________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
વિષે બધી રીતે જાણનારા મારા સ્નેહી આગળ વાત કરતાં મેં જે કહ્યુ, તે એ લોકોને ગમ્યુ તેથી મારા વિશ્વાસ વધ્યા. મેં કહ્યું ઃ- “આપણી સંસ્કૃતિમાં અથવા બધી જ સસ્કૃતિમાં ગુરુભક્તિ અને ગુરુનિષ્ઠાનું માહાત્મ્ય સ્વીકારાયેલું છે. અનુભવી ગુરુ જે કાંઇ કહે તે જ ધર્મના સાચા સિદ્ધાંત અને તે જ યાગ્ય સાધના; એમ માનીને ચાલવું. આપણે ભાગે જે ગુરુ પ્રાપ્ત થયા, આપણને મળ્યા, તેની મારફતે જે કાંઇ જ્ઞાન, સૂચનાઓ અને પ્રેરણા મળે, તે ઈશ્વરે જ આપણને માટે મેાકલી છે; એમ સમજીને ચાલવુ. ઈશ્વર ભકિત કરતાં આપણી ગુરૂભકત જરાય ઓછી ન હેાય તે આપણા ભાગ્યમાં હશે તે બધુંયે ગુરૂ મારફતે જ મળવાનુ છે. એટલા વિશ્વાસ રાખી ચાલવું એમાં જ આપણું સમસ્ત કલ્યાણ છે એવી શ્રદ્ધા હાવી જોઇએ. “ વા તિર્થયા તેને તથા ગુણૈ” એ સૂત્રમાં બધું આવી જાય છે.
મુનિશ્રી નાનચંદ્રજીમાં આવી ગુરુભકિત તે હતી જ પણ એમનામાં જે શિષ્યનિષ્ઠા જ કહી શકાય.
વિશેષતા હું જોઈ શકયો. એને
મુનિ સંતબાલજી, પોતાના શિવલાલ નામથી ગુરુની સેવામાં પહોંચી ગયા. શિવલાલની યોગ્યતા જોઇ, એને જે આપવા જેવું લાગ્યુ, તે બધું નાનચંદ્રજીએ આપી દીધુ. પછી જોયું કે આ શિષ્ય એક સ્વતંત્ર સાધકભકત છે. જે જ્ઞાન મળે છે, તે પોતાની શ્રધ્ધા ઉપર કસીને જુએ છે. આ શિષ્યમાં કેવળ જિજ્ઞાસા નથી, પણ સાક્ષાત્કારની ભૂખ છે અને એ ભૂખ તૃપ્ત કરવા માટે જીવન અર્પણ કરવાની તમન્ના પણ છે.
બસ આટલુ જોયુ અને ગુરુમહારાજે આવા ચાગ્ય શિષ્યની સ્વતંત્રતાની કદર કરી. એને ત્યાગ ન કર્યો. શિષ્યે પોતાની સાધના પોતાની ઢબે ખીલવી અને ગુરૂમહારાજ એને અનુકૂળ થયા. આને હું શિષ્યનિષ્ઠા કહું છું. શિષ્ય પોતાની આધ્યામિક–સાધનાના વિકાસના પ્રયાગે અજમાવતા જાય અને ગુરુ નાનચંદ્રજી એને અનુકૂળ થઈ મદદ કરતા જાય–આને જ હું શિષ્યનિષ્ઠા કહું છું. સંતબાલજીમાં ગુરુભકત એછી ન હતી. પણ એની સાથે પાતાને રસ્તે જવાના આગ્રહ પણ હતા. એની કદર કરી મુનિ નાનચંદ્રજી અનુકૂળ થયા. એવા ગુરુને દાખલા મે તે ખીજો જાણેલા – જોયેલા યાદ નથી. સાધકમાં પરંપરા તત્પરતા પણ હાવી જોઈએ. તેા જ ઈશ્વર તરફથી મળેલુ વ્યકિતત્વ' કૃતાર્થ શઈ શકે. આ વાત ગુરૂએ સ્વીકારી. (મહારાષ્ટ્રમાં જનાઈન-સ્વામીના શિષ્ય એકનાથની બાબતમાં પણ આમ જ થયું હશે !) પણ મુનિ નાનચંદ્રજીની શિષ્યનિષ્ઠા અદ્ભુત હતી એ તરફ્ જ, સહુથી પ્રથમ મારું ધ્યાન ગયું છે. હવે એ દિશામાં વધારે ચિંતન કરી શકાશે.
જાગૃતિ
૫.
બેચરદાસજી દોશી
મારા સ્નેહી મિત્ર શ્રી સતબાલજીએ પત્ર લખીને મને જણાવેલ છે કે તેમના ગુરુશ્રી નાનચંદ્રજી સ્વામીની શતાબ્દિ અંગે એક સ્મૃતિગ્રંથ તૈયાર થઈ રહ્યો છે તેમાં મારે પણ કાંઈક લખવું. મારો પરિચય થાડા ઘણા શ્રી સંતબાલજી સાથે ખરે પણ તેમના ગુરુજી નાનચંદ્રજીસ્વામી સાથે તેા મારા નજીવા પરિચય છે. તે પણ જ્યારે શ્રી નાનચંદ્રજી સ્વામી અમદાવાદમાં ચામાસા માટે પધારેલા ત્યારે કોઈ કોઈ વાર તેમને સમાગમ મેળવવા હું તેમની પાસે જતા પણુ આ વાત ઘણા વરસ પહેલાંની કહેવાય એટલે એ ઘણી ઝાંખી થઈ ગયેલી વાતને ખૂબ સંભારૂ છુ તો પણ ખરાખર આકાર પકડતી નથી. તેમ છતાં શ્રી નાનચંદ્રજીસ્વામી પૂ. ગાંધીજીના સર્વોદયના વિચારોના સમર્થક હતા. એટલું જ નહી, તેઓએ એ વિચારાને અનુસરીને ક્રિયામાં પણ મૂકેલા. એટલે તેએ નખશિખ શુધ્ધ હાથે કાંતેલ સુતરમાંથી હાથે જ વણાએલી ખાદીનાં જ વસ્ત્રો વાપરનારા મુનિજન હતા. એ જમાનામાં અહિંસા નામના મહાવ્રતને પાળનારા હોવા છતાંય કોઈ વિરલ મુનિ જ ખાદીના ઉપયોગ કરનારા હતા. ખરી રીતે તે પ્રાણાતિપાત વિરમણ નામના મહાવ્રતને પાળનારા ખાદીધારી જ હાવા જોઇએ. પણ એ વ્રતના ધારક હોવાનો દાવેા કરનારા પણ મુનિએ એ વ્રત વિષે વિશેષ જાગૃત ન હોવાથી ખાદી પહેરવાથી હિંસાનો દોષ લાગે છે એવું પણ માનનારા હતા. અને વર્તમાનમાં પણ મોટે ભાગે એવા જ મહાનુભાવ મુનિએ વિદ્યમાન છે.
[૬૦]
Jain Education International
For Private & Personal Use Only
વ્યકિતત્વ દર્શન
www.jainellbrary.org