SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1206
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાના પ્રકારો a પ. પૂ. સાધ્વી શ્રી મોક્ષગણાશ્રીજી મ. સા. જિનેશ્વર ભગવંતે જે માનવ જન્મને દુર્લભ કહ્યો છે તે માનવ જન્મ મળ્યા પછી તેને સારી અને સાચી રીતે સફળ કરવો હોય તો તે માટે જિનશાસનમાં ત્યાગવૈરાગ્યમય દીક્ષાનો બોધ અપાયો છે. દીક્ષા એટલે સર્વવિરતિ; ત્યાગવૈરાગ્યમય ગૃહસ્થજીવન એટલે દેશવિરતિ. ગૃહસ્થજીવનનો પણ ત્યાગ એટલે સર્વવિરતિ. કંચનકામિનીનો ત્યાગ, વિષયોનું વમન, કષાયોનું શમન, ઇન્દ્રિયોનું દમન દીક્ષામાં અનિવાર્ય ગણાય છે. પરંતુ બધી દીક્ષા લેનારા એક જ આશયવાળા નથી હોતા. દીક્ષા પણ જુદા જુદા હેતુથી લેવાય છે. “ઉપદેશ ચિંતામણિ' નામના પોતાના ગ્રંથમાં કવિચક્રચક્રવર્તી શ્રી જયશેખસૂરિએ આગમશાસ્ત્રોના આધારે “વિશ્ર્વ ચંતિ સૌનસET' દીક્ષાના જે સોળ પ્રકાર બતાવ્યા છે તે નીચે પ્રમાણે છે : ૧. છંદા, ૨. રોષા, ૩. પરિપૂના, ૪. સ્વપ્ના, ૫. પ્રતિકૃતા, ૬. સ્મારણિકા, ૭. રોગિણી, ૮. અનદતા, ૯, દેવસંજ્ઞપ્તિ, ૧૦. વત્સાનુબંધિકા, ૧૧. જનિતકન્યકા, ૧૨, બહુજન સમુદિતા, ૧૩. આખ્યાતા, ૧૪. સંગરા, ૧૫. વૈયાકરણી, ૧૬. સ્વયંબુદ્ધા. દીક્ષાના આ પ્રકારો વિષે આપણે વિગતે જોઈએ : ૧. છંદા દીક્ષા : પોતાના અભિપ્રાયથી ગોવિંદ વાચકની જેમ અથવા બીજાની ઇચ્છાથી એટલે કે ભાઈને વશ થયેલા ભવદેવની જેમ વૈરાગ્યના ભાવ વગર જે દીક્ષા લે તે છંદાદીક્ષા કહેવાય છે. શાક્યમતનો ગોવિંદ નામનો મોટો વાદી હતો. કોઈક સમયે અનેક શાસ્ત્રોમાં પારંગત શ્રીગુપ્ત નામના જૈન આચાર્ય પરિવાર સહિત ત્યાં પધાર્યા. તેઓએ જિનેશ્વરોએ કહેલ કર્મક્ષય કરનાર ધર્મ સંભળાવ્યો. નગરલોકમાં આનંદ વ્યાપી ગયો. નગરમાં વાત ફેલાઈ કે “આ સૂરિ જેવા બીજા કોઈ શ્રતરત્નના સમુદ્ર નથી.' આ સાંભળી ગોવિંદ વ્યાકુળ બન્યો. ગર્વથી ઊંચી ગ્રીવા કરતો વાદયુદ્ધ કરવા તે આચાર્યની સમીપે પહોંચ્યો. વાદયુદ્ધ થયું, પરંતુ આચાર્યે યુક્તિયુક્ત વચનોથી વાદી ગોવિંદને નિરુત્તર કર્યો. પછી ગોવિંદ વિચારવા લાગ્યો કે જ્યાં સુધી આચાર્યના જૈન સિદ્ધાંતનાં ઊંડાં રહસ્યનું અધ્યયન ન કર્યું હોય, ત્યાં સુધી આચાર્યને જીતી શકાશે નહિ. એટલે તે બીજા પ્રદેશોમાં રહેલ બીજા એક જૈન આચાર્યની પાસે ગયો. ત્યાં એમનો વિશ્વાસ ઉત્પન્ન કર્યો. પરંતુ શાસ્ત્રના અભ્યાસ માટે દીક્ષા અંગીકાર કરવી પડે એમ હતી એટલે ગોવિંદે દીક્ષા લીધી. તેમની પાસે તે શાસ્ત્રો ભણવા લાગ્યો. પરંતુ વિપરીત શ્રદ્ધા હોવાથી તે સમ્યક રીતે બોધ ન પામ્યો. કેટલાક દિવસો બાદ પેલા આચાર્ય પાસે વાદ કરવા ગયો પણ તે આચાર્યે તેને નિરૂત્તર કર્યો. ફરી બીજી દિશામાં જઈ આગમો ભણીને વાદ કરવાની તેને ઇચ્છા થઈ. પરંતુ તે વખતે પણ આચાર્યે તેને નિરૂત્તર કર્યો. આમ વાદ કરવા માટે તેણે સ્વેચ્છાએ દીક્ષા લીધી હતી. પરંતુ તેમાં વૈરાગ્યનો સાચો ભાવ નહોતો. ભવદેવનું દષ્ટાંત : આ કથા જંબુસ્વામીના પૂર્વભવની છે. ભવદત્ત અને ભવદેવ એ બે સગા ભાઈ હતા. ભવદત્તે નાની ઉંમરમાં આર્ય સુસ્થિતસૂરિ પાસે દીક્ષા લીધી. થોડા વખતમાં જ તેઓ ભણી ગણી હોંશિયાર સાધુ થયા. ઘણા સમય પછી ભવદત્તમુનિ પોતાના નાના ભાઈને પ્રતિબોધવાના આશયથી પોતાના ગામમાં આવ્યા. તે સમયે ભવદેવનાં લગ્ન નાગિલા નામની કન્યા સાથે થવાની તૈયારી ચાલતી હતી. મુનિ થયેલા પોતાના ભાઈના આવવાના સમાચાર સાંભળી ભવદવ દોડતો આવ્યો. તે મુનિને પગે લાગ્યો. મુનિએ ‘ભવદેવ ! લે આ પાત્ર” એમ કહી સાથે ૨હેલું ઘીનું પાત્ર ભવદેવના હાથમાં આપ્યું. ભવદત્તમુનિ ગોચરી હોરાવી ગુરુમહારાજ પાસે જવા નીકળ્યા. ભાઈ સાથે જ ચાલે છે. રસ્તામાં વાતો કરતાં કરતાં ગુરુ પાસે પહોંચ્યા. ગુરુ ભગવંતને ગોચરી બતાવી ત્યાં ગુરુ પાસે બેઠેલા સાધુઓ બોલ્યા, કેમ ભવદત્તમુનિ ! ભાઈને દીક્ષા આપવા લઈ આવ્યા છો ?' ગુરુદેવે ભવદેવને પૂછ્યું, “કેમ ભદ્ર ! દીક્ષા લેવી છે ને ?' ભવદેવે મુંઝાયો. તેની સામે નાગીલા તરવરી. પરંતુ હું એમ કહ્યું કે, “મારે વ્રત નથી લેવું' તો મારા ભાઈની તેમના સાધુઓ આગળ શી કિંમત ? એમ વિચાર કરી ભાઈને વશ થયેલા ભવદેવે હા પાડી. એટલે ભવદેવને દીક્ષા આપી. આમ, ભવદેવે દીક્ષા લીધી, પણ તે પોતાની ઇચ્છાથી નહિ, પણ ભાઈની ઇચ્છાથી. ૨. રોષા દીક્ષા : માતાદિકના તિરસ્કારથી ઉત્પન્ન થયેલા રોષથી શિવભૂતિની જેમ જે દીક્ષા લેવાય તે રોષાદીક્ષા કહેવાય. શિવભૂતિનું કથાનક આ પ્રમાણે છે : શિવભૂતિ રથનગરનો નિવાસી હતો. તેની શૂરવીરતાથી ખુશ થઈને રાજાએ તેને સહસ્રમલ'નું બિરૂદ આપ્યું હતું. તે સ્વભાવે સ્વતંત્ર હતો. અને રોજ રાતે ઘણે મોડેથી ઘરે આવતો. તેની આ ટેવથી દુઃખી થઈને તેની પત્નીએ સાસુને વાત કહી. સાસુએ વહુને કહ્યું : “તું આજે સૂઈ જા. તે આવશે ત્યારે હું જ બારણું ઉઘાડીશ.' રોજની જેમ સહસ્રમલે મોડી રાતે ઘરનાં બારણાં ખટખટાવ્યાં. બારણાં ખોલ્યા વગર માએ કહ્યું, “આ કંઈ ઘરે આવવાનો સમય છે ? જા જ્યાં બારણાં ખુલ્લાં હોય ત્યાં જા. હું અત્યારે બારણું નહીં ખોલું.' શિવભૂતિને આથી રોષ ચડ્યો. ત્યાંથી તે ચાલી નીકળ્યો. ઘણું રખડ્યો પણ કોઈનાં બારણાં ખુલ્લાં ન જોયાં. ફરતાં ફરતાં તે એક ઉપાશ્રય પાસે આવ્યો. ત્યાંના બારણાં ખુલ્લાં જોતાં તે અંદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012036
Book TitleYatindrasuri Diksha Shatabdi Samrak Granth
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1997
Total Pages1228
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy