________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ પ્રભાબાઈ આર્યાજી રાખવામાં આવ્યું. અને લીંબડી સંઘની ચાતુર્માસની વિનતિ હોવાથી ઉપરક્ત પાંચે ઘણાનું સંવત ૨૦૧૬ નું ચાતુર્માસ લીંબડીમાં થયું. પર્યુષણના આડે ય દિવસેમાં પૂ. મહારાજશ્રીએ લીંબડીની જનતાને ત્રણ વખત પિતાની વાણીને લાભ આપેલ.
૬૧. સાયલા: સંવત ર૦૧૭: ઈ. સ. ૧૯૬૧ સાયલા: ઠાણા ૨, નીચે મુજબ :૧- કવિવર્ય પંડિત મહા. શ્રી નાનચંદ્રજી મહારાજ તથા ૨– મહા. શ્રી ચુનીલાલજીસ્વામી.
લીંબડીનું ચાતુર્માસ પૂર્ણ થયા બાદ હવે સામાન્ય રીતે આરોગ્ય સારું હતું. એટલે હવે સ્થિરવાસની દૃષ્ટિએ શાન્તિ માટે સાયલામાં રહેવાનું નકકી કર્યું. તેથી લીંબડીથી સાયલા પધાર્યા. હાર્ટની તકલીફ હોવાથી હવે પૂર્ણ આરામની જરૂર હતી. એટલા માટે પણ સાયલા પસંદ કરવા જેવું હતું. ચાતુર્માસ સિવાય તે અવારનવાર સેવા નિમિત્તે સાધ્વીજીઓને ચાગ થયા કરતે. પરંતુ ચાતુર્માસમાં પણ અભ્યાસ અને સેવા નિમિત્તે સાધ્વીજીના પરિવારમાંથી બે થી ત્રણ કાણા દર વર્ષે ચાતુર્માસ સાથે રહે, એવી વ્યવસ્થા લીંબડી સંપ્રદાયના તે વખતે વિદ્યમાન શેઠશ્રી લલ્લુભાઈ મારફત થઈ ગઈ. તે મુજબ આ ચાતુર્માસમાં વિદુષી મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજીના શિષ્યા મહા. શ્રી ચંદનબાઈ આયજી તથા બા. બ્ર. આર્યાજી ઈન્દુમતીબાઈ ઠાણા ૨, ચાતુર્માસ રહ્યા અને ચાતુર્માસ શાન્તિથી પૂર્ણ કર્યું.
દર. સાયલા: સંવત ર૦૧૮ઃ ૧૬૨ સાયલા: ઠાણ, ર+૩ કુલ ઠાણા ૫
મહારાજશ્રી ઠાણા ૨, ઉપર મુજબ તથા મહાસતીજી ઠાણા ૩. પૂ. મહારાજશ્રી સ્થિરવાસ હોવાથી આ સાલનું ચાતુર્માસ સાયલામાં જ થયું અને સેવા સાથે અભ્યાસાર્થે મહાસતીશ્રી હેમકુંવરબાઈ આર્યાજી, બા.બ્ર. મહા. શ્રી પુષ્પાબાઈ આર્યાજી, બા. બ્ર. મહા, શ્રી હંસાકુમારીબાઈ આર્યાજી ઠાણ ૩ ચાતુર્માસ સાથે રહ્યાં - ચાતુર્માસ આનંદપૂર્વક પૂર્ણ થયું.
૬૩. સાયલા: સંવત ૨૦૧૯ : ઈ. સ. ૧૯૬૩ સાયલા : ઠાણા ૨, ઉપર મુજબ તથા સાધ્વીજી ઠાણા ૩, કુલ ઠાણ પ.
આ સાલનું ચાતુર્માસ પણ અહીં થયું. મહાસતીજીઓ પૈકી આ વખતે મહા. શ્રી કલાવતીબાઈ આર્યાજી, બા, બ્ર. મહા. શ્રી વિનોદિનીબાઈ આર્યાજી તથા બા.બ્ર. મહા. શ્રી વસંતપ્રભાબાઈ આર્યાજી ઠાણા ૩ ચાતુર્માસ સાથે રહ્યા. ચાલુ સાલમાં મહા. શ્રી દમયંતીબાઈ આર્યાજી પાસે વૈરાગ્યભાવે અભ્યાસ કરતાં ગંડલ નિવાસી કુરજીભાઈ ફૂલચંદ દોશીના સુપુત્રી બા.બ્ર. બેન પુષ્પાબેનની આજ્ઞા થઈ જવાથી સં. ૨૦૧૯ ના ફાગણ સુદ ૨, સેમવારના રોજ સાયલા મુકામે પૂ. મહારાજશ્રીના વરદ હરતે દીક્ષા આપી. તેઓનું શુભ નામ મહાસતીશ્રી પ્રમાદિનીબાઈ રાખવામાં આવ્યું. ચાતુર્માસ શાન્તિથી પરિપૂર્ણ થયું.
૬૪, સાયલા : સંવત ૨૦૨૦ : ઈ. સ. ૧૯૬૪ હાણ ૨+૨, સાધુ મહારાજશ્રી ઠાણા ૨, ઉપર મુજબ તથા સાધ્વીજી ઠાણ ૨.
સાધ્વીજીમાં આ વખતે વિદુષી મહાસતી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજીનાં સુશિષ્યા આર્યાજી ચંદનબાઈ મહા. તથા બા. બ્ર. આર્યાજી સરલાકુમારીબાઈ હાણા ૨, ને સેવાને લાભ મળે.
આ સાલમાં પૂજ્ય ગુરુદેવને ૮૮ વર્ષ પૂરા થયાં. એટલે કે સંવત ૨૦૨૧ ના માગશર સુદ એકમના ૮૯ મું વર્ષ બેઠું. દીક્ષા પર્યાયના ૬૪ વર્ષ પૂરા થયા હતાં.
[૧૧૮]
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org