SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1187
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ઘડતર ને વિકાસનો રાજમાર્ગ બતાવે છે જેનું અનુસરણ કરનાર વ્યક્તિ જીવનમાં સુખ શાંતિના સામ્રાજ્યનો ભોક્તા થાય છે. નીતિશાસ્ત્રના નિયમોના ઉલ્લંઘન માટે કોઈ શિક્ષા કરવાની વ્યવસ્થા નથી. તે તો વ્યક્તિએ પોતે જ પોતાની તે માનવ તરીકેની જવાબદારી સમજીને પાલન કરવાના હોય છે. માનવ મૂલ્યોનું જતન કરવામાં નીતિશાસ્ત્રના વિચારોનો મહદ્અંશે ફાળો રહેલો છે. નીતિ દ્વારા સમાજની સભ્યતા, ગૌરવ અને ભવ્યતાનું દર્શન થાય છે. તેથી નીતિશાસ્ત્રના નિયમોની ઉપેક્ષા થઈ શકે નિહ. કાયદામાં કોઈ પણ એવો ન હોય કે જેનાથી માનવમૂલ્યોનો વિચ્છેદ થાય. ધર્મના સ્થાપિત થયેલા નિયમો વ્યક્તિ ને સમષ્ટિના કલ્યાણ માટે છે તેવી ઉદાર ભાવનામાં આત્મ કલ્યાણનો પણ સમાવશ થાય છે. શ્રી યનીન્દ્રસૂરિ દીયાશતાબ્દિ ગ્રંથ ૧૩. ડો. શેઠના ન્યાયશાસ્ત્રના સંદર્ભમાં જણાવે છે કે લોકસમૂહના કાયદાઓના અરીસામાં તેની સંસ્કૃતિનું અને તેની વિચારસરણીનું પ્રતિબિંબ પડે છે. તેના કાયદાઓંના ઉચ્ચસ્તરી પરથી દેશની સભ્યતાની ભાવનાની તેના સકારાત્મક નીતિશાસ્ત્રની અનુભૂતિ થાય છે.'' કાયદાના ભંગ માટે ન્યાયાલય દ્વારા આરોપીનો ગુનો પુરવાર થતાં શિક્ષા ફરમાવવામાં આવે છે. ૧૪. ન્યાયશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે શિક્ષાના ચાર પ્રકાર છે. નિવારક : કાયદાનું મુખ્ય ધ્યેય એ છે કે અપરાધીને શિક્ષા કરવામાં આવે તો તેના જેવું માનસ ધરાવનારા સમાજના અન્ય લોકો તેને ચેતવણીરૂપ ગણીને અપરાધ કે ગુનો ન કરે. અપરાધ એ અપરાધીને માટે કદી પણ લાભકારક હોતો નથી. તેનાથી અંતે તો ઐહિક નુકસાન છે. પારલૌકિક દૃષ્ટિએ પણ તેને જન્મધારણ કરીને દુઃખ (ફળ) ભોગવવું પડે છે. આ પ્રકારની શિલા દૃષ્ટાંત રૂપ બનીને દુનિયાના લોકો અપરાધના માર્ગે જતા અટકે તેવો હેતુ હેલો છે. નિરોધક : નિવારક શિક્ષા અપરાધીના મનમાં ભય પેદા કરીને અપરાધ નહિ કરવા માટે પ્રેરક બને છે. જ્યારે નિરોધક શિક્ષામાં અપરાધીને નિષ્ણુગ્ધ કરીને અપરાધી અટકાવવાનો છે. દા.ત. દેહાંતદંડની શિક્ષા કારાવાસ, ડ્રાઇવીંગ લાયસન્સ રદ કરવું વગેરે નિવારક શિક્ષા અપરાધ ન કરવાનો ભય ઉત્પન્ન કરાવે છે. જ્યારે નિર્માધક શારી અપરાધીને નિર્સીંગ્સ (dible) બનાવવામાં આવે છે. સુધારશિક્ષા : અપરાધીના ચારિત્ર અને તેની મુરાદના સંઘર્ષમાંથી ગુનો કરવાનું નિમિત્ત મળે છે ત્યારે તેના ચારિત્રને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ સિદ્ધાંત પ્રમા ગુનેગાર એક રોગી છે અને તેના રોગનું નિવારણ કરવાનું કાર્ય કરે છે. રોગીને મારી નાખીને રોગ મટાડી શકાશે નહિ એમ સમજવાનું છે. સુધારક શિક્ષા તરીકે કારાવાસ અને પરિવીલ (Probation) વધુ અસરકારક છે. એવા પણ કેટલાક ગુનેગારો છે કે જે જીવનમાં કદી પણ સુધરવા માગતા જ નથી અને રીઢા ગુનેગાર બની ગયા છે. તેઓને માટે નિવા૨ક અને સુધારક શિક્ષાનો સમન્વય જ ઉપયોગી બને છે. પ્રતિકારક શિક્ષા : આશિયાથી સમાજમાં નૈનિક સંતોષની Jain Education International લાગણી પ્રગટે છે. કાયદાની ભાષામાં આંખ માટે આંખ અને દાંત માટે દાંતનો" પ્રાકૃતિક નિષમ રહેલો છે. સમાજના લોકો અપરાધીનો નિરસ્કાર કરે તો તેથી તે અપરાધમાંથી બચી શકો નથી. આ શિાની એક અર્થ પ્રાયશ્ચિત્ત રૂપે ગણવાનો છે. અપરાધીને દોષ પૂર્ણ કૃત્ય માટે દંડ આપવો પડે છે. અન્યાયને સ્થાને ન્યાય સ્થાપવા માટે શિક્ષા કાર્ય કરે છે. કોઈ વ્યક્તિને નુકસાન થાય તો તે ન્યાયસંગત રીતે તેવી વ્યક્તિ દ્વારા અન્યને નુકસાન ભરપાઈ કરવાનું અનિવાર્ય બને છે. ન્યાયશાસ્ત્રમાં આવી શિક્ષાના પ્રકારનો વિચાર કર્યા પછી ગુનેગારને દેહાંત દંડ, દેશ પાર કરવો. દૈહિક કે શારીરિક શિક્ષા, કારાવાસ, જેલવાસ, અનિર્ધારિત સજ, દંડ આર્થિક), એકાંત કારાવાસ જેવી શિક્ષાઓમાંથી ગુનાને અનુલક્ષીને દંડસંહિતા પ્રમાણે ન્યાયાલયમાં શિક્ષા નિર્ધારિત થાય છે. કર્મસત્તાની દૃષ્ટિએ શિક્ષા એટલે અશુભ કર્મનો બદલો ભોગવવા માટે જન્મમરણના ચક્રમાં ફરવાનું. ૮૪ લાખ જીવયોનિમાં ભ્રમણ કરવાનું છે. વ્યક્તિનું ચારિત્ર ઊંચા પ્રકારનું ઘડવામાં ધર્મનો ફાળો છે. સદ્ગુણો ને સંસ્કારોનું પોષણ થાય તો પછી ગુનાહિત માનસ બને નહિ એટલે ધર્મ ને ભૂલીને અમર્યાદ-અતંત્રતાનો રોગ સમાજને લાગુ પડ્યો છે. તેને કારણે ગુનાઓની સંખ્યા વધતી જાય છે. જૈન અને અન્ય દર્શનોમાં પણ નરકનાં દુઃખોનો સંદર્ભ મળે છે. આ નરભૂમિ અમાવાસ્યા કરતાં પણ કાળી છે. તેની ભૂમિ લીમડા કરતાં પણ અધિક કડવી છે. પ્રકાશ તો નામ માત્ર નથી. માત્ર અંધકારનું સામ્રાજ્ય ચોતરફ વિસ્તરેલું હોય છે. અહીંની જગા પણ અશુચિમય પદાર્થોથી ઉભરાતી, લીંટ, પરૂ, લોહી, પેશાબ, ચરબી, વિષ્ટા આદિથી અત્યંત દુર્ગંધમય હોય છે. જ્યાં જીવો પોતાનાં અશુભ કર્મ ભોગવવા માટે જન્મ લે છે. પરમાધામી દેવો પૂર્વજન્મનાં અશુભકર્મોનું સ્મરણ કરાવીને શિક્ષા ભોગવવાની ફરજ પાડે છે. ત્યારે આ જીવ છટકી શકતો નથી. આવી અશરણ દયનીય હાલત નારકીના જીવની હોય છે. અપરંપાર વેદના સહન કરવા માટે નરક ભૂમિ છે. જ્યાં વેદનાની કારમી ચીસો ને બચવા માટે આજીજી ને કાલુી સંભળાય છે. કાયદામાં ક્રિયાનું સ્વરૂપ છે. કર્મસત્તા દ્વારા થતી શિક્ષાનાં ઉદાહરણ નીચે મુજબ છે : માયા-કપટ કરનારને તિર્યંચનો અવતાર મળે છે. પરસ્ત્રી સાથેના સંબંધનું ફળ લોખંડના થાંભલા સાથે બાંધવામાં આવે છે અને મસ્તક પર તલવારથી ઘા કરે છે. ચોરી અને જુગારના વ્યસનમાં સાપેલા વોને પાણીમાં પીવામાં આવે છે. બીજાને અન્યાય કરવાવાળી વ્યક્તિને સળગતા અગ્નિમાં જ્વાળાઓથી બળીને ત્રાસ ભોગવવો પડે છે. ખોટા ચોપડા લખીને અન્યને છેતરનાર વ્યક્તિને ભૂંડ જેવાં પ્રાણીઓ નરકમાં એના શરીરને ખાઈ જાય છે. કષાય કરવા ઉત્તેજન આપવાના કર્મની શિક્ષા પરમાધામી દેવો વ્યક્તિને ઊંધા મસ્તકે અગ્નિમાં મૂકીને નાન કરે છે. તોલમાપમાં ધોખાબાજી કરનારને અગ્નિમાં પ્રવેશ કરાવીને સખત શારીરિક શિક્ષા થાય છે. પરનિંદા ચાડી-ચુગલી કરનારને સર્પ અજગર વીછી જેવા પ્રાીઓ વ્યક્તિને ડંખ-પીડ આપીને મારી નાખે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012036
Book TitleYatindrasuri Diksha Shatabdi Samrak Granth
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year1997
Total Pages1228
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy