SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી અને કેટલું ગંભીર આલોચન હતાં, એ જાણવા માટે આપણે સહજ પ્રયત્ન કરીએ એમાં વધારે પડતું કશું જ નથી. સ્વર્ગવાસી ગુરુદેવે રચેલા મુખ્ય મુખ્ય ગ્રંથની અમે ઉપર જે નામાવલી આપી ગયા છીએ તેમાં જે સંખ્યાબંધ આગમ અને શાસ્ત્રોની વિચારણાઓ ભરેલી છે એ દ્વારા તેઓશ્રીના બહમૃતપણાની તેમ જ વિજ્ઞાન અને ઊંડા આલેચનની આપણને ખાત્રી મળી જાય છે, તેમ છતાં આપણે તેઓશ્રીના સંગ્રહિત જ્ઞાનભંડારો-પુસ્તકસંગ્રહ તરફ નજર કરીએ તો આપણને તેઓશ્રીના ગંભીર વિજ્ઞાનની સવિશેષ ઝાંખી થઈ જાય છે. - સ્વર્ગવાસી ગુરુદેવના જ્ઞાનભંડારમાં તેમના સ્વહસ્તે સંશોધિત અનેકાનેક ગ્રંથ છે તેમાં સન્મતિતક” શાસ્ત્રની હસ્તલિખિત પ્રતિને એ ગુરુદેવે પોતે વાંચીને સુધારેલી છે. એ સુધારેલા પાઠોને મુદ્રિત સન્મતિતર્કના સંપાદકોએ તેની ટિપ્પણીમાં ઠેકઠેકાણે સ્થાન આપ્યું છે. જે ગ્રંથના અધ્યયન માટે હજારો રૂપિયાનું ખર્ચ કરી નાખવા છતાં ય આજે કોઈ જૈન સાધુ ખરી રીતે એમાં પાર પાડી શક્યા નથી એ ગ્રંથનું વાચન-અધ્યયન, સ્થાનકવાસા જેવા અવિદ્યાપ્રધાન સમાજમાંથી આવેલ એક વ્યક્તિ, પિતાની સ્વયંપ્રતિભાને બળે સન્મતિતર્ક જેવાં શાસ્ત્રોની મહત્તાને સમજી, પોતાના જીવનની રંક કારકીદીમાં કરે એ કરતાં એ સ્વર્ગવાસી મહાપુરુષની પ્રતિભાનું અને તેઓશ્રીની વિજ્ઞાનશક્તિનું જ્વલંત ઉદાહરણ બીજું શું હોઈ શકે ! જે મહાપુરુષ આવા મહદ્ધિક ગ્રંથોના અધ્યયન-મનન માટે જીવતી પ્રવૃત્તિ કરે એ મહાપુરુષમાં તર્કવિદ્યાવિષયક સ્વયંપ્રતિભાજનિત કેટલું વિશદ પાંડિત્ય હશે એ સ્પષ્ટ કરવાની આ ઠેકાણે આવશ્યકતા રહેતી નથી. પંજાબ દેશમાં આજે સ્થાન--સ્થાનમાં સ્વર્ગવાસી ગુરુદેવના વસાવેલા વિશાળ જ્ઞાનભંડાર છે. પંજાબ આખામાં દીપતા જ્ઞાનભંડારે જો કોઈ હોય તો તે ગુરુદેવના વસાવેલા આ જ્ઞાનભંડાર જ દીપતા છે. એ ભંડારામાં સાર સાર ગ્રંથોનો સંગ્રહ કરવા આપણા ગુરુદેવે અથાગ પ્રયત્ન કર્યો છે. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમાન યશોવિજપાધ્યાયકૃત પાતંજલ યોગદર્શન ટીકા, અનેકાંતવ્યવસ્થા આદિ જેવા અનેકાનેક અલભ્ય-દુર્લભ્ય પ્રાસાદગ્રંથની નકલ આ ભંડારોમાં વિદ્યમાન છે. આજે આ ગ્રંથની નકલો બીજે ક્યાં ય જોવામાં નથી આવતી. સ્વર્ગવાસી ગુરુદેવે પોતાના વિહાર-પરિભ્રમણ દરમિયાન ગામ-ગામના જ્ઞાનભંડારોની બારીકાઈથી તપાસ કરતાં જયાંથી મળી આવ્યા ત્યાંથી તે તે ગ્રંથના ઉતારા કરાવ્યા છે. અહીં આપણે માત્ર એટલું જ જોવાનું છે કે એ ગુરુદેવમાં અપૂર્વ સાહિત્યને પારખવા માટે કેટલી સૂમેક્ષિકા હતી ! જે ગુરુદેવના ભંડારને બરાબર બારીકાઈથી તપાસવામાં આવે તો તેમાંથી આપણે કેટલીયે અપૂર્વતા જોઈ–તારવી શકીએ. શતાબ્દિ ગ્રંથ ] •: ૩ :• Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy