________________
bપય ગુરૂદેવ ફવિવય ૫. નાનય દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ધમધમી ઊઠે છે. એકદમ ઊભા થઈ પુત્રને એક તમાચે ચેડી દે છે અને જોરથી બોલી ઊઠે છે. “અરે નાલાયક, તે આપણુ ફર્મનું નામ ડુબાવ્યું છે. તે ગરીબ ભારતવાસીની સાથે શેર છેતરપીંડી કરી છે. કુદરત તને નહીં જ માફ કરે.!”
“પિતાજી, મારો લેશ પણ અપરાધ નથી. મને માફ કરે. મેં તેની પાસે સત્ય હકીકત તે સર્વ પ્રથમ રજૂ કરી હતી કે આ મણિનો પુરી કિંમત ચુકવવા પુરતા મારી પાસે પૈસા નથી જ. વળી જ્યારે તેણે આ મણિ વેચવાની ઓફર કરી ત્યારે જ તેની સામે આપણી તમામ મૂડી એટલે નવેનવ ઓરડાઓનું ધન તેને આપી દેવા કબૂલ કર્યું. અને તેણે રાજીખુશીથી આ સોદો કબૂલ રાખે અને પરિણામે આ મણિની ખરીદી થઇ.” પુત્રે નિખાલસતાથી સઘળે અહેવાલ પેશ કર્યો. પિતા મુંગા મુંગા બધુ સાંભળતા હતાં. છેવટ સૌ નિદ્રાધીન થયા.
(૧૨) શરદ પૂર્ણિમાની ચાંદની રાત. પિોણાબારને સમય થયે છે. મિ. દૂણે પિતાનાં શયનખંડમાં સૂતાં છે. જાગતાં સૂતા છે. પુત્રને હાંક મારી બોલાવ્યો.
કેમ, અત્યારે શું કામ પડ્યું પિતાજી” પુત્રે પૂછ્યું. “બેટા, પેલો ભારતવાસી પાસેથી ખરીદેલે મણિ લઈને અગાસી ઉપર જલદી ચાલ. મિ. પ્લેએ આજ્ઞા કરી.
પિતા પુત્ર અગાસીમાં સામસામા બેસી ગયા. વચમાં પેલે મણિ મૂકો. આકાશી ચંદ્ર સોળે કળાએ ખીલતે પિતાના તેજ સળીઓ સમાં કિરણે સર્વત્ર રેલાવી રહ્યો છે. કિરણો પેલા મણિ સાથે ટકરાતાં થોડી વારમાં એક દિવ્ય પ્રક્રિયા શરૂ થઈ. ચંદ્રની બધી તેજ સળીઓ સુવર્ણ સળીઓ બની મણિ પરથી ચે.પાસ ફેંકાવા લાગી અને જોતજોતામાં તો આખી અગાસી સુવર્ણ સબીએથી ઉભરાઈ ગઈ
“જોયું બેટા, આ મણિનો પ્રભાવ? દર શરદપૂનમે આ મણિ ચંદ્રકિરણોત્સર્ગ મારફત આટલું સુવર્ણ આપશે. હવે કહે જોઉં તે એ ભારતવાસીને છેતર્યો કે નહિં? આ ચંદ્રકળા નામનો મણિ છે. આ પ્રકારના મણિ ભારતનાં માનસરોવર આસપાસના પ્રદેશમાં હજારો વર્ષે એકાદ પ્રાપ્ત થાય છે. એવું એકવાર મારા વાંચવામાં આવેલું.” પિતાએ રહસ્યસ્ફોટ કરતાં કહ્યું.
પિતાના અનુભવરૂપ વિજ્ઞાનથી, ચંદ્રકળા મણિના મહિમાની અનુભૂતિ થતાં, પુત્રનું હદય “ધન્ય-ધન્ય” પોકારી ઉઠયું.
દેવાનુપ્રિયે, આ મનુષ્યભવ, ચંદ્રકળામણિથી પણ અધિક નથી શું? પણ અફસોસ; કેટલાક કાગસ્વભાવી મનુષ્ય રસાસ્વાદમાં ગૃદ્ધ બની ગલકાં સાટે ગુમાવી દે છે. કેટલાયે રતના રબારી જેવ, કાબરી બકરી જેવા સંસાર પરિવારને શોભાવવા મઠારવામાં ગુમાવી દે છે. કેઈજ હીરાચંદ કે પાનાચંદ કે લક્ષ્મીચંદ જેવા વળી તેને મર્યાદિત લાભ ઉઠાવે છે. જયારે કોઈ વિરલમાં વિરલ આત્મા મિ. દૂà જેવા એને સંપૂર્ણ લાભ ઊઠાવી જીવનને ધન્ય બનાવી શકે છે.
આપણે પણ માનવભવનું મૂલ્ય સમજી પૂ ગુરુદેવ જેવા સંતનાં જીવન કવનમાંથી પ્રેરણા લઈ તેને સફળ બનાવવા પ્રયત્નશીલ બનીએ એ જ અભ્યર્થના !
Jain 38€ International
૪૬ Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal use only
તવદર્શન www.jainelibrary.org