SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ }પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચંન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ છે. યુરોપખંડના ક્રાન્સ દેશનું મુખ્ય શહેર પેરિસ. પૃથ્વીનું જાણે દેવભૂવન. જાણે આખા વિશ્વની સમૃદ્ધિ અહીં ન ખડકાઈ હોય? આલિશાન ઝવેરી બજાર, ધનાઢય ઝવેરીઓ, કિંમતીમાં કિંમતી ઝવેરાત. મેં માખ્યા મૂળે ખપી જાય. શેઠે મને મન નકકી કર્યું “બરાબર, પેરિસનું ઝવેરી બજાર ત્યાં મણિ લઈ જવો તેજ સૌથી ઉત્તમ રસ્તો છે.” અને શેઠે વિચારોનાં તમામ ઘેડાની લગામ ખેંચી લઈ આરામતબેલામાં પુરી દીધા અને “હાશ” કરતાં નિદ્રાદેવીનાં ખેળે ઢળી પડ્યા. (૧૦) પ્લેનની ટિકિટ આવી ગઈ છે. શેઠને લઈ માટે પુત્ર ગાડી એરોડ્રોમ પર હંકારી ગયો. મુકરર સમયે લેન ઉપડયું. સનેહીઓ સૌ શેઠને “બાય બાય કરી પાછા ફર્યા. પ્રભાત થયું. વ્હોન પેરિસનાં એરોડ્રોમ પર ઉતર્યું. શેઠ પણ ઉતર્યા. પિતાનાં બે માણસો સાથે છે. જલપરી”આલીશાન હોટેલમાં એક સુંદર સુસજજત કમરામાં બધે સામાન ગોઠવાઈ ગયું છે. સ્નાન, ચાહ નાસ્તો વિગેરે પતાવી શેઠ લક્ષ્મીચંદભાઈ આરામ ચેરમાં પડયા પડ્યા-પિતાના સેક્રેટરી એક અંગ્રેજી દૈનિકનો ગુજરાતી તરજુમો સંભળાવે છે. તે સાંભળે છે બપોરનાં ભેજન વિધિ પતાવી આરામ કરે છે. સાંજે બહાર ફરવા નીકળે છે. પાંચ છ રાજમાર્ગો પર ફરી ગાડી એક સુંદર બગીચા પાસે ઊભી રહી. શેઠ તથા સેક્રેટરી બગીચાનું સૌંદર્ય-સજાવટ જઈ મુગ્ધ બને છે. અનેક લતામંડપ વિવિધરંગી પુછપોથી લચી પડયા છે. તેનાં ઉપર થઈને આવતે સુગંધિત વાયુ શેઠની પ્રસન્નતામાં ઓર વધારો કરી રહ્યો છે. રાત્રિ થઇ. ઝગમગતી રંગબેરંગી રોશનીથી રાજમાર્ગો અને મહાલો ઝળહળી ઉઠયા. ગાડી “જલપરી” હોટેલ પાસે આવી ઊભી. હોટેલ બેય ઉકાળેલ ચાનું પાણી, દૂધ અને સાકરનાં ત્રણ પાત્ર મૂકી ગયો. ચા દેવીને ન્યાય આપે. નીચે ડાન્સિંગ હોલમાં નૃત્યને ઝણકાર સંભળાય છે. સાથે સાથે વિવિધ વાની મધુર સુરાવલીઓ કર્ણનેચર થાય છે. મોડી રાત સુધી પ્રોગ્રામ સંભળાતો હતો. પ્રોગ્રામ પૂરો થતાં શેઠ નિદ્રાધિન બન્યા. ( પેરીસ આવ્યાને એક મહિનો થયો. લક્ષમીચંદ શેઠ હવે શહેરથી ઠીકઠીક પરિચિત થયા છે. ઝવેરી બજારમાં પણ કોઈ કોઈવાર જતા હતા. બે ચાર ઝવેરાતના વેપારીઓને પરિચય પણ મેળવી લીધું છે. સવારને નિત્યક્રમ આટોપી શેઠ તથા સેક્રેટરી મૂલ્યવાન પિશાકથી સુસજજીત થઈ નીચે ઉતર્યા અને ગાડી ઝવેરી બજાર તરફ હંકારી. વિશાળ રાજમાર્ગો વટાવતાં ગાડી ઝવેરી બજારમાં “ઓનેસ્ટ એન્ડ કું.”ની ઓફિસ પાસે આવી થોભી, શેઠ તથા સેક્રેટરી નીચે ઉતરી ઓનેસ્ટ એન્ડ કુ. નાં ગેઈટ પાસે આવી ઊભા. ડોરકીપર મારફત ઓળખ કાર્ડ મોકલી મુખ્ય સંચાલકશ્રીની મુલાકાત માગી. ડોરકીપર બંનેને માનભેર અંદર દેરી ગયો મુખ્ય સંચાલકશ્રીના કમરામાં બંને પ્રવેશ્યા. સંચાલકશ્રીએ બંનેનું બહુમાન કર્યું. હસ્તધૂનન કરી સામેથી ખુરશી પર બેસવા સંકેત કર્યો. બંનેએ પિતપિતાનું આસન લીધું. વાતચીત-પરિચય શરૂ થયાં. ગરમાગરમ કેફીથી બંનેનું સન્માન થયું. મેટા શેઠ મિ. પ્લે રવીટ્ઝલેન્ડ હવા ખાવા ગયા છે. મુખ્ય સંચાલક તેમનાં જયેષ્ઠ પુત્ર મિ. મલે ઓફિસનું સુંદર સંચાલન કરી રહ્યા છે. દેશ પરદેશનાં દલાલો બેઠા છે. પિતાના સુટકેઈસમાંથી વિવિધ પ્રકારની ઝવેરાત કાઢી રહ્યા છે. ઓફિસના ખરીદી નિષ્ણાતો કાળજીપૂર્વક ચકાસી રહ્યા છે અને મુખ્ય સંચાલક શ્રી સાથે મંત્રણું કરી રહ્યા છે. લક્ષ્મીચંદ શેઠ બધી કાર્યવાહી શાંતિથી નિહાળી રહ્યા છે. બધે કાર્યક્રમ પૂરે થયો. કેટલાએક સોદાઓ દલાલ સા ચાલ્યા ગયા. હવે લક્ષ્મીચંદ શેઠને વારો આવ્યો. ફરમાવે, શેઠજી! આપનું પ્રયોજન સંચાલક શ્રી બાલ્યા. ભારતમાંથી પ્રાપ્ત થયેલી આ એક મૂલ્યવાન ચીજ હું આપની સમક્ષ મૂકું છું” લક્ષ્મીચંદ શેઠ પોતાનાં સુટકેઈસમાંથી પેલે મણિ બહાર કાઢી સંચાલકશ્રીનાં હાથમાં મુકતા બોલ્યા, “સાહેબ, આ વસ્તુ ખૂબજ અલભ્ય છે. ૩૪૪ Jain Education International તવદર્શન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy