SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ યુગવીરને જીવનસંદેશ ગુરુ-બેટા ! સાધુઓ ઉપદેશ આપી શકે છે. તે ઉપદેશદ્વારા તે સમાજ, ધર્મ અને દેશ કે રાષ્ટ્રમાં નવજીવન પૂરી શકાય છે. યોજના સમાજ સામે મૂકી શકાય છે. અલિપ્ત રહેનાર સાધુના ચારિત્રની પ્રખર વાળા ભભૂકી ઊઠે તે રચનાત્મક કાર્યદિશા પણ આલેખી શકાય છે. ભવિષ્યને સાધુ મહાન વિચારક, નવયુગપ્રવર્તક, દષ્ટા અને ક્રાન્તિકારી હશે; છતાં નવલોહિયા, ચારિત્રશીલ, સેવાભાવી ૧૦-૨૦ યુવકને સમાજને રચનાત્મક કાર્યમાં આજીવન દટાઈ જવાની યોજના ભારે ફલપ્રદ થશે. સંસ્થાઓનું નિયમન, પત્રસંચાલન, ગ્રંથમાળા પ્રકાશન, દેશ-વિદેશમાં જૈન ધર્મપ્રચાર, સમાજ ઉત્થાન માટે જના, કાર્ય, વિચાર વગેરે અનેક કાર્યો સંગઠિત રીતે કરી શકાય. બીજા અનેક વીરચંદે પેદા કરવા, દેશ-વિદેશ મોકલવા આ સેવાસંધ જરૂરી છે. શિષ્ય–ગુરુદેવ ! આપની વેધક દૃષ્ટિની આજે જ ઝાંખી થઈ, પણ આ બધા માટે કરડે રુપિયા જોઈએ તે માટે શું સંદેશ છે ? ગુરુ-વાહ, વાહ. તું શું કહે છે ! જે જગડુ, ભામાશાહ, વિમલ, વસ્તુપાળ, કુમારપાળ, મોતીશા વગેરે ભાગ્યશાળી સ્થાએ કરોડો રૂપિયા ખર્ચીને અમર વારસો આપ્યો છે તેના જ પુત્ર-શાણા વણિકે, પોતાનાં બાળકે, બાલિકાઓ, બહેને, સ્વધામ ભાઈઓ, વહાલાં મંદિર, જ્ઞાનભંડાર, પૂજ્ય સાધુ સંસ્થા, પ્રિય સિદ્ધાંતો અને મહાન સત્ય ધર્મ માટે પૈસા આપતા વિચાર-વિલંબ કરશે ખરા કે? ભાઈ ! તું ભ્રમણ ન સેવ; સમાજના ઉત્થાન માટે ઘરેણાને વરસાદ વરસશે. જેમાં તે શું જેનેતરે લાખો રૂપિયા આપશે. પશ્ચિમના વિદ્વાને સાહિત્ય લખશે. જૈન તીર્થો જોઈ તે વિદ્વાન મુગ્ધ થશે અને જૈન સિદ્ધાંતો જગતના ઉત્થાનમાં–જગતની શાંતિમાં-વિજયી થશે. - શિષ્ય–પૂજ્ય ! આપની અમૃતવાણીથી મારી તૃષા બૂઝાતી નથી. એ અમૃતવાણીની વર્ષો થયા કરે-હું તૃપ્ત થાઉં ત્યાં સુધી. ( આકાશમાં મેઘ દેખાય. અમૃતવર્ષના બિંદુઓ સરવા લાગ્યા. ગુ—શિષ્ય વિચારની લહેરમાં લહેરાત, રાહ જોતા શિષ્યગણ તરફ વિદાય થયા.) - પ૬ • [ શ્રી આત્મારામજી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy