SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ સમયજ્ઞ સંત મેટો ફાળો આપનાર વર્ગ સમયોને જ હોય છે. પોતપોતાના સમયની--માનવ સ્વભાવની-જરૂરીવાતો તેઓ પીછાને છે. એ વાત ધ્યાનમાં લઈ સર્વજ્ઞપ્રણીત સિદ્ધાંતોને જનરુચિને અનુરૂપ બીબાંમાં ટાળે છે અને પ્રચાર કરી આત્મકલ્યાણ સાથે જનકલ્યાણ સાધવામાં ઉઘુક્ત રહે છે. સમયને યથાર્થ રૂપે ઓળખનાર હોવાથી જ તેઓ સમયો કહેવાય છે. જૈન ધર્મને ઇતિહાસ જોતાં ઉપરોક્ત પ્રકારના સમયજ્ઞ મહાત્માઓની સંખ્યા નાનીસૂની નહિં જણાય. આજે અહીં તો માત્ર એમાંના એક જે એ શ્રેણીના છેવટનાં ભાગે આવે છે છતાં આપણી નજીકમાં માત્ર સો વર્ષના અંતરાળે જમ્યા હતા તેમની વાત કરવાની છે. પોતાના જીવન દરમિયાન પ્રાપ્ત થયેલ સામગ્રીબળથી તેઓશ્રીએ જે સેવા બજાવી છે તેનું માત્ર ટુંકમાં દર્શન કરવાનું છે. તેઓશ્રીનું નામ આત્મારામજી છે. એ જેટલું અર્થસૂચક છે એટલું જ આત્મસ્વરૂપ પીછાનનાર આત્માઓને પ્રિય પણ છે. આત્મારામ બાપીકો ધર્મ તો જુદો હતો, કેમકે તે ક્ષત્રિયકુળમાં જન્મ્યા હતા; પણ સગવડે તે એવી સ્થિતિમાં મુકાયા કે એમને જેનોને સહવાસ થયો અને એના પરિણામે તે સામાયિક, પ્રતિક્રમણ, નવતત્ત્વ આદિનું સ્વરૂપ સમજ્યા. ત્યારથી જ જૈનધર્મ પ્રતિ હૃદયમાં લગની લાગી. જ્યાં બાલ્યકાળ વટાવી યુવાનીના આરે પગ મૂકે છે ત્યાં “ભાવતું હતું ને વૈદ્ય કહ્યું ' એ ઉક્તિ અનુસાર સ્થાનકવાસી સાધુએ નામે ગંગારામ અને જીવણરામનો તેમને યોગ સાંપડ્યો. પરિચયથી જૈન ધર્મના સુંદર તો પ્રતિ રુચિ વધવા માંડી, સાંસારિક વૃત્તિઓ તરફને સ્નેહ ઓગળવા લાગે અને વૈરાગ્ય ભાવનો પ્રાદુર્ભાવ થે. એ જોતાં જ પાલક-પિતા જેધમલે કમળ સ્વરે કહ્યું: બેટા! દેવીદાસ (આત્મારામનું વહાલસોયું નામ), તું મારો ધર્મપુત્ર છે. મારી મીલકતના ત્રીજા હિસ્સાને ભાગીદાર છે. તારા લગ્ન કરવાની હું પેરવીમાં છું. શા સારુ દીક્ષાના મોહમાં તણાય છે ?” - આમ એક બાજી સંસારના પ્રભન ખેંચી રહ્યાં હતાં. કંચન અને કામિનીનાં આકર્ષણ વડે જગતનો મોટો ભાગ લેભાય છે તેમ આત્મારામ પણ લેભાય તો એમાં આશ્ચર્ય જેવું નહોતું જ, પણ અહીં જ ક્ષાત્રતેજ ઝળકી ઊઠયું, વૈરાગ્યની સાચી છાપ હવે જ પ્રકાશી ઊઠી. ઉપરલે રંગ ઉડી જવા સંભવ છે પણ જે અંદરલે-ખો રંગ બેઠો હોય છે એ કેટલાં ય નિમિત્તો ઉપસ્થિત થાય છતાં ઊડી નથી જતા. તેથી જ એ સાચું ગણાય છે, માટે જ એની ચળમજીઠ સાથે સરખામણી થાય છે. આત્મારામે આત્માના નાદને પીછાની કનક-કાન્તાની લાલસાને ફગાવી દીધી અને વડીલેને સમજાવી જીવણરામ પાસે દીક્ષા લીધી. સંત, મહંતો કે સાધુ પુરુષે માત્ર ક્ષત્રિય જાતિમાંથી જ થયા છે એવું તે નથી. બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ર તરિકે ઓળખાતી વર્ષોએ પણ એમાં ફાળો સેંધાવ્યો છે. આમ છતાં ક્ષત્રિય વંશ પર જે જાતને ભાર મૂકવામાં આવ્યો છે અને કલ્પસૂત્રમાં એક કરતાં વધુ પ્રસંગોમાં એની નોંધ લેવાઈ છે તે અસ્થાને તો નથી જ. ક્ષાત્રવૃત્તિમાં કોઈ અજબ જાદુ ભર્યો છે. એને નિરધાર પાષાણુસ્થંભ સમ દઢ ને સ્થિર હોય છે. એક વાર નિશ્ચય કર્યો એટલે પછી એ સામે પ્રલોભનોની ઝડી વરસે છતાં એ નહિ જ કરવાનો. આ જાતના અડગ નિશ્ચયી અને કાર્યસિદ્ધિમાં વિજયશ્રીને વરે છે. એ વાતની કેણ ના પાડી શકે તેમ છે ? આત્મારામના ક્ષાત્રતેજને આ તો હજુ માત્ર ચમકારો છે; બાકી એનું યથાર્થ સ્વરૂપ જોવાનું તે આપણને હજુ હવે સાંપડે છે. : ૪૪ : [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy