SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ de dedosastostests dos soltoso destestedadestado de cada sede dedo dedo deste stedestas dodo dadassasasastadestedestestosteste deste doslode des 1311 વંશ વિશાળા, રાડદ્રા, બાડમેર, નગરપારકર, જેસલમેર, બિલાડા વગેરે ગામમાં વસે છે. આ વંશમાં સમરસિંહ, સાદા, સમરથ, મંડલિક, તલાક ઇત્યાદિ પુરુષે થઈ ગયા છે. (પૃષ્ઠ ૭૭ ) ઉપરની ઓડકો અને ગોત્રવાળાની આ રીતે લેલાડા એ જન્મભૂમિ છે. (૨) લેલાડિયા ગોત્ર: ભાલેજ નગર પાસે નાપા ગામમાં વૃદ્ધસજનીય શ્રીમાળી જ્ઞાતિના લુણિગ નામના શેઠે સં. ૧૨૨૦ માં શ્રી જયસિંહસૂરિના ઉપદેશથી જૈન ધર્મ અંગીકાર કર્યો. તેમણે સિંહસૂરિના ઉપદેશથી નાણુંવળગ૭ને શ્રી રામદેવસૂરિને આચાર્ય પદ આપવામાં એક લાખ દ્રવ્ય ખરચ્યું......લુણિગના વંશજો લેલાડા ગામમાં વસવાથી લેલાડિયા ગેત્રથી પ્રસિદ્ધ થયા. (પૃ. ૮૩) (૩) શ્રી મેરૂતુંગસૂરિએ સં. ૧૪૪૪ નું ચાતુર્માસ લેવાડા નગરમાં કર્યું. તેમણે રાઠોડ વંશના ફણગર મેઘરાજાને ૧૦૦ મનુષ્યો સહિત ધર્મમાં પ્રતિબંધિત કર્યો. મેઘ નરેંદ્ર આચાર્યને અનન્ય ભક્ત બને. રાસકાર આ પ્રસંગ વર્ણવતાં કહે છે : ચÉઆલિઈ ચંઉમાસિ, લોલાડઈ સુહગુરુ રહીયે, જણવાસીય જિણવાસિ, મહિયલ મહિમા મહમીય; તંઈ રાઠઉડહ વંસ, ફણગર મેઘનરિદ નર, ગુરુપયકમલહ હંસ, પડિબહિયા જણ સયસહિય. (પ. ૨૦૪) (૪) ભીમશી માણેક “ગુરુપટ્ટાવલિમાં જણાવે છે : “ શ્રી મેરૂતુંગસૂરિ શંખેશ્વર પાસે લેલાડા ગામમાં માસું રહ્યા હતા. એક વખત ત્યાંના લકે “દસાડા ગામે વિવાહ પ્રસંગે ગયા હતા. એવામાં ગુજરાતને પાદશાહ ચઢી આવ્યું. શ્રાવકેએ આચાર્યને કહ્યું : “તમારી પિથીઓને ભાર અમને આપે અને તમે અમારી સાથે ચાલે.” ગુરુએ કહ્યું : “ચોમાસું ઊતર્યા વગર અમારાથી વિહાર થાય નહિ.” તે પછી ગુરુએ શ્રાવક પાસે સવા મણ ચોખા મંગાવીને તેને મંત્રીને શ્રાવકને આપ્યા. આ ચેખાની ગામફરતી ધારાવાડી દઈને પાછું જોયા વગર શત્રુ સામે દેડવાનું કહ્યું. શ્રાવકોએ તેમ કર્યું. જેટલા ચોખા હતા તેટલા સૈનિકે થયા. પાદશાહ મોટું સૈન્ય દેખી ભયભીત થઈ ભાગી ગયે. આથી સહુ આચાર્યના પ્રભાવથી પ્રભાવિત થયા. બધાં થે મળી તાંબાના પતરા ઉપર લેખ કરી આપ્યો : “જ્યાં સુધી વિધિપક્ષ ગરછને યતિ આવે ત્યાં સુધી બીજા ગચ્છને યતિ અહીં રહે નહિ...” (પૃ. ૨૦૪) (૫) શ્રી મેરૂતુંગસૂરિએ લોલાડામાં વિકરાળ સર્પોનું વિક્તા શ્રી પાર્શ્વનાથ–સ્તવના કરીને નિવાર્યું હતું. આ સ્તુતિ પ્રસ્તુત પુસ્તકમાં છે. (પૃ. ૨૦૫). શ્રાઆર્ય કલ્યાણગૌતમસ્મૃતિ ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy