SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ T૬૮ fastest-of-defessoslavelifeffects ofessofese seeds ofes/sooooooooooooodleshods t he storeholi કવિચક-ચક્રવતી શ્રી જયશેખરસૂરિ : શ્રી મહેન્દ્રપ્રભસૂરિજીના શિષ્ય શ્રી જયશેખરસૂરિને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે : શ્રી જયશેખરસૂરિ ગુજરાતી ભાષાના આદ્ય પદ્યકાર કવિ તરીકે વિરલ કીતિ પામ્યા છે. તેમના અજ્ઞાત શિષ્ય દ્વારા રચિત “શ્રી જયશેખરસૂરિ ફાગુ” પ્રાપ્ત થાય છે. પણ ઉચ્ચ પ્રતિભાસંપન્ન આ આચાર્યશ્રીનાં માતપિતા તથા જન્મસ્થળ, જન્મસંવત ઇત્યાદિની વિશેષ વિગત અદ્યાપિ પ્રાપ્ત થઈ શકી નથી, એ આશ્ચર્યપ્રદ છે. તેઓ ગુજરાતી ભાષાના આદ્ય પંક્તિના પદ્યકાર કવિ હોઈ ગુજરાતમાં જન્મ્યા હશે એ પ્રતીતિપ્રદ છે. તેઓ બધા ગુજરાતમાં વિચર્યા છે અને વિશેષ ગ્રંથરચના એ જ પ્રદેશમાં કરી છે. તેઓ સંવત ૧૪૧૦ પહેલાં લઘુ વયમાં દીક્ષિત થયેલા હતા. તેઓ ગચ્છનાયક ન હોઈ તેમના નામ અને તેમના સાહિત્યના નિદેશ સિવાય પટ્ટાવલીઓમાંથી પણ વિશેષ પરિચય પ્રાપ્ત થઈ શકતો નથી. તેમની વિદ્યમાનતા સં. ૧૪૯૩ સુધી મનાય છે. - શ્રી જયશેખરસૂરિ “કવિ ચકવતી,” “વાણીદત્તવર, “મહાકવિ ઈત્યાદિ બિરુદોથી અલંકૃત હતા. તેઓ વિ. સં. ૧૪૨૦, આષાઢ સુદ ૫ ના પાટણમાં સૂરિપદને પ્રાપ્ત થયા હતા. આ પ્રસંગે શ્રી ત્રાષભદેવ પ્રભુના જિનાલયમાં શ્રેષ્ઠી શ્રી વોરાએ અષ્ટાનિકા મહોત્સવ કરેલો હતો. તેમણે રચેલા અને લખેલા એક “વિનતિ સંગ્રહની પ્રાચીન હસ્તપ્રતની અંદરના ઉલ્લેખથી તેઓ ગણિપદથી અલંકૃત થયેલા જાણી શકાય છે. પ્રાચીન ગુજરાતી ભાષાના સૃષ્ટા જૈનાચાર્યો તથા શ્રી જ્યશેખરસૂરિ અને “ત્રિભુવનદીપક પ્રબંધ ગ્રંથ : કવિચકવતી શ્રી જયશેખરસૂરિએ રચેલા ગ્રંથનું અનેક વિદ્વાનોએ પરિશીલન કરેલું છે. પ્રાચીન ગુર્જર ભાષાના ઉત્તમ ઉદાહરણ રૂપ “શ્રી ત્રિભુવન દીપક પ્રબંધ ગુર્જર પદ્ય ગ્રંથ અંગે પણ ઘણા વિદ્વાનોએ અભિરુચિ દાખવી છે. એટલું જ નહીં, “ત્રિભુવન દીપક પ્રબંધ,” “પૃથ્વીચંદ્રચરિત્ર' ઇત્યાદિ ગુર્જર ભાષાના પદ્ય-ગદ્યબદ્ધ ગ્રંથો તથા ગુર્જર ભાષામાં રચાયેલી અન્ય અનેક કૃતિઓ જેમાં વિદ્વાને હવે એ અભિપ્રાય ઉપર આવ્યા છે કે પ્રાચીન ગુજરાતી ભાષાના ઘડવૈયા જૈનાચાર્યો અને જૈનમુનિઓ જ છે. શ્રી જયશેખરસૂરિ રચિત “ત્રિભુવન દીપક પ્રબંધ' અપર નામ “પરમહંસ પ્રબંધ’ ગ્રંથ માટે પં. લાલચંદ્ર, ડો. સાંડેસરા, મેહનલાલ દેસાઈ કેશવલાલ ધ્રુવ ઈત્યાદિ અનેક વિદ્વાનોએ સુંદર અભિપ્રાય વ્યક્ત કર્યા છે. ડૉ. સાંડેસરા જણાવે છે કે “ત્રિભુવન દીપક પ્રબંધ અને “પ્રબંધ ચિંતામણિ એ એક સુંદર કાવ્ય અને રૂપક છે. સાહિત્યમાં ઉચ્ચ સ્થાન લઈ શકે એવું સુશ્લિષ્ટ રૂપક તો શ્રી જયશેખરસૂરિનું જ પ્રથમ છે. - ) છી શાન કહ્યાધગતિમા I 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy