________________
પૂજ્ય ગુરૂદેવ કાવિર્ય . નાનન્દજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જેવી ઊઠેલી વેદના જેણે ભેગવી હોય તે જ જાણે. આપણા નાગરની બહાદુરી જાણવાની અહીં જરૂર નથી પણ તેનું મને બળ કેટલું દઢ છે તેને આ સચોટ પુરાવે છે. આવી અનેક પ્રકારની યાતનાઓ પોતે જાતે ઊભી કરીને વેઠે છે અને દીક્ષા લેતાં નાગરદાસમાંથી તેઓ મુનિ નાનચંદ્રજ બને છે.
નાનચંદ્રજી મહારાજની એક સુંદર ટેવ હતી. તેઓ દિવસ વીત્યે રાતના સમૂહપ્રાર્થના રાખતા. પડછંદ કાયા અને બુલંદ અવાજ સેંકડોની સંખ્યામાં તરી આવે. તેઓ ટૂંકી નજરે જોનારા ન હતા પરંતુ વિશાળ અને વેધકદ્રષ્ટિ ધરાવતા હતા. આ કારણે તેમની પ્રાર્થનામાં જૈન જૈનતર સૌ હોંશે હોશે ભળતા. મધુરકંઠ અને વકતૃત્વશક્તિને લીધે લેકેની મેદની હકડેઠઠ જામતી. પ્રાર્થનાને નાદ જામતે ત્યારે સૌ ગુલતાન બની “એક પિતાનાં આપણે સૌ બાળક છીએ તેને સરખો આસ્વાદ સૌ સાથે મળી ચાખતાં.
જૈન સાધુઓમાં ગાંધીજીને પારખનાર ઓછા છે. અને જે ગાંધીજીને ઓળખી શક્યા તે જૈન સાધુમાં યે નાનચંદ્રજી મહારાજ ખરે છે. પિતાની દીર્ઘદૃષ્ટિના પ્રતાપે તેઓ સવેળા ગાંધીજીને કળી ગયેલાં. ગાંધીજી વિશે તેમણે સ્વયં રચેલા એક કાવ્યમાં તેઓ કહે છે –
“જગતને બોધ દેવાને, જરૂરી વાત કહેવાને લઈ સંદેશ પ્રભુજીને, અવનિમાં ગાંધીજી આવ્યા. ભૂલેલે માર્ગ બતાવવા, સત્યનાં સૂત્ર સમજાવવા
અહિંસા ઔષધિ પાવા, અવનિમાં ગાંધીજી આવ્યા." આવા વિચારેને લીધે મહારાજશ્રી તરફ આમજનતા કે ભણેલા ગણેલાં સૌ સરખી રીતે આકર્ષાતા. તેમની પાસે ધમી કે અધમીન ભેદ નહીં હોવાથી તેઓ સહેજે સૌની પ્રીતિનું પાત્ર બની જતા. મળેલા સંસ્કારને આધારે નાનચંદ્રજી મહારાજ પાસે માનવતાને સ્ત્રોત વહ્યા કરતે. તેઓશ્રી કહે છે :
ભલા છે તે ભલા રહેજે, બૂરું થાવા નહી દેજે; તમારા દુશ્મનનું પણ, ભલા થઈને ભલું કરજો. સમય સરખા નથી સહુના, સદા તડકા અને છાયા;
વખત આવ્યે જરૂર વહાલાં, ભલા થઈને ભલું કરજે.” સાદી ભાષામાં હદયના તાર ઝણઝણી ઊઠે છે. હજારે શબ્દને માનવતા ઉપર નિબંધ આ બે ચાર પંકિતમાં સમાઈ જાય છે. ત્યાં ન નાત છે-ન જત છે, ન આશા, ન અભિલાષા છે. શરત માત્ર એક જ છે, “ભલા છે તે ભલા રહેજે, – ભલા થઈને ભલું કરજે. માનવહૃદયને પિછાણવાની (માસ્ટર કી) ગુરુચાવી તમારા હાથમાં તેઓશ્રી મૂકી દે છે. આ વિશાળ ભાવનાના અર્થમાં તેઓ દેવ થયા. અંતમાં તેમને પગલે ચાલવાનું આપણને સૌને બળ મળે એજ અભ્યર્થના.
પરમ ઉપકારી ગુરૂદેવ
૪ મીરાબેન શાહ વાત્સલ્યભરી અમીરસ છલકતી આંખલડી એવા પરમ પૂજ્ય ગુરુદેવ કવિવર્ય મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબનાં સંસ્મરણો તાજા કરવાની જે અમૂલ્ય તક મને સાંપડી છે તેથી મારું હૃદય આનંદથી ઊભરાઈ જાય છે. એમનું વાત્સલ્ય, ઉદારતા, નિખાલસતા અને માતા જેવું કોમળ હદય એ બધું સંભારતાં એમની આખી મુખમુદ્રા તાદૃશ થઈ આવે છે. સવારની એમની પ્રાર્થના અને પ્રવચને આંખ સામે તરી આવે છે. એના ઉપર સરખે પ્રેમ, સૌને એમ લાગે કે આ મારા ગુરુદેવ છે !
પૂ. ગુરુદેવની ઉદારતાની શી વાત કરું ? તેઓના સાનિધ્યમાં રહેવાને કે મને તથા શ્રી મધુબેનને સને સંમરણે
[૯] For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org