SearchBrowseAboutContactDonate
Page Preview
Page 829
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ વિવા` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ મકાનનો ખાલી કબજો મેળવવા અથાગ પ્રયાસેા ચાલતા હતા અને ૧૯૫૮ માં મકાનનો કબજો મળ્યા. તે દરમ્યાન મકાનના પટાંગણમાં સર્વોદય હાલનું બાંધકામ-લાન લઈને શરૂ કરેલું. ઉપાશ્રય મકાનનો કબજો મળતાં માર્ચ ૧૯૫૮ માં ઉપાશ્રયનું ઉદ્ઘાટન થયું. ઉદ્ઘાટન પ્રસ ંગે પૂ. ગુરુદેવ ૫: કવિવર્ય મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ પધાર્યા. આમ શ્રી સંઘને પ્રથમથી જ પૂ. ગુરુદેવના આશીર્વાદ મળ્યા. શ્રી. સંઘે નમ્રતાપૂર્વક પૂ. ગુરુદેવને પ્રથમ ચાતુર્માસની વિનંતી કરી, જેના તેઓશ્રીએ ઉદારતાથી સ્વીકાર કર્યો. આમ શ્રી. રીવલી સંધ ૧૯૫૮નું “પ્રથમ ચાતુર્માસ” પૂ. ગુરુદેવનુ મેળવવા ભાગ્યશાળી બન્યો. પૂ. ગુરુદેવની પ્રેરક વાણી, દ્વારા આધ્યાત્મ ધર્મ સાથે વ્યવહાર ધર્મનું સમન્વય, વ્યવહારશુદ્ધિ વિગેરે ઉપર તેઓશ્રી ખાસ ભાર મૂકતા. સર્વોદય હાલનું બાંધકામ અધુરૂ હતુ. તે પૂરું કરવા શ્રી સંઘ પાસે કાંઈ ફંડ ન હતુ. શ્રી જૈન સાર્વજનિક દવાખાનું પૂ. ગુરુદેવના ઉપદેશમાં ‘જનસેવા એ પ્રભુની સેવા' એ મુખ્ય મંત્ર હતા. સમગ્રપણે માનવજાતની અને એમાંય ખાસ કરીને પીડિત માનવજાતની સેવા માટે તેઓશ્રીએ ખાસ પ્રેરણા આપી. દીનદુઃખીએ પ્રત્યે પૂ. ગુરુદેવની કરુણા દ્રષ્ટિ હતી અને તેવા માનવાને જોઈને તેઓશ્રીની આંખમાં આંસુ આવી જતા. પૂ. ગુરુદેવે સાજનક દવાખાના'ની પ્રેરણા કરી. દવાખાના માટે ફંડ એકત્ર કરી તેમાંથી અધૂરો રહેલા ‘સર્વોદય હાલ’ પૂરા કરવા અને ‘સર્વોદય હાલની આવકમાંથી દવાખાનું ચલાવવુ એવી યેાજના થઈ. ફંડ એકત્ર કરવાનું કાર્ય શરૂ થયું. પૂ. ગુરુદેવે એક મંત્ર આપ્યા હતા કે દરરાજ આછામાં ઓછા પાંચ દાતાના સપર્ક સાધ્યા સિવાય એરીવલી પાછું આવવું નહિ. કોઈ પૈસા આપે કે ન આપે પરંતુ પાંચ દાતાઓને સપર્ક થવા જોઈએ. આ ધારણે કાર્ય શરૂ થયું. અને ટૂંક સમયમાં દવાખાના માટે જોઈતા પચાસ હજાર રૂપિયાનું લક્ષ્યાંક પૂરું થઈ ગયું. પૂ. ગુરૂદેવના ચાતુર્માસ દરમ્યાન નવેમ્બર ૧૯૫૮ માં શ્રી જૈન સાર્વજનિક દવાખાનાનું ઉદ્દઘાટન થયું, અને પહેલે જ દિવસે આના આંકડા ૧૦૦ થયા, જે બતાવે છે કે આવા દવાખાનાની કેટલી જરૂર હતી. આમ પૂ. ગુરુદેવની શુભ પ્રેરણાથી પાયારૂપે આ નાનકડુ દવાખાનું શરૂ થયું. ઈ. સ. ૧૯૫૯ માં પૂ. ગુરુદેવનું ચાતુર્માસ–તબિયતને કારણે બેરીવલીના એક બંગલા-કૃષ્ણકુંજમાં થયું. આ વરસે દવાખાનામાં પેથેલેાજી વિભાગ’ તથા ‘કન્સલ્ટેશન વિભાગ ’( નિષ્ણાત ડોકટરોના આઉટડોર વિભાગ) શરૂ થયા. હવે આમાં એકસરે વિભાગ ખૂટતા હતા જે વિભાગ પણ પૂ. ગુરુદેવના અનન્ય ભકત શેઠ શ્રી અમુલખ અમીચંદ તરફથી ભેટ મલ્યા. આમ દઈના નિદાન માટેનું સંપૂર્ણ કલીનીક બની ગયું. શ્રી વર્ધમાન કલીનિક હવે ઈનડોર હોસ્પીટલ માટેની વિચારણા ચાલી. પૂ. ગુરુદેવની પ્રેરણાથી સંસ્થાના કાર્યકરશમાં અજોડ ઉત્સાહ પ્રવર્તતા હતા. સને ૧૯૭૧ માં ઈનડાર હોસ્પિટલનુ આયેાજન-કાર્ય હાથ ધરાયું. તે માટે ફંડ એકત્ર કરી શ્રી સ ંઘના મકાનના પટાંગણમાં હોસ્પિટલ માટેના મકાનનું બાંધકામ કરવામાં આવ્યુ. ૧૯૬૩ માં “શ્રીમતી નદકુવરબેન રસિકલાલ શેડ જનરલ હોસ્પિટલ”ની સ્થાપના કરવામાં આવી. ૧૦ થી ૧૫ પથારીની સગવડથી શરૂ થયેલ આ હોસ્પિટલ આજે લગભગ ૫૦ ખાટલા ધરાવતી દરેક વિભાગો સાથે સુસજ્જ હાસ્પિટલ રૂપે પરિણમી છે. આમ ૧૯૫૮ માં નાના બીજ રૂપે શરૂ થયેલુ દવાખાનુ આજે “શ્રી વર્ધમાન કલીનીક” રૂપે વટવૃક્ષ બન્યુ છે જેના કણ કણની અંદર પૂ. ગુરુદેવનું નામ ગૂજે છે. આ સંસ્થા સાનિક છે અને નાતજાતના ભેદભાવ વગર દરેકને આ સંસ્થાના લાભ આપવામાં આવે છે. દરેક વિભાગમાં લાભ લીધેલ ની એની સંખ્યા નીચે પ્રમાણે છે: [૧૪૪] Jain Education International For Private & Personal Use Only વ્યકિતત્વ દર્શન www.jairnel|brary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy