી પદ્ધતિ ઘણે ભાગે ચલાવી લેતા નહિં. એક પ્રસંગ મને ખાસ યાદ છે. સાંવત્સરિક પ્રતિક્રમણ શરૂ કરવાનો ટાઈમ મહારાજશ્રીએ આપેલ. તે ટાઈમે શ્રાવક સમુદાય તૈયાર ન હતો. તબેલ વિગેરે વહેંચાતું હતું અને સૂત્રો બોલવા માટે ઉછામણું થઈ રહી હતી. મહારાજશ્રી તે વ્યાખ્યાન હૅલમાં જ્યાં પ્રતિક્રમણ કરવાનું હતું ત્યાં નીમેલે ટાઈમે આવી પહોંચ્યા. ત્યાં બધું અવ્યવસ્થિત જોઇ પોતાની વજનદાર અસરકારક વાણીમાં બધાને ચેતવણી આપી દીધી કે આ મુજબ ચાલી શકશે નહિં અને જે તૈયાર ન હ તે તમે તમારી મેળે પ્રતિક્રમણ કરી લેજે, અમે અમારું શરૂ કરી દઈએ. તરત તેની અસર થઈ ગઈ અને એવું લાગેલા જ તૈયાર થઈ ગયા. વખતની 5 કીંમત આંકવામાં સાધુ અને ગૃહસ્થ બન્નેનું ઘણી જગાએ મેળાપણું જોવામાં આવે છે ત્યારે તે જોઈને બહુ અફસેસ થાય છે. મહારાજશ્રીનું દષ્ટાંત આ બાબતમાં હંમેશા યાદ રાખવા લાયક છે. - સંથારો કરવા પહેલાં રાત્રિના ટાઇમ પણ મહારાજશ્રી નિયમિત રીતે શિષ્યવર્ગને કેળવવામાં અને ધર્મચર્ચા કરવામાં ગાળતા. પ્રતિક્રમણ થઈ ગયા બાદ મહારાજશ્રી પોતાની કાયમની બેઠકે આવતા [ શ્રી આત્મારામજી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy