SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ વિદ્યય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ તા ગાનામ ધર્મ ન ચ મે પ્રવૃત્તિ, જ્ઞાનામિ શ્રધર્મ 7 7 મે નિવૃત્તિ જેવી પુરુષાર્થહીન પ્રકૃતિ જોઈને તેમને વધુ ઉપદેશ આપવાનુ હવે બહુ મન થતું નથી. માટે મારા વખતની ચિન્તા કર્યા વિના તમે વાત ચાલુ રાખો. એમ કહીને મારી વાતા કે પ્રશ્નો સાંભળી લઈને તેઓ આદિવાસીઓની પ્રગતિ અંગે માર્ગદર્શન આપતા રહ્યા. તેમના સુશિષ્ય મુનિશ્રી સંતબાલજી ધર્મદૃષ્ટિએ સમાજરચના’ની જે ભન્ય વાત વર્ષોથી સમાજ સમક્ષ મૂકે છે તેના પાયામાં તેઓશ્રીની આશા ગામડુ છે કે જયાં મુખ્યત્વે આદિવાસીઓ કે તેમના જેવા નિરક્ષર અને ગરીબ લોકો વસે છે. પૂ. મહારાજશ્રીને આ‘ગામડાં’માંથી શ્રધ્ધા (જે વિશ્વવા-સભ્ય પાક્ષિકમાં ‘ઘર અને ગામડુ' નામની કોલમ દ્વારા હંમેશા વ્યકત થયા કરે છે) તેમના પૂજ્ય ગુરુદેવના સાન્નિધ્યમાંથી તેા નહીં સાંપડી હેાય ? કે બન્નેએ ગાંધીયુગમાંથી ઝીલી હાય અથવા લાકસ'પર્કમાંથી પણ પ્રાપ્ત કરી હાય. દેશકાળ પ્રમાણે વ્યકિત કે વર્ગની ઉન્નતિ માટે તેની સાથે કઈ રીતે કામ લેવું તેની પૂજ્યશ્રીમાં અનેાખી વ્યવહારિક સૂઝ હતી. દા. ત. ઉપરના વાર્તાલાપમાં આદિવાસીઓની ઉન્નતિ માટે તેએશ્રીએ મને સલાહ આપેલી કે મારે આદિવાસીઓને માંસ મચ્છી ન ખાવાનું કે મધપાન નહીં કરવાનું વ્રત આપવું પરંતુ તેમની સ્થિતિ અને સજોગો જોતાં બટાકા—કઈં ન ખાવા કે ચા ન પીવી વગેરે વાતો તેમની સમક્ષ મૂકવી નહી. જૈન શ્રમણની ચર્ચામાં થોડા ફેરફાર સાથે દીક્ષા લેવામાં એક ભાઈને રસ હતા. તેમના વતી પૂજયશ્રીને મેં વાત કરી. તેઓશ્રીનું કરૂાળુ હૃદય વ્યકિત જો સન્માર્ગે આગળ વધતી હોય તે વધુ અને વધુ ઉદાર બનવા તૈયાર જ હતું. પૂજ્યશ્રીએ સલાહ આપી કે તે ભાઈ પોતે નિણૅય કરે કે પાંચ મહાવ્રત ઉપરાંત જૈનમુનિનાં આચારના કયા કયા નિયમાન તે અંગીકાર કરશે અથવા નહી કરે. આટલા નિર્ણય કર્યા બાદ તે ભાઈ ભલે સ્વતંત્ર સાધુ તરીકે દીક્ષિત થાય, (તે ભાઈની કોઈ ના પર પરાથી શિષ્ય નડ્ડી એવા સ્વતંત્ર સાધુ થવાની ઇચ્છા હતી) અમે તેને અમારા આશીર્વાદ અને ટેકો જાહેર કરીશું. તે ભાઈના વિચારોની વધુ વિગત જાણી ત્યારે તેઓશ્રીએ એ પણ સૂચવ્યું કે આ જાતના નિયમેથી તે પોતે ‘જૈન તિ’ થવું વધુ સારૂ રહેશે. પૂર્વે તિ સંસ્થા હતી જ; કાળબળે તેના લેપ થયા છે તે તે સસ્થા આ ભાઈ ના પ્રવેશથી ચાલુ કરી દઈએ. યતિ સંસ્થાના તેઓને સહુ પ્રથમના યતિ જાહેર કરીએ. અલબત્ત, પોતાના સજોગોમાં આ ભાઈ પછી આ બાબતમાં આગળ વધ્યા નડ્ડી પરંતુ આ પ્રસંગ નિમિત્તે એ સ્પષ્ટ જોઈ શકાયું કે પૂજયશ્રીને વ્યકિતના કલ્યાણમાં જ રસ હતા, તે માટે મુમુક્ષુએ પોતાના જ શિષ્ય થવુ જોઈએ એવી તેમનામાં જરા પણ ગુરુગ્રંથી ન હતી; શિષ્યા કરવાનો તેમને જરા પણ મેાહ ન હતા, કે અનુયાયીઓ બનાવવાના પણ તેમને કોઈ શોખ કે આગ્રહ ન હતા. આમ છતાં ત્યાગે તેની આગે એ નિયમ મુજબ તેએશ્રી અનુયાયીઓથી સદાય ઘેરાયેલાં જોવા મળતાં. પરંતુ જોનાર જોઈ શકતા કે સમાજમાં રહેવા છતાં, ‘ એકાકી વિચરતા વળી સ્મશાનમાંની ભાવપ્રધાન મુદ્રા ધારણ કરીને રહેલાં, પ્રાણીઓ વચ્ચે રહેતા એકાકી સિંહ જેવા તે વીર સાધક હતા. પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ શ્રમણજીવનરૂપી સિકકાની જાણે એ બાજુએ જ હોય તેમ તેમના શ્રમણજીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિના અદ્ભુત સમન્વય જોવા મળતો. આના તત્કાલિન પ્રતિક એવા શ્રી ગાંધીજી અને શ્રી અરવિંદ–એ બન્નેમાં તેમને સરખા જ અને ઘણા જ રસ હતા. તેઓશ્રીના ચક્ષુમાં ‘ધ્યાન’ (Meditation) હતુ તે હસ્તમાં નિષ્કામ કરુણાપ્રેરિત પ્રચંડ કમ ની ધૂન પણ–સેવાકાર્યની ચળ પણ–ઘણી જ હતી. તેમના જમાનાના ચૂસ્ત સાંપ્રદાયિક વાતાવરણમાં અંગ્રેજ શાસનની ગુલામીની આબેહવામાં એક જૈન સાધુનું આવુ દર્શન અને એ દર્શનપ્રેરીત તેમની અનેકવિધ સમાજ અને રાષ્ટ્રસેવાની પ્રેરક, પરોક્ષ કે પ્રત્યક્ષ પ્રવૃત્તિએ તેમને મહાન ક્રાંતિકારી જૈન સાધુ માનવતાના મહાન પુરસ્કર્તાની હરોળમાં યોગ્ય રીતે જ સ્થાપી દે છે. અનેક મહાપુરુષોની જયંતી ઉજવાય છે એવા મહાપુરુષામાંના કેટલાક રાજકારણના ક્ષેત્રમાં કે સત્તા પર હોય છે, જેમ આજના અખબાર ખીજે દિવસે પસ્તી બની જાય છે તેમ આવા માણસે સત્તા પરથી ખસી જતાં તુરત તેમની સ્મૃતિ-કીર્તિ ઘસાઈ જાય છે. સામાજિક, સાહિત્યિક, કલા કે વિજ્ઞાન ક્ષેત્રે ચમકનારા વ્યકિત વધુ યાદ રહે છે. પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રે પ્રદાન કરનાર પુરુષ તે શાશ્ર્વત કીર્તિને વરે છે. કેમ કે આધ્યાત્મિક જીવનના મૂલ્યો અચળ, શાશ્વત હાય છે અને તેથી માનવજાતને તેની ઉપયોગીતા સદાય રહેતી હાવાથી, તેમાં માર્ગદર્શક બનનાર વિભૂતિ માનવની હંમેશની યાદ અને ઉપાસના-ભકિતનો વિષય બની જાય છે. તેથી હજારો વર્ષ વીતવા છતાં તેવા જ્યોતિ રાની જન્મજયંતી જગત ભકિતપૂર્વક ઉજજ્યેજ જાય છે, કાળ તેમની સ્મૃતિને ભૂસી શકતા નથી. ઊલટો કાળના પ્રસાર તેમની સ્મૃતિને વધુ [૬] Jain Education International For Private Personal Use Only વ્યક્તિત્વ દર્શન www.jaine||brary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy