________________
પૂજ્ય ગુંદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથો
પરિષદને એણે શાંત વિરોધનો માર્ગ ચીધે હતો, તેમ મહારાષ્ટ્રને ચીંધવાનો હતો. ત્યાં જ જોગાનુજોગ આ નિમંત્રણ અને સંઘ તરફનું નિમંત્રણ, સંઘની ધર્મક્રાન્તિનું તીસૂચક ચિહ્ન હતું. એણે સેનામાં સુગંધ ભેળવી દીધી. મારા વિહાર માટે ભાન, કાંઠા પ્રાગિક સંઘ ખુશીથી સંમત થયા. હું મહારાષ્ટ્રના છએક જિલ્લામાં ફરતા ફરતા ઘાટકોપર પહોંચી ગયે.
ધર્મક્રાતિ સામેને માર ત્યાં ઘાટકે પર સ્થા. જૈન સંઘમાં જ ધર્મક્રાન્તિ સામે મોરચો મંડાઈ ચૂકેલે. જાહેર છાપાઓમાં ઉહાપોહ ચા
શ્રી સંતબાલજી! ઘાટકોપર ઉપાશ્રયમાં ચાતુર્માસ કરવાનું આપ અમારા ખાતર, શ્રી સંઘની એકતા જાળવી રાખવા ખાતર માંડી વાળે” મને અંગત પણ લખ્યું. મેં અંગત લખનારને કહ્યું- “એક પણ જાહેર પ્રતીતિકર વિરોધ હશે, તે સ્થાનમાં હું પ્રવેશીસ નહીં ચાતુર્માસનું તો પૂછવું જ શું? તે કાંતિવિધી તને ખૂબ ગમ્યું. મેં શ્રી સંઘને પણ આ જણાવ્યું હતું – “ઘાટકોપરના શ્રી સંઘની લાગણી સમજી શકું છું. મેં ચોમાસું સ્વીકાર્યું ! કરીશ જ; પણ સ્થાન માટે આ સ્થિતિ છે. જામનગર, બાલંભા જૈન સ્થાનકોમાં આ રીતે જ ચોમાસાં થયા છે.” ઘાટકોપર સંઘે જેમ કાર્યવાહક સમિતિની લગભગ સર્વાનુમતે મંજુરી મેળવી હતી, તેમ ઘેડ અપવાદ સિવાય સામાન્ય સભાની સર્વાનુમતે સંમતિ મેળવી લીધી હતી. ગુરુદેવના પવિત્ર સાનિધ્યમાં શ્રી કેદારનાથજીના પ્રમુખ પદે જાહેર સ્વાગત સમારોહ શ્રી ઘાટકોપર સંઘે બેઠો હતે; કારણ કે નિવેદન બહાર પડયા પછી હું પહેલવહેલે મુંબઈમાં પગ મૂકતે હતે. ગુરુ-શિષ્યનું ઘાટકોપરને આંગણે બાવીસમે વર્ષે આ મધુર મિલન હતું.
ઘાટકેપરમાં માનવ મહેરામણ ઘાટકોપરને આંગણે મુંબઈ અને આસપાસથી જેનોને મહેરામણ ઉમટ. ભાવિક જૈનેતરો પણ આવ્યા. પ્રથમ સ્વાગત તે સર્વોદય હોસ્પિટલને કાંતિભાઈએ બહુ પ્રેમથી કર્યું. ત્યાર બાદ મને ગુરુચરણ મળ્યા. નીરખનારા લોકોનાં હૈયાં હરખ્યા. ગુરુદેવ બોલ્યા, શ્રીનાથજી બોલ્યા, હું બોલ્યા. પૂ. ચુનીલાલજી મહારાજ અને ડુંગરશી મુનિ પણ વિરાજમાન હતા. સવોદય ભેજનાલયવાળા શુભ વિજયજી પણ પધાર્યા હતા. સમારોહ પૂરો થા. ગોચરીની વેળા થઈ. લેવાની તૈયારી હતી ત્યાં સાંભળ્યું- “એક ભાઈએ મારા ઉપાશ્રય-પ્રવેશની વિરુદ્ધમાં ઉપવાસ કર્યો છે.” મેં તેમને પૂછયું, ત્યારે કહે- “મારો વિરોધ નથી. હું તે સમારોહમાં પણ સામેલ હતો. પણ સવારથી પચ્ચકખાણ લઈ લીધા હોઈ નિરૂપાયતા છે.” મેં કહ્યું- “તમે ન લે તે મારાથી કેમ લેવાય?” હવે ગુરુદેવ કેમ લઈ શકે? જે કે સંપ્રદાય રિવાજ અનુસાર મારે આહાર-પાણી અલગ લેવાનાં હતાં, પણ ગુરુદેવનું હૈયું એ કેમ સાંખે? એક બાજુ લેકમાં ઉત્સાહને પાર ન હતું, ત્યાં આ બન્યું.
દુપચ્ચખાણ ન હોય ગુરુદેવ પાસે પેલા ભાઈની વ્યથા પહોંચી. ગુરુદેવે કહ્યું – “જૈનધર્મ પચ્ચકખાણમાં જ માને છે. દુઃપચ્ચકખાણમાં નહીં. પ્રતિજ્ઞા સત્ય કે પ્રેમ માટેની હોય, દુરાગ્રહ માટે કે પૂર્વગ્રહ પોષવા માટે નહીં.” તે ભાઈ સત્ય વાત સમજી ગયા અને ભોજન કરી લેવાનું કબૂલ્યું. અમે એ આહાર લીધે. આવા હતા સીના શ્રેયવાંછુ ગુરુદેવ!
વિધવાત્સલ્ય પ્રાયોગિક સંઘ ત્યાં તો મનુભાઈ શેઠ પિતાના ચાંદીવલી (મુંબઈ પાસેના) ફાર્મમાં ખેંચી ગયા. ખૂબ હરિયાળું, શીતળ અને મધ્યમાં એ સ્થળ છે. ત્યાં મનુભાઈ શેઠના વિશાળ મકાનમાં થોડા દિવસ ગુરુચરણે સૌ આનંદથી રહ્યા. તે દરમિયાન ગુરુદેવના સાનિધ્યમાં જ “વિધવાત્સલ્ય પ્રાયોગિક સંઘ નામની નગરજન સંગઠન માટેની સંચાલક સંસ્થાન પર મંડાય કે જેના હાથતને માતૃસમાજે ચાલે છે, અને મુખ્ય શહેરોમાં તેવી શાખા ખેલાતી જાય છે, જેમાં ગુરુદેવ ઈચ્છે છે તેમ નારી-રોજી અને નારી--પ્રતિષ્ઠા જળવાય છે. ઉપરાંત ભાવિ જગતની ધર્મમય સમાજરચનાનો પાયે નક્કર થાય છે. ગાંધીજી કહે છે તેમ શહેરોને શેતાનના ચરણારૂપ મટાડી ગ્રામપૂરક બનાવવાનો તથા આંતરરાષ્ટ્રીય સભ્યતામાં ભારતીય સંસ્કૃતિનું તત્તવ ભરવાને આ સિવાય રસ્તો જ નથી. ગુરુદેવે ધર્મમય સમાજનું વાયુમંડળ રચી
૫૬ Jain Education International
જીવન ઝાંખી
For Private & Personal Use Only
www.jainelibrary.org