SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. વીરચંદભાઇના પત્રા ન્યુયાર્કમાં વેજીટેરીયન સેાસાઇટી તરફથી માંસાહારના ત્યાગ સબંધી ભાષણ આપ્યું હતું. તે વખતે આ દેશના પ્રખ્યાત આગેવાન મી. જ્યા ટ્રાન્સીસ ટ્રેન ભાષણ સાંભળવા આવ્યા હતા. તેઓની ઉમર ૭૨ વર્ષની છે, પાંચ વખત દુનિયાની આસપાસ મુસાફી કરી છે, ૧૮૫૭ ના હિંદુસ્થાનના ખળવા પહેલાં તેઓ હિંદુસ્થાનમાં આવ્યા હતા અને કલકત્તામાં તેમની પેઢી તે વખતે ધમધાકાર ચાલતી હતી. તેઓ મારા ભાષણથી ઘણા ખુશી થયા હતા. તેએએ માંસાહારને ત્યાગ કરેલા છે. વળી ન્યુયાર્કમાં Sunrise Club નામની સભા છે તેમની મિટીંગ દર પંદર દિવસે મળે છે તે વખતે Three Fundamental Errors in Occidental Philosophy એ વિષય ઉપર ભાષણ આપ્યું. લેાકેાને તેમની ક્લાસાફીની ભૂલ બતાવવી અને તેનું ખંડન કરવું એ સૂતા સાપને જગાડવા જેવું છે તે છતાં Sunrise Club ના મેખરે મારા ભાષણથી ઘણા ખુશી થયા હતા. તે કલબમાં ન્યુયાર્કના પ્રખ્યાત ખારીસ્ટર અને વક્તા સી. ફેસખી ( ? ) એક ( મેંબર છે). તેઓ મારા ભાષણ વખતે હાજર હતા અને ભાષણને અંતે તેઓએ જણાવ્યું હતુ કે આવું ન્યાયયુક્ત સરસ ભાષણ તેઓએ કદી સાંભળ્યું નહતું. અહીં એસ્ટનમાં તા. ૪ એપ્રીલના રોજ અહીંના યુનીટેરીયન પંથના પાદરીએ સમક્ષ જૈનધર્મે સુધારામાં તથા તત્ત્વજ્ઞાનની ખાબતમાં કેવા ભાગ લીધેા છે એ સંબંધી ભાષણ આપ્યું' હતું, એથી પાદરીઓએ જૈન ધર્મની ઘણી પ્રશંસા કરી હતી. ચિ. મેાહન તે વખતે હાજર હતા. મારા ભાષણ પછી માડુને પણ દસ મિનિટ સુધી અ ંગ્રેજીમાં ભાષણ આપ્યુ હતુ. લેાકેાને ઘણા સંતેાષ થયા હતા. અહીંથી તા. ૧૮ મે, ના રાજ ચિકાગે ત્યાંના વડા ન્યાયાધીશ પાસેથી લ'ડન માટે કેટલાક ભલામણપત્રા લેવા જઇશ. ત્યાંથી ઇંડીયાનાપેાલીસ નામનું શહેર પાંચ સે। માઇલ દૂર છે ત્યાં એક ભાષણ આપી, અહીં આવી તા. ૨ જીનના લંડન જઈશ. આગના વીમા સંબંધી તજવીજ કરતા માલૂમ પડે છે કે અમેરિકાની કંપનીઓને જોઈએ તે કરતા અહીં વધારે કામ મળતું હાવાથી પરદેશમાં કામ કરવા રાજી નથી. C/o. Thos. Cook & son, IĀudgate Circus, LONDON E. C. તા. કે. આપનાં ઘરમાં સર્વે ખુશીમાં હશે. જગાભાઇ તથા કેશવલાલ ખુશીમાં હશે. મ્હેન જાસુદ પણ ખુશીમાં હશે. એ જ. : - લંડનમાં મારૂં શિરનામું V. R. GANDHI. Jain Education International For Private & Personal Use Only [ શ્રી આત્મારામજી www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy