SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1018
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈ સિદ્ધિચંદ્રને આપ્યો. તેણે બાદશાહને વિજ્ઞપ્તિ કરી ને તેની પાસેથી ( ઉક્ત કાર્યના નિષેધને ) પત્ર લીધે ને તે મોકલાવ્યું. આમ સિદ્ધિચંદ્ર શત્રુંજયગિરિના મૂલ ચૈત્યના ઉપદ્રવનું નિવારણ કર્યું. (૧૫૭) અન્યદા ભાનુચંદ્ર વાચકના સ્નેહ-સૌજન્ય યાદ આવતાં તેમને બોલાવવા બાદશાહે લેખ મોકલ્યો કે આપને હું બહુ યાદ કરું છું માટે એકદમ અત્રે પધારવું અને પૂર્વવત્ મારા પાત્રને અધ્યાપન આદિથી અમને આનંદ આપે. બીજી બાજુ સૂરિ (વિજયસેન)ને પત્ર આવ્યો કે પૂર્વે બાદશાહે નવીન પ્રાસાદ બંધાવવાને પ્રત્યાદેશ (નિષેધ) કરેલ હોવાથી, નવું ચિત્ય થઈ શકતું નથી તેથી જેમ શત્રુંજયમાં ચૈત્ય નિર્માણ થાય તેમ કાર્ય થવું જોઈએ, નહિ તે મુખ્ય તીર્થને ઉછેર જીર્ણ ચિત્યને પડી જવાથી અને નવાં ન બંધાવાથી અવશ્ય થશે. સિદ્ધિચંદ્ર બાદશાહને વિજ્ઞાપના કરી એ બાબતને પત્ર મહેનત લઈ લખાવી મેકલી આપે ત્યારથી અનેક ચે થવા મંડ્યાં અને તેની કીર્તિ વધી. (૧૬૭) હવે શાહના જ્યેષ્ઠ પુત્ર શાહ સલેમના તંત્ર નીચે ગૂર્જર દેશ આવ્યો ને ત્યાં સામન્તો અકબર બાદશાહનાં ફરમાનોને માનતા નહોતા તેથી અમારિ પ્રભૂતિ શ્રેય:કૃત્યમાં વિદન આવતું હતું. આ ખબર જાણ અવસર લઈ સિદ્ધિચંદ્ર સલેમ પાસે જઈ સંસ્તવથી વિજ્ઞપ્તિ કરી કે ગુર્જરમાં જીજીઆ કર લેવાય છે, અમારિ પળાતી નથી, આમ શાહના સામંતે કરે છે તે દુસહ છે; એટલે સલીમે તેની નિવૃત્તિનો પત્ર તેમના પર લખી આપ્યો. ત્યારથી સર્વત્ર કર લેવાનું બંધ થવાથી સર્વ લોકો નિરુપદ્રવ થયા. (૧૭૩) - પછી અકબર બાદશાહ પંચત્વ પામ્યા અને તેની ગાદી પર પ્રધાનેએ સલેમશાહને અભિષેક કર્યો. પછી તે જહાંગીરનું વર્ણન આવે છે. (૧૭૫ થી ૮૧.) હવે સિદ્ધિચંદ્ર સહિત વાચકશ્રી નૃપને વિજ્ઞપ્તિ કરતા, ત્રેવશ વર્ષને અંતે વિહાર કરતા અને ગામે ગામે સત્કાર પામતા કામે કરી અહમ્મદાવાદ આવ્યા. ત્યાંથી સુરિશ્રીને (વિજયસેનસૂરિને) ત્રંબાવતીમાં (ખંભાતમાં ) વાંદી તેમની આજ્ઞાથી પછી અહમ્મદાવાદ આવી ત્યાં પોતે ચોમાસું કર્યું. ત્યાર પછી તે દેશના સ્વામી નામે વિક્રમાકે ઉપાશ્રયમાં સિદ્ધિચંદ્ર સહિત આવી સાદર જિનપ્રભુની પૂજા કરાવી–ભણાવી અને સર્વત્ર અમારિપડતું વજડાવ્યો. પછી ગુરુનિદેશથી મહીશાનપુર(મહેસાણા)માં રહી પત્તન (પાટણ) આવ્યા. અહીં શ્રી વિજયદેવસૂરિની ઉન્નતિથી મત્સર પામી અન્ય ગચ્છના ઘણા આચાર્યો સહિત તે સૂરિ સાથે વાદ કરવાની ઈચ્છાવાળા ખરતર પિતાના ટેળા સહિત દ્રગે ગોપુરે વાદાથે ઉપસ્થિત થયા હતા. અન્ય ગચ્છીયે તે આચાર્યને બોલાવ્યા. પછી તેમણે તેઓ સાથે વાદ કરવા સિદ્ધિચંદ્ર શક્તિમાન છે એમ ધારી તેને સાથે લઈ વિદ્વા ૧ સં. ૧૬૬ર કાર્તિક સુદ ૧૪ મંગળવાર શતાબ્દિ ગ્રંથ ] * ૨૩૭ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy