SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ કરવામાં આવી હાય, તથાપિ વ્યાખ્યાની જે પદ્ધતિ આમાં અપનાવવામાં આવી છે તે જ પદ્ધતિ સપૂર્ણ આગમાની વ્યાખ્યામાં પણ અપનાવવામાં આવેલ છે. આ હકીકતને જો આપણે એમ કહીએ કે આવશ્યકની વ્યાખ્યાને બહાને ગ્રન્થકારે સંપૂર્ણ આગમેાના રહસ્યને સમજાવવાને! પ્રયાસ કર્યો છે તે તે અતિશયેાકિત નહિ ગણાય. આગમના પ્રારંભમાં આભિનીમેાધિક આદિ પાંચ જ્ઞાનેાના નિર્દેશ કરીને શ્રુતજ્ઞાનનું વિસ્તારથી નિરૂપણ કર્યુ છે. કારણ કે શ્રુતજ્ઞાનનેા જ ઉદ્દેશ (ભણવાની આજ્ઞા) સમુદ્દેશ (ભણેલાનુ સ્થિરીકરણ) અનુજ્ઞા (અન્યને ભણાવવાની આજ્ઞા) એવ' અનુયાગ (વિસ્તારથી વ્યાખ્યાન) થાય છે, જ્યારે શેષ ચાર જ્ઞાનાને ઉપરોકત ઉદ્દેશાઢિ થતાં નથી. અંગપ્રવિષ્ટિ અને અગબાહ્યના ઉદ્દેશા િથાય છે તેવી રીતે કાલિક, ઉત્કાલિક અને આવશ્યકસૂત્રના પણ થાય છે. આમાં સર્વપ્રથમ એમ ચિંતન કરવામાં આવ્યું છે કે આવશ્યક એક અગરૂપ છે કે અનેક અગરૂપ ? એક શ્રુતસ્કન્ધ છે કે અનેક શ્રુતસ્કન્ધ ? એક અધ્યયનરૂપ છે કે અનેક અધ્યયનરૂપ ? એક ઉદ્દેશનરૂપ છે કે અનેક ઉદ્દેશનરૂપ ? સમાધાન કરતાં કહ્યું કે- આવશ્યક ન તો એક અગરૂપ છે કે ન અનેક અગરૂપ. તે એક શ્રુતસ્કન્ધ છે અને અનેક અધ્યયનરૂપ છે. તેમાં ન તે એક ઉદ્દેશક છે કે ન અનેક. આવશ્યક શ્રુતસ્કન્ધ અધ્યયનનું સ્પષ્ટ સ્વરૂપ બતાવવા માટે આવશ્યક, શ્રુત, સ્કન્ધ અને અધ્યયન આ ચારેના પૃથ-પૃથક નિક્ષેપ કરવામાં આવ્યા છે. આવશ્યક નિક્ષેપ ચાર પ્રકારના છે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. કાઈ વસ્તુનું આવશ્યક એવુ નામ આપવું તે નામ આવશ્યક છે. કેઈ વસ્તુની આવશ્યકના રૂપમાં સ્થાપના કરવી તે સ્થાપના આવશ્યક છે. સ્થાપના આવશ્યકના ૪૦ પ્રકાર છે- કાકર્મજન્ય, ચિત્રકજન્ય, વજ્રકર્મ જન્મ, લેપકર્મ જન્ય, ગ્રન્થિકમજન્ય, વેશ્વનકર્મજન્ય, પુરિમકર્મજન્ય (ધાતુ આફ્રિને પીગળાવી સાંચામાં ઢાળવુ), સંઘાતિમક જન્ય (વઆદિના કટકાના સાંધા કરવા), અક્ષકર્મજન્ય (પાસા ) અને વરાટકકર્મજન્ય (કાડી), આમાંના દરેકના એ-એ ભેદ છે એકરૂપ અને અનેકરૂપ. તેમ જ ફરી દરેકના સદ્ભાવસ્થાપના અને અસદ્ભાવસ્થાપના રૂપ બબ્બે ભેદ કરવા. આ પ્રમાણે સ્થાપના આવશ્યકના ૪૦ ભેદ થાય છે. દ્રશ્ય આવશ્યકતઃ આગમથી અને નાઆગમથી એમ બે ભેદ થાય છે. આગમ પદ્મનું સમણુ કરવુ અને તેનું નિર્દોષ ઉચ્ચારણાદિ કરવું તે આગમતઃ દ્રવ્ય આવશ્યક છે. આનું વિશેષ સ્પષ્ટીકરણ કરવા માટે સુપ્તનયની દૃષ્ટિએ દ્રવ્યાવશ્યક ઉપર ચિન્તન કરવામાં આવ્યું છે. ને!આગમતઃ દ્રવ્યાવશ્યકનું ત્રણ દૃષ્ટિએ ચિન્તન કરવામાં આવ્યું છે. તે દૃષ્ટિએ આ પ્રમાણે છે– સશરીર, ભવ્યશરીર અને તદ્ભવ્યતિરિકત, આવશ્યક અને જાણનારી પદ્મના વ્યકિતના પ્રાણરહિત શરીરને સશરીર દ્રવ્યાવશ્યક કહે છે. જેમકે મધુ અથવા ઘીથી ખાલી ઘડાને પણ મઘટ અથવા ધૃતઘટ કહે છે કારણ કે પહેલાં તેમાં મધુ અથવા ધૃત હતુ. તેવીજ રીતે આવશ્યકપદના અને જાણુનાર ચેતનતત્ત્વ અત્યારે નથી તેા પણ તેનુ શરીર છે. ભૂતકાળના સબંધને લીધે તે શરીર દ્રવ્યાવશ્યક કહેવાય છે. જે જીવ વર્તમાનમાં આવશ્યક પદના અર્થને જાણતા નથી પરન્તુ ભવિષ્યકાળમાં પેાતાના આ જ શરીર વડે તે તેનું સ્મરણુ કરશે. તેનુ તે શરીર, ભવ્ય શરીર દ્રવ્યાવશ્યક છે. જ્ઞશરીર અને ભવ્ય શરીરથી જુદું તે તદ્દવ્યતિષ્ઠિત છે. તે લૌકિક, કુંપ્રાવનિક અને લેાકેાત્તરીય રૂપથી ત્રણ પ્રકારનુ છે. રાજા, યુવરાજા, શેઠ, સેનાપતિ, સાર્થવાહ વિ. તું સવાર-સાંજનુ જે આવશ્યક કર્તવ્ય તે લૌકિક દ્રવ્યાવશ્યક છે. કુતીર્થિની ક્રિયાએ કુપ્રાવચનિક દ્રષ્યાવશ્યક છે. શ્રમણના ગુણૈાથી રહિત, નિર ંકુશ, જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર, સ્વચ્છપણે વર્તનાર પોતાની માન્યતા પ્રમાણે ઉભય કાળની ક્રિયાએ તે લેાકેાાર દ્રવ્યાવશ્યક છે. ભાવ આવશ્યક આગમથી અને નાઆગમથી એમ બે પ્રકારનુ છે. આવશ્યકના સ્વરૂપને ઉપયેગપૂર્વક જાણુપુ તે આગમથી ભાવ આવશ્યક છે. નાઆગમથી ભાવ આવશ્યક પણ લૌકિક, કુપ્રાવનિક અને લેાકેાત્તરિકના રૂપમાં ત્રણ પ્રકારનુ છે. સવારે મહાભારત, સાંજે રામાયણ વિ. તું ઉપયેાગસહિત પઠન-પાઠન કરવું તે લૌકિક આવશ્યક કહેવાય છે. મૃગચર્મ આદિ ધારણ કરનાર તાપસ વિ. નું પેાતાના ઇષ્ટદેવને હાથ જોડી અલપૂર્વક નમસ્કારાદિ કરવા તે કુપ્રાવનિક ભાવ આવશ્યક છે. શુદ્ધ ઉપયેાગ સહિત વીતરાગના વચના પર શ્રદ્ધા રાખનાર ચતુર્વિધ તીનુ પ્રાતઃ-સાય ઉપયેગપૂર્વક આવશ્યક કરવુ તે લેાકેાત્તકિ ભાવ આવશ્યક છે. આગમસાર દેહન Jain Education International For Private Personal Use Only ૨૫ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy