SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મિતચંદ ગિરધરલાલ કાપડિયા ભાવ હદયંગમ હોય તો એક વાર સાંભળ્યા પછી એ વારંવાર ગાવાનું કે સાંભળવાનું મન થાય છે અને જ્યારે જ્યારે અંતરાત્મા આનંદઊર્મિ અનુભવતા હોય ત્યારે તેના કાનમાં એને ઝણઝણાટ થયા કરે છે, એ એવા ઊર્મિ-કવનને વારંવાર ગાયા કરે છે અને છતાં એ શબ્દ-ચિત્રના પુનરાવર્તનમાં એને વધારે ને વધારે મજા આવતી જાય છે. પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજે જે કવને ગુંચ્યાં છે તેમાંના ઘણાંખરાં આવા પ્રકારનાં છે. તમે એક વાર એને સાંભળ્યા હોય તો તમને તેમાં એવા પ્રકારનો રસ જામશે કે તમે એને વારંવાર ગાયા કરશે. જ્યારે તમે એકાંતમાં આનંદ લેતાં તે પદ્યને સંભારશે ત્યારે તમને ખૂબ લહેર આપશે અને સાથે અંતરાત્મા, જાણે કેઈ અપૂર્વ ઉદાત્ત દશા અનુભવતા હોય એમ લાગશે. આ હકીક્તને અંગે એક બે દાખલાઓ લઈએ તે પહેલાં અત્ર સ્પષ્ટ કરવું ગ્ય લાગે છે કે એમણે બનાવેલી પૂજા અને સ્તવમાં આ ભાવવાહી શબ્દ-ચિત્ર જરૂર દેખાય છે. એમાં પણ પ્રત્યેક પૂજાની આંકણી (કોરસ)નાં પદો તે અનુપમ શબ્દચિત્ર છે. એમના ચરિત્ર પરથી જણાય છે કે એમણે સંગિતને રીતસર અભ્યાસ કરેલ નહોતે, કઈ વખત આજુબાજુમાં સંગિતકાર ગાય તે પરથી મેળવેલું જ્ઞાન માત્ર એમને હતું; છતાં એમણે જે શબ્દ-ચિત્ર આલેખ્યાં છે તે વિચારતાં એમ લાગ્યા વગર રહે તેમ નથી કે તેમનામાં નૈસર્ગિક કાવ્યશક્તિ હતી અને તે ઉપર ઉપરની નહિ પણ ખરેખરી રસસિદ્ધ ગેયશક્તિ હતી. તુમ ચિદુધન ચંદ આનંદલાલ તેરે દરશનકી બલિહારી ? લાલ તેરે દરશનકી બલિહારી. ) આ પદ દશ–વીશ વખત એની અસલ લેમાં ગવાય ત્યારે એની મજા ઓર છે, એમાં ભાવ એર છે, એની શાંતિ ઓર છે. એ ગાતાં અંતરાત્મા મહાન ઉદાત ભાવના અનુભવે છે અને ધીમે ધીમે જાણે પિતે જ પ્રભુમય હોય એવી દશા અનુભવે છે. આવી રસસિદ્ધ કવિતા નૈસર્ગિક બક્ષીસ વગર નીકળતી નથી. એ આખા પૂજાપરમાં અનેરી સૌરભ છે, વિશિષ્ટ આત્માવકન છે, અસાધારણ રસપૂંજ છે. એમાં જ્યારે “પુદ્ગલસંગ નિવારી” અને “અલખનિરંજન જોતિ સ્વરૂપી” એ પદો આવે છે ત્યારે અંદર એક જાતનો સ્વયંપ્રકાશ થાય છે અને અપૂર્વ શાંતિ જામે છે. તમે કઈ વખત શૃંગારનાં કાવ્યમાં મસ્ત થયા હશે, પણ આત્મસન્મુખ કાવ્ય શાંતરસની છણાવટ કરે ત્યારે જે સહજાનંદ પ્રાપ્ત થાય છે તેનો પ્રત્યક્ષ ચમત્કાર નીરખવો કે અનુભવ હોય તે આવાં જ કાવ્યો તમને ડોલાવી શકે. મદમસ્ત મોહરાયની જાળ તો એવી ફેલાયેલી છે કે એ પિતાની જાળમાં સફળ રીતે પ્રાણીને પકડી શકે છે, પણ જિંદગીની જ જાળને વિસરી જઈ આત્મરમણતા કરાવે તેવાં કવન બહુ અલ્પ છે, આત્મા ડોલાવે તેવાં કવન તેથી પણ અલ્પ છે અને તેવા પ્રકારનાં કવને આ નૈસર્ગિક કવિનાં હોઈ ખાસ નૈધવા લાયક છે. શતાબ્દિ ગ્રંથ ] •: ૧૭ • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy