________________
પૂજ્ય ગુરૂદેવ વિવા` પં. નાનઅદ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
શ્રી નાનચંદ્રજી મ. સફળ કવિ હતા. તેમણે કોઈ મહાકાવ્યની રચના કરી હોય એવું મારા ખ્યાલમાં નથી, પરંતુ તેમણે વિવિધ વિષયા ઉપર જુદી – જુદી રાગ – રાગણીઓમાં મહાવિ સૂરદાસની જૈમ ભજનો અવશ્ય બનાવ્યા હતા. આજે જરૂર છે તેમના સંપૂર્ણ કવિતા સાહિત્યની અન્ય ગુજરાતી ભાષાના કવિએ સાથે તેમજ ઈતર ભાષાના કવિઓ સાથે તુલના કરવાની, જેથી તેમના કવિત્વનું યથા મૂલ્યાંકન થઈ શકે. જૈન શ્રમણ હાવાને લીધે તેમની કવિતામાં શાન્તરસની પ્રધાનતા છે. અનુપ્રાસ, યમક આદિ અલંકારોની છટા પણ યત્ર-તંત્ર દર્શનીય છે.
કવિ નાનચંદ્રજી મ. સ્વભાવથી દયાળુ હતા. તેએ દયાના દેવતા હતા. કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક પર દયા કરવી તે તેમના સ્વભાવ હતા. તેમનુ હૃદય નવનીતથી પણ વિલક્ષણ હતું. નવનીત સ્વતાપથી દ્રવિત થાય છે. પરંતુ તેઓ સ્વતાપથી નહિ, પરતાપથી દ્રવિત થતા હતા. જેને લીધે તેમની સાધુતા જ્યોતિર્મય બની હતી. માનવતાના તે ગૌરીશંકરનું માનવું હતું કે યા સાધનાનું નવનીત છે, કરુણાની નિર્મળ ધારાથી જ સાધનાની ભૂમિ ફળદ્રુપ બને છે. દયા નદીના તીરે જ સદ્ગુણાના કલ્પવૃક્ષ ફળે છે, ફૂલે છે, તેથી તેમણે એવી અનેક સંસ્થાઓ સ્થાપિત કરી કે જેથી અનેક ગરીમ પરિવારોનું પોષણ થાય અને તેઓ પોતાનુ જીવન સુખપૂર્વક ચલાવી શકે.
કવિવર્ષ નાનચંદ્રજી મ. સાથે ધર્મ, દર્શન, સાહિત્ય, સંસ્કૃતિ, સંગીત, કાવ્ય, અધ્યાત્મ, ચોગ વિગેરે અનેક વિષયા ઉપર મારી ચર્ચાઓ થઈ જેથી મને એવો અનુભવ થયા કે તેઓશ્રીનું અધ્યયન ગભીર છે. તેઓશ્રી પ્રત્યેક પ્રશ્નના ઊંડાણ સુધી પહોંચી ચિન્તન કરતા હતા. વાર્તાલાપના પ્રસંગમાં મેં જિજ્ઞાસા પ્રસ્તુત કરી કે સક્ષેપમાં અનેકાન્તવાદ શું છે ? તેએએ સમાધાન પ્રસ્તુત કરતાં કહ્યું અનેકાન્તવાદ સમતાનું દર્શન છે, સત્યની અન્વેષણા છે; જેમાં વિવાદ નથી સમન્વય છે. વસ્તુમાં અનન્ત ધર્મો છે. તે અનન્ત ધર્મોનુ અપેક્ષાષ્ટિથી કથન કરવુ તે અનેકાન્તવાદ છે. અનેકાન્તાષ્ટિ એવી સંજીવની છે કે જેના સ્પર્શમાત્રથી મિથ્યાદર્શન પણ સત્યદર્શન બની જાય છે.
મેં પૂછ્યું-ધ્યાન શું છે ? તેમણે કહ્યુ-ધ્યાન એ ચિત્તની નિર્વિકલ્પ અવસ્થા છે જેમાં કોઈ પણ વષયમાં મન હાતુ નથી, મન અંતરાભિમુખ બની વિકલ્પ રહિત બની જાય છે. ધ્યાન એક એવી અલૌકિક મસ્તી છે કે જે પ્રાપ્ત કર્યા પછી ‘પર’ના આધ રહેતા નથી. સાધનામાં સૌથી મેાટી મુશ્કેલી છે મનની ચંચળતા, તેને જ સર્વપ્રથમ દૂર કરવાની હાય છે. તેથી શ્રીમદ્ રાજચન્દ્રે પણ કહ્યુ છે—
‘બીજી સમજણ પછી કહીશ જ્યારે ચિત્ત તમારુ સ્થિર થશે.' વસ્તુતઃ ધ્યાન શબ્દોનો વિષય નથી. તે શબ્દાતીત અનુભૂતિ છે. ધ્યાનને ધ્યાનથી જ જાણી શકાય છે.
કવિ નાનચંદ્રજી મહારાજનુ જીવન ગુણાનો ભંડાર હતું. મારી દૃષ્ટિએ તેમનામાં ત્રણ મુખ્ય ગુણા હતા. પહેલા ગુણુ-તે ભારે સાહિસક હતા. તેમને કોઈનો પણ ભય ન હતા. જેને તેઓ ઠીક માનતા તે કાર્ય કરવામાં કચિત્ માત્ર પણ સંકોચ કરતા ન હતા. ખીજો ગુણ-તે જવાબદાર વ્યકિત હતા. કોઈના પણ વિશ્વાસઘાત કરતા નહોતા. ભલે બાળક હોય, વૃદ્ધ હોય; જે કહી દીધું તે કરીને બતાવતા. ત્રીજો ગુણ હતા—તેઓ ભારે પરિશ્રમી હતા.
કવિ નાનચંદ્રજી મ. શું હતા તેને વ્યકત કરવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી, કોઈ ઉપમા નથી. તે પેાતાના ઢંગના અનૂઠા હતા, અદ્ભુત, અનુપમ અને અસાધારણ હતા. હું તેમના શ્રીચરણામાં ભાવભીની શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. તેમનું ઉજ્જવળ જીવન મને સતત પ્રેરણા આપતુ રહે અને હું મારા કર્ત્તવ્ય પથ પર નિરન્તર આગળ વધતા રહું એ જ મંગળકામના.
સ્વ. કવિવ` પૂજ્યશ્રી નાનચંદ્રજી મહારાજના મધુર સંસ્મરણા
પ.... મુનિશ્રી નેમિચદ્રજી મ.
સ્વ. કવિવર્ય પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ સ્વ-પર કલ્યાણની સાધનાના પક્ષપાતી શ્રમણશ્રેષ્ઠ હતા. સમાજમાં પ્રચલત કુરુઢિએ અને કુપ્રથાઓને કારણે થનારી આત્મહત્યા, અન્યાય, અત્યાચાર વિ. ના પૂર જોઈને તેમના આત્મા
સ સ્મરણા
[૧૩]
Jain Education International
www.jainelibrary.org
For Private Personal Use Only