SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ સમયજ્ઞ સંત સંત આત્મારામજીના ફાળે જ જાય છે. સમયજ્ઞ સંતો પ્રવાહમાં આંધળી નથી કરતાં. તેઓની દષ્ટિ જનસમૂહ કરતાં આગળ દોડનારી હોય છે એટલે આવશ્યક પગલાં ભરતાં તેઓ રંચમાત્ર પણ અચકાતાં નથી જ. લેખંડી હૃદયથી એવા સમયે તેઓ કામ લઈ, ધર્મને ધ્વજ અણનમ રાખે છે અને સમાજને સહીસલામત રીતે ઈસિત સ્થાને લઈ જાય છે. આમ છતાં આચરણમાં સમતાનો રસ એ તો વહેવડાવે છે કે ઉપસ્થિત થયેલ પ્રકોપ દિવસો જતાં આપોઆપ શમી જાય છે. ઈતિહાસને અભ્યાસી કયાં નથી જાણતા કે શ્રી હીરવિજયજીને સમ્રાટ અકબરનું આમંત્રણ ગાંધાર મુકામે મળતાં ત્યાંના સંધની સ્થિતિ પણ ડામાડોળ બની હતી. એ કસોટીની પળોમાં મહાત્માએના તેજ ઝળકી ઊઠે છે, તેથી જ તેઓ ઠંડા કલેજે, જરા પણ ગભરાટ વગર કાર્યો ઉકેલે છે, માટે જ તેમનાં નામે સમયજ્ઞોની કટિમાં મૂકાય છે. આત્મારામજી મહારાજે પ્રતિનિધિ મોકલી જૈનધર્મ માટે જે જવલંત કાર્ય કર્યું તેની કદર પાછળ જરૂર થઈ અને આજે એકી અવાજે થઈ રહી છે. અમેરિકા, ઈગ્લેંડ કે જર્મની જેવા દેશમાં જેનધર્મનો સર્દેશ પહોંચ્યો તેથી જ આપણને “ તરંગવતી” જેવા ખોવાયેલા કથાનકની અને શ્રી કલ્પસૂત્રમાંના ચરિત્રની ચિત્રાવલિના ભાવની “સ્લાઈડ ” મારફતે સમજતી મળી. મહારાજશ્રીના ગ્રંથ એ સમયજ્ઞતાની છેલ્લી પ્રસાદી! સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય તો પૂર્વાચાર્યોએ વિશેષ પ્રમાણમાં વારસામાં આપ્યું છે. રાસા અને કાવ્યને પણ જાણે એકાદ મહાસાગર ભર્યો હોય તેટલી વિપુલતા છે, પણ હિંદી ભાષામાં સ્વતંત્ર કૃતિઓ તરિકે, મહત્વનું સ્થાન ભોગવનાર ગ્રંથની નોંધ કરવામાં આવે તે “તત્વનિર્ણયપ્રાસાદ” “જેનતત્ત્વદર્શ” અને “અજ્ઞાનતિમિરભાસ્કર” જરૂર મોખરે રહે. જૈન દર્શનનાં મૌલિક તને, એની પ્રાચીનતા પૂરવાર કરનારી નોંધાનો અને પ્રતિદિન આચરણમાં ઉતરી રહેલી કરણીઓનો ટૂંકમાં યથાર્થ ખ્યાલ આપતા એ ગ્રંથ સાચે જ તત્ત્વનિર્ણયને પ્રાસાદ કહેતાં મહેલરૂપ છે. જેનતજ્વાદર્શ વાંચતાં જ પ્રભુશ્રી મહાવીરદેવના સિદ્ધાન્તોનું રહસ્ય ખડું થાય છે. અજ્ઞાનતિમિરભાસ્કર તે ખરેખર અજ્ઞાનતારૂપી કાળા અંધકારને ઉલેચવા સારુ સૂર્યની ગરજ સારે છે. વેદના પાઠમાં જે જાતની હિંસા ભરેલી છે અને જે જુદા જુદા યોરૂપે એ ધર્મના ઓથા તળે ઉભરાઈ રહી હતી; અને જેનો સામનો કરવા સારુ પ્રભુશ્રી મહાવીરદેવે કમર કસી હતી, એ સર્વ પાઠ ટાંકી, દલીલપુરસ્સર એ ગ્રંથમાં પૂરવાર કરી આપેલ છે કે એ જાતની કરણીમાં ધર્મ ન જ હોઈ શકે. આજે આપણને એ ગ્રંથનું મહત્ત્વ યથાર્થ પણે કદાચ ન પણ સમજાય કારણ કે વર્ષોના વહેવાથી, રાજ્ય કરતી પ્રજાના કાનુનથી અને દેશમાં નવીન વાતાવરણનું સર્જન થવાથી, એ કાળની સ્થિતિમાં ઘણું પરિવર્તન થઈ ગયું છે છતાં જેને પંજાબની ધરતીનો ખ્યાલ છે, જેને ત્યાં આજે પણ થઈ રહેલા આર્યસમાજીસ્ટો, સનાતનીઓ કે શીખ વા ઇસ્લામી પ્રચારકોના વાદ-વિવાદ જોયા છે અને વિવિધરૂપે પ્રગટ થતાં સાહિત્યને વિલેકયું છે; તેને સૂરિજીએ ઊઠાવેલી જહેમત અને ભાષામાં કટુતા આપ્યા વગર સરળતાથી એનું કરાવેલ દિગ્દર્શન સહજ સમજાશે અને સહસા ધન્યવાદના શબ્દો ઉચ્ચાઈ જશે. એ ગ્રંથરૂપે સરોવરમાંથી વહેતાં કેટલાંક મીઠાં ઝરણાં આજના સમયે પણ જિજ્ઞાસુ વર્ગની તરસને સંતોષવાને સમર્થ છે. એના પાનથી કેટલાયની તૃષા છીપાઈ છે. મર્યાદિત ક્ષેત્રનું ઉલ્લંધન કરી એનો પ્રચાર વિસ્તાર પામે તે આજે પણ જનસમાજને એ દ્વારા ઉત્તેજના-નવપ્રેરણું પ્રાપ્ત થાય તેમ છે. [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy