________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પ્રથમ નજ
શ્રી નંદકુંવરબેન રસિકલાલ પ્રભાશંકર શેડ
ઈ. સ. ૧૯૪૪ માં પૂ. ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ ચાટીલા ચાતુર્માસ બિરાજતા હતા ત્યારે અમે મારખીથી દર્શને ગયા હતા. પ્રથમ દર્શને જ તેમનું પ્રેરક પ્રવચન માનવતાભર્યું સાંભળ્યું ને હું પ્રભાવિત થઈ ગઈ. પૂજ્યશ્રીને અમે મારખી પધારવા આગ્રહભરી વિનંતી કરી. અમારી ભાવભરી વિનતી સ્વીકારી પૂ. ગુરુદેવ મારખી પધાર્યા ત્યારે એક માસ સુધી અમાને લાભ મળ્યો. સવાર-સાંજની સાર્વજનિક પ્રાર્થનામાં હજારો લેાકેા લાભ લેતા. સવારે પ્રાર્થના પછી પ્રવચન અને બપારે તત્ત્વજ્ઞાનની ચર્ચા એમ દિવસમાં ચાર-ચાર વખત મેરીની જનતા લાભ લેતી,
ત્યારબાદ વાંકાનેર, થાન, સાયલા, જોરાવરનગર-મધી જગ્યાએ જ્યાં જ્યાં પૂ. મહારાજશ્રીનું ચાતુર્માસ થતું ત્યાં ત્યાં અમે લાભ લેવા જતા. પ્રેરક પ્રવચનો અને સત્સંગના પ્રભાવે વરસીતપ આદર્યા અને તેનુ પારણુ પૂ. ગુરુદેવના સાન્નિધ્યમાં થાય એવા મનમાં ભાવ થયા. તેથી અમે પૂ. ગુરુદેવને મુંબઈ પધારવા વિનતી કરી. મહારાજશ્રીની વૃદ્ધાવસ્થા હતી, મુંબઈ પધારવાનું કેવી રીતે બને એવી વિમાસણમાં હતા ત્યાં સદ્દભાગ્યે તે જ વર્ષે ઘાટકોપર સંઘે પણ પૂજ્યશ્રીને ચાતુર્માસ માટે જોરદાર વિનતી કરી. અને પૂજ્યશ્રી ઈ. સ. ૧૯૫૭ માં ઘાટકોપર ચાતુર્માસ માટે પધાર્યા. મારાં મનોરથ ફળ્યાં. સને ૧૯૫૮ માં અમારે ત્યાં માટુંગા-રાજુવિલામાં એમનાં પુનીત પગલાં થયાં. ત્યાં પણ સવાર-સાંજ પ્રાના, પ્રવચન વિ. ના લાકોએ ઘણેા લાભ લીધો. પૂ. મહારાજશ્રીના મતિયાનું ઓપરેશન ત્યાં જ કરાવ્યુ. એ નિમિત્તે અમેને એક મહિનાના સત્સંગનો લાભ મળ્યો તે અમારું સદ્દભાગ્ય માનીએ છીએ.
એક પ્રસંગે પૂ. મહારાજશ્રીએ દાનના પ્રભાવ અને એનુ સ્વરૂપ સમજાવતાં ટંકાર કરી કે શેઠશ્રી ! તમે આજ સુધીમાં લાખાના દાન કર્યાં છે અને તમારી સપત્તિનો સદુપયોગ કર્યા છે. (પૂજ્યશ્રીની પ્રેરણાથી મારખીના પ્લોટમાં મણિબેન પૌષધશાળા થઈ હતી) પરંતુ એ બધાં તખ્તીના દાન છે. હવે ગુપ્તદાન તરફ વળે. સમાજમાં કેટલાય કરમાયેલાં ને અવિકસિત કુમળાં છેડ છે. તેમનામાં ચેતના પ્રગટે તેવું કરી. આ પ્રેરણાથી તેમના જીવનમાં એવા પલટો આવ્યા કે તેમણે પ્રગટ દાન તો ઘણું કર્યું, સાથે-સાથે ગુપ્તદાનથી સમાજના કેટલાય કુટુબાના પોષક બન્યા. દર વર્ષે અમે મેારખી–વતનમાં જતા ત્યારે આવા સામાજિક કાર્યમાં, માનવરાહતમાં, અન્ન, વસ્ત્ર દવા વિ. માં ગુપ્તપણે વાપરતા.
પૂજ્યશ્રી બાહ્ય સાધના–તપ આદિ ક્રિયા કરતી વખતે આભ્યંતર તપ અને ધર્મસાધના માટે પણ ખાસ પ્રેરણા કરતા. મારું વરસીતપ જ્યારે પૂરું થયું ત્યારે પૂજ્યશ્રીએ મને પૂછ્યું કે ખાર મહિનાનું આવું આત્મકલ્યાણનું તપ કર્યું; ક્ષુધા સહન કરી તેા તે દરમ્યાન તમારા ક્રોધાદિ કષાયા કેટલા કૃશ થયા? જેમ વૈદ્યની ખાર માસ સુધી દવા લીધી હાય અને વૈદ્ય પૂછે કે કેટલા ફેર પડયા તેમ આ બાર માસના તપ પછી આંતરિક કેટલા ફેર પડયા ?
શેઠશ્રીને પૂ. મહારાજસાહેબ ઉપર અત્યન્ત શ્રધ્ધા અને સદ્ભાવ હતા તેથી સને ૧૯૬૦માં પૂજ્યશ્રી સાથે સકળ સંઘ સાથે સાયલાથી મેારખી સુધી પગપાળા સઘ લઈ જવાની, પગપાળે આખું કુટુબ સાથે જોડાઇ સેવાની ભાવના વ્યકત કરી પરંતુ અંતરાયને કારણે તે લાભ અમને મળી ન શકયા.
શેઠશ્રીના અન્તિમ સમયે હું અમદાવાદ હતી ત્યાં મને સમાચાર મળ્યા ને મુબઈ આવી. અચાનક અવસાનથી મને એકવાર તે સખ્ત આંચકા લાગ્યો પરંતુ ગુરુદેવના જીવન અંગેના ઉપદેશથી, અનેક વખત જીવન અને મરણનુ સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યુ હતુ તે યાદ કરી મેં આ-રૌદ્ર ધ્યાન કરવાનુ છેડી દીધુ અને બિલ્કુલ સમતા અને શાંતિભાવથી તે વિરહ વેદના સહન કરી મનને ધર્મધ્યાનમાં પરોવ્યું.
શેઠશ્રીના અવસાન પછી ત્રીજે જ દિવસે માં વાળવાની રૂઢિને મે તિલાંજલિ ગઈ અને મનને ધર્મભાવના–એકત્વ-ભાવના તરફ વાળ્યું. આ અમારા ભકિતભાવપૂર્વક કોટિ કોટિ વંદન છે.
[૮૦]
Jain Education International
For Private
આપી ઉપાશ્રયે પ્રવચન સાંભળવા બધા પ્રતાપ પૂ. ગુરુદેવના છે. આવા ગુરુદેવને
Personal Use Only
વ્યકિતત્વ દર્શન
www.jainelibrary.org