SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિત્ર પં. નાનત્રીજી મહારાજ જન્મશતાહિંદ સ્મૃતિગ્રંથ ગુરુદેવ ભારતભૂષણ શતાવધાની પૂ. રત્નચંદ્રજી મહારાજ જાણે સગાં સહોદર ભાઈઓ હોય તેટલ નિટ, તેટલી બને વચ્ચે આત્મીયતા હતી. તેઓ બને સંપ્રદાયના અનેક કાર્યોમાં પરસ્પર સલાહ લેતા. વર્તમાનમાં શ્રી ચિત્તમુનિ (ચુનીલાલજી મ.) હજી તેમની પાટ પરંપરા સાચવી રહ્યાં છે. શ્રી સંતબાલજી (સૌભાગ્યચંદ્રજી મહારાજે) જૈન સાહિત્યની અપૂર્વ સેવા કરી છે અને આજે પણ માતા જેવું વાત્સલ્ય ધરાવનાર પિતાના ગુરુને તેઓ પ્રત્યેક ક્ષણે સંભારે છે. તેઓશ્રીએ સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મુંબઈ અને ઉત્તર ભારતમાં ઠેઠ આગ્રા સુધી વિકાર કર્યો હતો. એમના તરફ જૈન અને જૈનેતર બધા લોકે ભેદભાવ વિના ભકિત રાખતા હતા. તેઓ શાસ્ત્રના મહાન પંડિત હતા. તેઓ કયારેક પિતાની ભૂલ થઈ ગઈ હોય તે પણ કબૂલ કરે એવા સરળ અને નમ્ર સ્વભાવી હતા. શ્રી સંઘમાં કલહ હોય કે ખટપટ હોય તે તેને દૂર કરવાની કુનેહ તેમનામાં અપૂર્વ હતી. જ્યારે તે વખતના સાંપ્રદાયક કટ્ટરતાથી તેરાપંથી સમુદાયે સૌરાષ્ટ્રમાં સ્થાનકવાસી સંપ્રદાય પર આક્રમણ કરવા પ્રયત્ન કર્યો હતો ત્યારે કરવય શ્રી નાનચંદ્રજી મહારાજે સૌને જાગૃત કરી દીધાં હતાં. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે એમને ગાઢ પરિચય હતો. ગાંધીજીના અનેક અનુયાયિઓ તેમની મુક્તક પ્રશંસા કરતા. હાલ વર્તમાનમાં જ્યારે સાધુસંસ્થાને અનેક પ્રકારે પ્રતિષ્ઠાને હાનિ કરે તેવાં આક્રમને સામને કરવો પડે છે, શિથિલાચાર વિરોધી શ્રાવકસભાઓ ભરવામાં આવે છે, નાની-નાની બાબતમાં સમાજમાં મતભેદ ઊભા થાય છે ત્યારે કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ જેવા મધુરભાષી સ્થવિરની ખેટ આપણને ખૂબ જ જણાય છે. બોરીવલીમાં રૂા. અગિયાર લાખને ખચે બંધાયેલ જ્ઞાનનગર કવિવર્યશ્રી નાનચંદ્રજી મહારાજની સ્મૃતિમાં બંધાયેલ છે. તેમાં હોસ્પિટલ પણ ચાલે છે. તેમના ભકતે આજે પણ તેમના સ્મરણથી ગદ્દગદિત થાય છે. કવિવર્યશ્રી નાનચંદ્રજી મહારાજની શિષ્યાઓને સમુદાય આજે પણ શ્રમણસંઘની શોભામાં વધારો કરે છે. કવિવર્યશ્રીની સ્મૃતિમાં તેમના વતન સાયલામાં તેમના ભક્તોએ રૂપિયા ત્રણ લાખના ખર્ચ પ્રાથમિક સ્કૂલ બંધાવેલ છે, જેમાં આજે પણ સેંકડોની સંખ્યામાં આસપાસના ગામના બાળકો શિક્ષણ મેળવી રહ્યાં છે. જે કોઈ તેમના પરિચયમાં આવતું તેમના પર તેઓ કાયમી પ્રભાવ પાડી દેતા હતાં. માનવસેવા અને સંઘસેવા એ તેમના જીવનના મુખ્ય મંત્ર હતા, છતાં યે તેઓ આત્મધ્યાનમાં સદાય તલ્લીન રહેતા. સામાન્ય દોષ દૂર કરવાના ઉપદેશની સાથે સાથે તેઓ હંમેશા શ્રોતાવર્ગને આત્મકલ્યાણને સ્વસ્વરૂપની પ્રાપ્તિને ઉપદેશ આપતા હતા. પ્રાર્થના મંદિર અને બીજી અનેક પુસ્તિકાઓ રૂપે પ્રગટ થયેલી ભજનાવલીએ હજીએ આપણને તઓશ્રાના પ્રભુભકિત અને કાવ્યશકિતને સુંદર પરિચય આપે છે. “માનવતાનું મીઠું જગત’ જેવા અનેક પુસ્તકમાં તેમણે પિતાની કલ્પનાનું જગત વાચકવર્ગ સમક્ષ ખડું કરી દીધું છે. કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ આપણા સંઘના રત્ન અને શોભારૂપ હતા. એમની ગેરહાજરી આપણને અનેક પ્રસંગે વિરહવ્યથારૂપ બની પુનિત સ્મરણ કરાવે તેમાં જરાયે આશ્ચર્ય નથી. સાયલા સંતની ચરણુસેવા ૪ શ્રી હીરામુનિ “હિમકર મારવાડી પરમશ્રધેય સંત ભગવન્ત શ્રી નાનચંદજી મ. સા. ની સ્મૃતિ અમર બની ગઈ. મારા પૂ. ગુરુદેવ સ્વ. શ્રી તારાચંદજી મ., શ્રી પુષ્કરમુનિજી મ. ઠા. ૯ મુંબઈથી વિહાર કરી કાઠિયાવાડમાં સાયલા ગામે પધાર્યા હતા. વિ. સં. ૨૦૦૫ ની વાત છે. સાયલાના સર્વ સંતે એક સાથે બિરાજમાન હતા. આહાર-પાણી-વ્યાખ્યાન બધું સાથે જ, તેઓ ખરેખર વાણીના સ્વામી-વકતા અને કાયિાવાડના સાચા અને યથાર્થ વાચસ્પતિ સંત હતા તે પણ તેમને ઉપાધિઓની ભૂખ નહોતી. તે મહામુનિને આત્મજ્ઞાનની ભૂખ હતી. ‘ઉદ્રિએ ને પમાયએ સાધના જીવનમાં પ્રારંભથી જ આ મંત્રની સાધના સંસ્મરણ [૧૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy