________________
પૂર 0 રૂa slcuથે પ, નાનજી મહારાજ જન્મશતાGિ
થાય છે કવિ ૫ નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગણ,
પણ કરતા અને વિરાચ સિંચન કરી પ્રેરણા આપતા. કચ્છ રામાણિયા ગામે મુનિસમેલન થયું ત્યારે પણ ઘણા સંતો ભેગાં થયેલા ને સારામાં સારી સધુ સમાચારીની કલમે ઘડી હતી.
ત્યાર પછી સં. ૨૦૦૮ની સાલે મુનિપણામાં તેમને અતિનિકટને પરિચય થયું. સુરેન્દ્રનગરમાં તે વખતે કચ્છસૌરાષ્ટ્ર અને ગુજરાતના સાધુઓ પૃ. કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજને નેતૃત્વમાં એકત્ર થયેલ. સમાજની એકતા માટે તેમને ઘણી ધગશ હતી. તેઓશ્રી ઉદાર, વિચારક અને ગાંધીવાદી સિદ્ધાંતપ્રેમી સંત હતા. તેમના કાર્યો આજે પણ સંતશિષ્ય’ના ઉપનામથી ગુજરાતના ભક્તહૃદયમાં ગૂંજી રહ્યા છે. આટલા સમર્થ જ્ઞાની છતાં જરા પણ ઘમંડ નહીં. સૌરાષ્ટ્રના કેશરીસિંહ સમાન સંતને હજી પણ તેમના અનુરાગી ભકતજને સદૂભાવપૂર્વક યાદ કરી રહ્યા છે. અંગ્રેજીમાં કહેવત છે કે
The life of the great men all remind us
we can make our lives sublime. મહાપુરૂષેનું જીવન આપણને પ્રેરણા પિયૂષનું પાન કરાવે છે. તેમના જીવનમાંથી સગુણો લઈને આપણે આપણા જીવનને મહાન બનાવી શકીએ. એ મહાન ગુરુદેવના સુશિષ્યો-સુશિષ્યા. પં. ચુનિલાલજી મ. (ચિત્તમુનિ) મુનિશ્રી સંતબાલજી તથા મહાસતીજી દમયંતીબાઈ વિનંદિનીબાઈ આદિ પૂ. ઉપકારી ગુરુદેવના અધૂરાં કાર્યોને પૂર્ણ કરવા પ્રયત્નશીલ છે. આ તબકે એ “સંતશિષ્ય પૃ. કવિવર્ષ નાનચંદ્રજી મહારાજને વિનયભાવે વંદન કરીએ છીએ.
સંતશિષ્યની સંયમ, સેવા, સાહિત્ય અને સંગીત સાધનાની સિદ્ધિઓ
- પ. મુનિશ્રી અમીચંદજી મ. બોટાદ
પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ “સંતશિષ્યના પુનીત દર્શન અને પ્રવચનપ્રસાદીને લાભ પ્રથમ લીબડીમાં સ્વ. શ્રી મનહરલાલજી મ. ની દીક્ષા પ્રસંગે મળે, ત્યારે હ અપ્રગટ વિરાગી સંસારાવસ્થામાં હતું. તે વખતે તેઓશ્રીએ મૂર્તિ પૂજક છાત્રાલયમાં આપેલ પ્રવચનમાં “ત્યાગનું મહત્ત્વ, અંતરની ઉજ્જવળતા અને નિયમની નિષ્ઠા ઉપર સુંદર અને સરળ શૈલીમાં બોધ ફરમાવેલ. તેઓશ્રીના પ્રવચનમાં એક મેગી જેવી મસ્તી તરી આવતી હતી. તેઓશ્રીના પુનીત દર્શન, પ્રવચન અને સહવાસને લાભ ફરી વખત સુરેન્દ્રનગર સાધુ સમેલન વખતે થયેલ ત્યારે પણ તેઓ સમેલનના પ્રવર્તક અને નિયામક હતા. તેઓએ દંભ અને આડંબરથી દૂર રહી ખુલ્લા હૃદયે સમેલનને સફળ બનાવવા અથાગ મહેનત કરી હતી અને મુનિરાજોની વિચાર-વિનિમયની સભામાં પિતાની નિર્દભ માન્યતા રજૂ કરી હતી. સંયમ સાધનાને સફળ બનાવવા સામાજિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ રજૂ કરતા હતા. તે વખતે સાગર જેવા ગંભીર અને ઊંડા વિશાળ હૃદયવાળા મુનિપુંગવેને હું અપમતિ કયાંથી અવગાહી અને માપી શકું?
| મુનિ સંમેલનમાં હાજરી આપવા તેઓશ્રીના વ્યવહારકુશળ સુશિષ્યશ્રી ચુનીલાલજી મ. (ચિત્તમુનિ) સાથે સુરેન્દ્રનગર પધાર્યા. તે વખતે સંમેલનને સફળ બનાવવા સ્વરચિત ભજન-કાવ્ય ગુરુશિષ્યની એ બેલડીએ કેટલી મધુર વાણીએ ગાઈ સંભળાવ્યા અને કેવી સુંદર પ્રેરણા અને ભવ્યભાવનાઓથી રજૂ કર્યા હતા, તે આજે પણ હદયમાં ગૂંજે છે. ત્યાર પછી જોરાવરનગરમાં અમારા દાદા ગુરુદેવ પૂ. શ્રી માણેકચંદજી મ. સાથે ચેડા સમય માટે તેમને સમાગમ થયેલ. તે વખતે અનેક ગંભીર ગૂંચવણભરેલા પ્રશ્નો ઉપસ્થિત થતા પણ તેઓશ્રી ગરૂડ જેવી દીર્ઘદૃષ્ટિથી સરસ રીતે પતાવતા ત્યારે તેમની સંતપ્રતિભા દેખાઈ આવતી. તેમની સમતા, નીડરતા અને સજાગતા અપ્રતિમ હતા.
એક વખત પૂ. ગુરૂદેવ લીંબડીમાં પગની સારવાર કરાવી રહ્યા હતા. મને વ્યાખ્યાન માટે મમતાભરી આજ્ઞા કરી. તે વખતે વનિવર્ધક યંત્ર (માઈક) ના ઉપગ બદલ ખૂબ ચર્ચા ચાલેલી. સાગરસમાં મુનિરાજે મને પૂછયું કે તારે આમાં
વ્યકિતત્વ દર્શન For Private & Personal Use Only
[0]
www.jainelibrary.org
Jain Education Interational