SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1197
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ અગડદત્તની શિક્ષા : સોમદત્ત બ્રાહ્મણ સાથે મિલન - શસ્ત્રવિદ્યામાં પારંગતતા : અગડદત્તના પિતાની ઇચ્છા તેને શસ્ત્રમાં પારંગત બનાવવાની હતી તેવી રીતે માતા પણ શસ્ત્રવિદ્યા પ્રાપ્ત કરી અભંગસેનને હરાવે તેમ ઇચ્છતી હતી. આથી તે આઠ વર્ષનો થતાં તેને ચંપાપુરીમાં સોમદત્ત પ્રાહ્મણ પાસે યુદ્ધકળા વિદ્યા શીખવા મૂક્યો. અગાદ પોતાનો સમગ્ર વૃત્તાંત સોમદત્તને કર્યો આથી તે તેને શસ્ત્રવિદ્યા શીખવવા સંમત થયો. તેણે એના મેવા-જમવાની વ્યવસ્થા એક વ્યવહારી વિપારી)ના ધરે કરી આપી. તે વૈપારીને મનમંજરી નામે સ્વરૂપવાન પુત્રી હતી. અગડદત્તનો મદનમંજરી સાથે પરિચય અને વિવાહ-વચન' : વિકાઅે રહેતો અગડદત્ત એકવાર વૃક્ષવાટિકામાં બેસી અભ્યાસ કરતો હતો ત્યારે મનમંજરીને તેને જોયો અને તે એના પર મોહિત થઈ. પોતાના ઝરૂખામાંથી નીક્કી ઝાડની ગ્રીનેડાળીએ કૂદતી તે અગડદત્ત પાસે આવી પહોંચી અને પોતાના પ્રેમનો એકરાર કર્યો. અગડદત્તે પ્રથમ અભ્યાસ પૂર્ણ કરવા તરફ જ લક્ષ રાખવાનું જણાવી એના પ્રેમને ઇન્કાર કર્યો. તેના આગ્રહને વશ થઈ અભ્યાસ પૂર્ણ થયા પછી એની સાથે વિવાહ કરવાનું વચન આપ્યું. રાજા સાથે મિલન - ચોરને પકડવાનું બીડું ઝડપી તેમાંથી સફળ પાર ઉતરવું : અભ્યાસ પૂર્ણ થયા પછી સોમદત્તે અગડદત્ત અને મદનમંજરીના વિવાહનો પ્રસ્તાવ રાજા સમક્ષ મૂક્યો. રાજાએ તેને બોલાવ્યો. બરાબર તે જ સમયે નગરના મહાજન, શ્રેષ્ઠીજનો નગરમાં પ્રવર્તી રહેલા ચોરના ઉપદ્રવ વિષે ફરિયાદ કરવા રાજા પાસે આવ્યા. રાજાએ ચોર પકડવાનું બીડું ફેરવ્યું અને ચોરને પકડી લાવનારને સવલાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. અગડદત્તે તે બીડું ઝડપી લીધું અને સાત દિવસમાંજ ચોર પકડી આપવાનું વચન આપ્યું. ચોરની તપાસાર્થે અગડદત્તે વેશ્યાગૃહો, જુગારીના અડ્ડા, ભિક્ષાગૃહો, સભા, ઉઘાન જેવા ચોરના સામાન્ય ઠેકાણાંઓ પર તપાસ કરી પરંતુ ચોરનો પત્તો મળ્યો નહીં. આમ કરતાં છ દિવસ પસાર થઈ ગયા. સાતમે દિવસે ચિંતાતુર બની ચોર વિષે વિચાર કરતો, તે એક ઝાડ નીચે બેઠો હતો ત્યારે તેણે એક યોગીને જોયો જે એને ચોર હોવાની શંકા ગઈ એટલે તે યોગી પાસે ગયો અને પોતાની ઓળખ આપતાં કહ્યું કે પોતે એક જુગારી છે. જુગારમાં બધું ધન હારી જઈ ચોરી કરવા નીકળ્યો છે. આ સાંભળી યોગીએ તેને પોતાની સાથે લીધો. આ પછી યોગી વેશબદલી અગડદત્ત સાથે ચોરી કરવા નીકળ્યો. તેમણે ‘સાગરસેવી' નામના વેપારીના ઘરે છાપો માર્યો. ત્યાંથી ઘણું બધું ધન એકઠું કરી પોતાના નિશ્ચિત ઠેકાણે ગો જ્યાં તેના અનેક માણસો સૂતાં હતાં. તેણે અગદત્તને પણ તેઓની સાથે સૂઈ જવા કહ્યું. ઊંઘી ગયાનો ઢોંગ કરી તો અગડદત્ત ત્યાં સૂઈ રહ્યો. થોડીવાર પછી પેલા યોગી રૂપી ચોરે તેના સૂતેલા માણસોનાં માથાં Jain Education International એકપછી એક કાપી નાખ્યાં. આ જોઈ અગડદત્ત સાવધાન થઈ ગયો. જેવો તે યોગી ચોર તેની પાસે આવ્યો કે તરત જ ગડદત્ત તેના પર મરોલ પ્રહાર કર્યો. મરતી વખતે યોગીચોરે તેને કહ્યું, સામે પર્વત પર રહેલા પીપળાના ઝાડ પાસે જઈ મારી બેન વીરમતીને આ તલવાર આપજે જેથી તે તારી સાથે લગ્ન કરશે. મારો વધ કરનારને જ તે વળે તેવી તેની પ્રતિજ્ઞા છે.' તલવાર લઈ અગડદત્ત પેલા પીપળાના ઝાડ પાસે ગયો, ત્યાં ગુફામાં વીરમતીને મળ્યો. તલવાર જોઈ પોતાના ભાઈની હત્યા થઈ છે અને આ જ હત્યારો છે તેમ તે સમજી ગઈ. આનો બદલો લેવા તેણે અગનને આવકાર્યો અને પ્રેમપૂર્વક પલંગ પર બેસાડ્યો. તે ગૃહના ઉપલે માળે ગઈ. અગડદત્ત સ્ત્રીચારિત્રથી જ્ઞાત હતો તેથી તે પલંગ પરથી ઊઠી જઈ ખુલ્લામાં ઊભો રહી ગયો. વીરમતીએ ઉપરથી એક મોટી શિલા પાડી જેવી પલંગના સૂરેપૂરા થઈ ગયા. નીચે ઊતરી તો અગડદત્તને સલામત જોઈ તેને આશ્ચર્ય થયું. તેણે અગડદત્ત પર તલવારથી હુમલો કર્યો પરંતુ તે બચી ગયો. વીરમતી અને તેનો સંપૂર્ણ ખજાનો લઈ અગડદત્તરાજા પાસે ગયો. અગડદત્તનું મદનમંજરી સાથે સ્વગૃહે આગમન- સરોવરતીરે દેવળમાં સર્પદંશથી મૃત્યુ અને વિદ્યાધર દ્વારા પુનઃવન ઃ અગડદત્તને મળી રાજા ખૂબ પ્રસન્ન થયા અને તેણે એનાં મદનમંજરી સાથે લગ્ન કરાવી આપ્યાં. અગડદત્ત પછી પત્નીને લઈ વસંતપુર જવા નીકળ્યો. રસ્તામાં ગોકુલ નામે સ્થળે પહોંચતાં લોકોએ જાણ કરી કે તે રસ્તો ભૂલી ગયો છે, હવે જે માર્ગથી જવાય છે ત્યાં વચ્ચે નદી, સિંહ, સાપ, અને ચોર આ ચાર મોટાં ભયસ્થાનો છે. અને તેનો સામનો કરવો મુશ્કેલ છે. લોકો તથા મદનમંજરીની ના હોવા છતાં પણ તેણે તે વિકટ રસ્તો અપનાવ્યો. બધાં સંકટોને પાર કરતો તે વસંતપુર પહોંઓ તો તેના કુટુંબીઓએ તેનું ભાવ્ય સ્વાગત કર્યું. અભંગસેન ત્યાં સ્વાગતાર્થે આવ્યો હતો તે સમયે તે બંને વચ્ચે ન યુદ્ધ થયું જેમાં અભંગીન હાર્યો અને મરાય. રાજાને અગડદત્તને સેનાપતિપદ આપ્યું. અગદત્ત પત્ની સાથે એક રાત્રિ ત્યાં રોકાયો, અગડદની ગેરહાજરીમાં મદનમંજરી સરોવર પાસે રહેલા કોઈ એક ૫૨૫રુષ સાથે સંભોગ કરવા લાગી. આકાશમાર્ગે જતાં વિદ્યાધરે આ જોયું. તેને દુ:ખ થયું અને તે ગુસ્સે પણ થયો. તેને મારવા માટે વિદ્યાધર નીચે આપ્યો ત્યાંજ મદનમંજરીને એક કાળોતરો સર્પ ડસ્યો અને તે નિશ્ચેતન થઈ ઢળી પડી. ત્યાં આવી પહોંચેલો અગડદત્ત આ જોઈ ખૂબ વિલાપ કરવા લાગ્યો, તે તેની સાથે બળી મરવા તૈયાર થયો. વિદ્યાધરે તેને સમજાવ્યું કે સ્ત્રીજાત તો હલકી, અધમ છે તો તેની પાછળ શોક કરવો વ્યર્થ છે. છતાં પણ અગડદત્ત ન માન્યો ત્યારે વિદ્યાધરે મંત્રપ્રયોગ દ્વારા મદનમંજરીને પુનર્જીવિત કરી. અગડદત્તને મદનમંજરીએ સમીપમાં રહેલા દેવળમાં જ આરામ કરવા કહ્યું. ત્યાં દેવળમાં અંધારું હતું તેથી તેને દીવો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012036
Book TitleYatindrasuri Diksha Shatabdi Samrak Granth
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1997
Total Pages1228
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy