________________
પૂજ્ય ગુરુદેવ કવિઘય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કવિવર્યની જીવન કવિતા, મૃત્યુંજ્યની પૈર્ય સરિતા વિચાર -આચારની એકરૂપતા, અનુપમ અખંડ સદાય
એના ઉંડાણ નહિ મપાય.... ૯ ગુણ તમારા કેટલા ગાઉં, અલ્પમતિ કદી પાર ન પામું પુનિત પ્રેરક જીવન પ્રસંગે, યાદ આવે હૈયું લેવાય.
ખામી કદી નહિ પૂરાય... ૧૦ ગુણનિધિ શિષ્યયુગલસિંહબાલ, સુપાત્ર ચિત્તપ્રસન્ન “સંતબાલ; શિખ્યામાં ભકતે આબાલવૃધ્ધનાં, સાચા સખા જગતાત...
નવજીવન દાત્રી માત... ૧૧ અશ્વપુષ્પદાન પ્રવચનની, શ્રદધા કાવ્ય કે સત્કાર્યની અંજલિ સુભાવિત અપીએ પણ, ઋણમુક્ત ન થવાય....
સૌમાં પ્રેરક તુંહી જણાય... ૧૨ કૃપાદૃષ્ટિ અમીવૃષ્ટિ કરજે, સંસારનાં સર્વ દુઃખો હરજે; યુગયુગ અમર રહે ગુરુજી, યશગાન નિરંતર ગવાય..
જ્ઞાનગુરુનું સ્મરણ ન ભૂલાય.... ૧૩ ભાવના અમારી હે દેવના દેવ ! જન્મ-જન્મના સ્વામી ત્વમેવ રાગ-દ્વેષ અહંકારને ટાળી, “બાળ” તુંહી સાગરમાં સમાય...
તને સર્વસ્વ અર્પિત થાય.... ૧૪
ગુરુજી કયાં જઈ વસ્યા
સૂને ઉપાશ્રય સૂને પ્રાર્થના ચેક શેરીએ વ્યાપ્યો સૂનકાર રે...ગુરુજી કયાં જઈ વસ્યા.... દિલડાની વાત કયાં જઈ સાંભળીએ, કેને કરીએ પકાર રે....ગુરુજી કયાં જઈ વસ્યા.... શિષ્ય શિષ્યાઓ તરફડે ને, ઝૂરત જૈન સમાજ રે....ગુરૂજી કયાં જઈ વસ્યા.... લેતા સંભાળ આબાલવૃધ્ધની, બન્યા અદશ્ય કેમ આ જ છે....ગુરુજી કયાં જઈ વસ્યા છાયું અંધારૂં ને મનડું મુંઝાય મારું હૈયું ન રહેતું હાથ રે....ગુરુજી કયાં જઈ વસ્યા. અમૃત ભરેલા નેણુવેણુને, કયાં જઈ શોધવા નાથ રે....ગુરુજી કયાં જઈ વસ્યા. ગંગાના નીરથી એ પતિતપાવન ઉજ્જવળ અનુપમ ઉદાર રે...ગુરુજી કયાં જઈ વસ્યા. અખૂટ શાંતિ અનંત સમાધિ, પ્રેમને પારાવાર રે....ગુરુજી કયાં જઈ વસ્યા. ધન્ય માતાપિતા ધન્ય એ ધામધરા, ધન્ય ગુરુકુળ વંશ રે....ગુરુજી કયાં જઈ વસ્યા, મનુજ દેહે અવતર્યા તમે, ઐશ્વર્ય પૂર્ણ અંશ રે..ગુરુજી ક્યાં જઈ વસ્યા. મધુર વાણી મંગલ મૂરતિ સરળતા સાક્ષાત રે....ગુરુજી કયાં જઈ વસ્યા. રમે રેમે બ્રહ્મતેજ ઊભરાતું વાત્સલ્યપૂર્ણ મારે....ગુરુજી કયાં જઈ વસ્યા. વિનંતી કરું વહાલા ધ્યાન ધરે મારી અરજી સુણજો હે દેવ રે....ગુરુજી કયાં જઈ વસ્યા. અંતર કેરા મંદિરીએથી, અળગા ન થાશે દેવ રે...ગુરુજી કયાં જઈ વસ્યા. શ્રધ્ધા વિનય વિવેક જ્ઞાન પ્રેમના, દીપક કદી ન બૂઝાય રે...ગુરુજી કયાં જઈ વસ્યા... અમ જીવનની પ્રત્યેક ઝરણી, તુંહી સાગરમાં સમાય રે...ગુરુજી કયાં જઈ વસ્યા...
શ્રદ્ધાંજલિ
[૧૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org