________________
'પત્ર ગુરુદેવ કવિવર્ય પં. નાનયજી મહારાજ જ અશતાહિદ સ્મૃતિગ્રંથ
ભગવાન મહાવીરે પાપકર્મોને “ભાર’ ની ઉપમા આપી છે. કેઈના માથે ભારે હોય ત્યારે તે કેટલા અને કેવા કનો અનુભવ કરે છે અને ભારમક થયા પછી કેવી શક્તિનો અનુભવ કરે છે? તેવી જ રીતે ભારને દૂર કરી દે છે. આત્મા તે ભારથી હળવો થઈ જાય છે અને પિતાને સ્વસ્થ, સુખમય અને આનન્દમય અનુભવ કરે છે.
કાત્સર્ગમાં “કાય” અને “ઉત્સર્ગ” આ બે શબ્દો છે જેમનો અર્થ થાય છે શરીરની મમતાનો ત્યાગ કરી અંતર્મુખ થવું. સાધનામાં શરીરની મમતા એ સૌથી મોટું બાધક તત્વ છે કે જે સાધકને માટે વિષ સમાન છે. કાયોત્સર્ગ શરીર અને આત્માને પૃથક સમજવાની કળા છે. આ શરીર અલગ છે અને હું આત્મા, તેનાથી અલગ-જુદો છું. શરીર વિનાશી અને પૌગલિક છે જ્યારે આત્મા અજર, અમર, અવિનાશી અને ચૈતન્યસ્વરૂપ છે. કાયોત્સર્ગના પણ દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. દ્રવ્યની અપેક્ષાએ ભાવનું અધિક મહત્તવ છે. દ્રવ્ય અને ભાવને સમજાવવા માટે ચાર રૂપ બતાવ્યા છે. (૧) ઉસ્થિત ઉસ્થિત-આ સાધક શરીરથી ઊભું રહે છે અને ધર્મસ્થાન અને શુકલધ્યાનમાં પણ રમણ કરે
છે. જેમ કે-ગજસુકુમાર મુનિ. (૨) ઉસ્થિત નિવિષ્ટ-આવો સાધક દ્રવ્ય રૂપથી તો ઊભો હોય છે પરન્તુ આધ્યાન અને રૌદ્રધ્યાનમાં ફસાયેલ
હોવાથી બેસી જાય છે અર્થાત શરીરથી તો તે ઊભો છે પરંતુ આત્માથી તે બેલે છે. (૩) ઉપવિષ્ટ ઉસ્થિત-શારીરિક અસ્વસ્થતાને લીધે તે ઊભો રહેતો નથી પરંતુ ભાવથી તે ધર્મયાન અને
શુકલધ્યાનમાં રમણ કરે છે તેથી શરીરથી તે બેઠેલો છે પરંતુ આત્માથી ઊભો છે (૪) ઉપવિષ્ટ નિવિષ્ટ-આ સાધક આળસુ-કર્તવ્યશૂન્ય હોય છે. તે શરીરથી બેઠેલો છે અને સાંસારિક
વિષય–ભેગોની કલપનામાં જ રાચતે અને અટવાયેલો હોવાથી ઉપવિષ્ટ-નિવિષ્ટ છે. આ
નથી પરંતુ કાર્યોત્સર્ગનો દંભ છે.
છઠું અધ્યયન ‘પ્રત્યાખ્યાન આવશ્યકનું છે. સંસારમાં જેટલી પણ વસ્તુઓ છે તેને એક માણસ ભોગવી શકતો નથી. ભેગની પાછળ પાગલ બની માનવ કદાપિ શાંતિ મેળવી શકતો નથી. વાસ્તવિક આનંદ ભોગોના ત્યાગમાં જ છે, તેથી પ્રત્યાખ્યાનમાં સાધક ભાગોનો તેમ જ પદાર્થોનો ત્યાગ કરે છે. અન્ન, વસ્ત્ર વગેરેને ત્યાગ કરવો તે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે અને મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમનો ત્યાગ કરવો એ ભાવ પ્રત્યાખ્યાન છે. દ્રવ્ય પ્રત્યાખ્યાનની આધારભૂમિ ભાવ પ્રત્યાખ્યાન છે.
અનુગદ્વારમાં પ્રત્યાખ્યાનનું બીજું નામ “ગુણધારણ છે. ગુણધારણને અર્થ છે-ત્રતરૂપ ગુણેને ધારણ કરવા. પ્રત્યાખ્યાન દ્વારા આત્મા મન, વચન, કાયાની દુષ્ટ વૃત્તિઓને રોકી પિતાને શુભ પ્રવૃત્તિઓમાં કેન્દ્રિત કરે છે અને ઈચછાનિધિ, તૃષ્ણાત્યાગ દ્વારા સદગુણની પ્રાપ્તિ કરે છે.
પ્રત્યાખ્યાનના મુખ્ય રૂપથી બે ભેદ છે. (૧) મૂળગુણ પ્રત્યાખ્યાન અને (૨) ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. મૂળગુણ પ્રત્યાખ્યાનના સર્વથી અને દેશથી એમ બે ભેદ છે. સાધુઓના ૫ મહાવ્રત સર્વમૂળગુણ પ્રત્યાખ્યાન છે અને ગૃહસ્થના ૫ અણુવ્રત દેશ મૂળગુણ પ્રત્યાખ્યાન છે. મૂળગુણ પ્રત્યાખ્યાન જીવનપર્યન્ત માટે હોય છે અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન થોડા કાળ માટેના હોય છે. તેના પણ દેશથી અને સર્વથી એમ બે ભેદ પડે છે. ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાત્રત. આ દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન છે. અને અનાગત, અતિક્રાન્ત કટિસહિત, નિયંત્રિત, સાકાર, નિરાકાર, પરિમાણુકૃત, નિરવશેષ, સાંકેતિક, અદ્ધાસમય આ ૧૦ પ્રકારના પ્રત્યાખ્યાન સર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન છે કે જે સાધુ અને શ્રાવક બન્ને માટે છે.
પ્રત્યાખ્યાન આવશ્યક સંયમની સાધનામાં તેજસ્વિતા પ્રગટાવે છે. ત્યાગ-વૈરાગ્યને દઢ કરે છે તેથી પ્રત્યેક સાધકનું કર્તવ્ય છે કે તે પ્રત્યાખ્યાન અંગીકાર કરી પોતાના આત્માની શુદ્ધિ કરે.
આગમસાર દોહન Jain Education International
૩૨૩ www.jainelibrary.org
For Private & Personal Use Only