SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ HUDICIO ની જીવનસંદેશ इयचड हरियंट होशी [ લેખક યુવાને એક કલ્પિત સંવાદ લખ્યો છે. તેમાં વર્તમાનમાં જૈન સમાજમાં શું થવા–હવા યોગ્ય છે તે સંબંધી પિતાને ખ્યાલ આપ્યો છે–સંપાદક.]. (રાવીના વિશાળ પટ પર સૂર્યનાં સોનેરી કિરણો પથરાઈ રહ્યાં હતાં, મંદ મંદ શીતળ પવન હવામાં તાઝગી ભરી રહ્યો હતો, સરિતાનાં નીર ઉછળી રહ્યાં હતાં ને ગુરુ-શિષ્યના હૃદયમાં ભવિષ્યનાં દર્શન માટે મન્થન ચાલી રહ્યું હતું. ) ગુરુ-વલ્લભ ! કોણ જાણે શાથી મારા મનમાં ભારે મન્થન ચાલી રહ્યું છે, એટલે જ આજે હું તને અહીં ખેંચી લાવ્યો છું. મારા હૃદયની ઊંડી ઊંડી વેદનાઓ તું પચાવી લે તે મને ચિરશાંતિ મળે. મારી શક્તિઓ હવે ક્ષીણ થતી જણાય છે. સમાજ-ધર્મના ભાવી માર્ગની મારી મનસૃષ્ટિ તું સમજી લે. શિષ્ય-આપની આજ્ઞા મારે શિરોધાર્ય છે. ગુરુ-બેટા ! સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કારિતા, ધર્મપ્રેમ, ભક્તિભાવ, સંસ્કૃતિ, આતિથ્ય અને સમૃદ્ધિની મારા પર ભારે અસર થઈ છે. વીરભૂમિ પંજાબનાં પ્રેમ, વીરતા, અડગતા અને સરલતા હું ભૂલી શકીશ નહિ. એ પ્રદેશદ્વારા જૈન સમાજનું કલ્યાણ સાધી શકાય એમ મને સમજાય છે. શિષ્ય–ગુરુજી ! આપની વાત તદ્દન સાચી છે. સમાજના કલ્યાણ માટે શું શું કરવું આવશ્યક છે. તે કૃપા કરી જણાવો. ગુરુ-ભાઈ! ક્રાન્તિ અને શક્તિ એ બે મંત્ર જે બરાબર સમાજ ઝીલી શકે તો ભવિષ્યના જગતમાં જૈન શાસનનાં અહિંસા અને સત્યને ભારે વિજય છે. મારું જીવન જ કાન્તિમય છે પણ શાન્તિની મારી સાધના પણ તેટલી જ તીવ્ર છે. શિષ્ય–આપની ભાવી યોજના શી હશે ? ગુ-વત્સ ! ગગનચુખી મંદિરે શ્રદ્ધાનાં સુચક થઈ ગયાં. તે મંદિરોને પૂજનારા પણું સુખી હોવા જોઈશે ને ? હવે મારું લક્ષ્ય સરસ્વતી મંદિર તરફ છે. એક પણ જેન બાલક-બાલિકા જ્ઞાનથી • ૫૪ [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy