________________
પત્ર દેઘ ડાઘવય પ. નાનરતંદ્રજી મહારાજ જમતા.૯દ રમતિપ્રથા
ક્ષેત્રની દષ્ટિથી–જુમતિ મનઃ પર્યાવજ્ઞાની ઓછામાં ઓછા આંગળના અસંખ્યાતમાં ભાગને અને વધુમાં વધુ નીચે રત્નપ્રભા પૃથ્વીના છેલા પ્રતર સુધી અને ઉપર જ્યોતિષ્ક વિમાનના ઉપરિતલ પર્યન્ત અને તિર્યકલોકમાં અઢી દ્વિપના સંજ્ઞો પચેન્દ્રિય પર્યાપ્તિ જીવોના મને ગત ભાવને જાણે છે અને વિપુલમતિ તેજ ક્ષેત્રને અઢી આંગળ અધિક વિપુલ, વિશુદ્ધ તથા સ્પષ્ટ જાણે છે.
- કાળની દષ્ટિએ – અજુમતિ ૫ પમના અસંખ્યાતમા ભાગે ભૂત તથા ભવિષ્યને જાણે છે અને વિપુલમતિ તેથી કંઈક વધારે વિશુદ્ધ તથા સ્પષ્ટ જાણે છે.
ભાવની દષ્ટિએ – કાજુમતિ અનંતભાને (ભાવના અનન્તમાં ભાગને) જાણે છે. વિપુલમતિ કંઈક વધુ વિસ્તાર પૂર્વક તથા સ્પષ્ટ રૂપથી જાણે છે.
કેવળજ્ઞાનમાં કેવળ શબ્દનો અર્થ એક અથવા સહાય-મદદ વિના પણ થાય છે. જ્ઞાનાવરણીય કર્મ નષ્ટ થવાથી જ્ઞાનના અવાન્તર ભેદ મટી જાય છે અને જ્ઞાન એક થઈ જાય છે. ત્યાર પછી મન તથા ઇદ્રિના સહયોગની આવશ્યકતા નથી રહેતી તેથી તે કેવળ કહેવાય છે.
કેવળ શબ્દને બીજો અર્થ થાય છે “શુદ્ધ. જ્ઞાનાવરણીય કર્મના નષ્ટ થવાથી જ્ઞાનમાં કિંચિત્ માત્ર પણ અશુદ્ધિને અંશ નથી રહેતું તેથી કેવળ કહેવાય છે.
કેવળ શબ્દને ત્રીજો અર્થ “સંપૂર્ણ પણ થાય છે. જ્ઞાનાવરણીય કર્મને સંપૂર્ણ ક્ષય થવાથી જ્ઞાનમાં થોડી પણ અપૂર્ણતા રહેતી નથી તેથી તે ‘કેવળ” કહેવાય છે.
કેવળ શબ્દને ચોથો અર્થ અસાધારણ થાય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે જેવું જ્ઞાન થાય છે તેવું જ્ઞાન બીજું હોતું નથી, તેથી તે “કેવળ” કહેવાય છે.
કેવળ શબ્દનો પાંચમે અર્થ “અનન્ત' થાય છે. જ્ઞાનાવરણીયના નષ્ટ થવા પર જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે ફરી કદી પણ આવૃત્ત થતું નથી તેથી તે કેવળ” કહેવાય છે.
- જૈન પરંપરાની દષ્ટિએ કેવળજ્ઞાનને અર્થ સર્વજ્ઞતા છે. કેવળજ્ઞાની કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં જ લોક અને અલેકને જાણવા લાગે છે. કેવળજ્ઞાનને વિષય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય છે. કઈ પણ વસ્તુ-દ્રવ્ય કે પર્યાય એ નથી કે જે કેવળજ્ઞાની ન જાણતા હોય. છએ દ્રવ્યની વર્તમાન, ભૂત અને ભવિષ્યની જેટલી પણ પર્યા છે તે બધી કેવળજ્ઞાન વિષય છે. આત્માની જ્ઞાનશકિતનો પૂર્ણ વિકાસ તે કેવળજ્ઞાન છે. જ્યારે પૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે અપૂર્ણજ્ઞાન સ્વતઃ નષ્ટ થઈ જાય છે. અપેક્ષા દષ્ટિએ કેવળજ્ઞાનના બે પ્રકાર બતાવ્યા છે. (૧) ભવસ્થ કેવળજ્ઞાન અને (૨) સિદ્ધ કેવળજ્ઞાન. ભવસ્થના સગી અને અગી એમ બે ભેદ છે. સગીના પણ પ્રથમસમય સગી ભવસ્થ કેવળજ્ઞાન અને અપ્રથમસમય સગી ભવસ્થ કેવળજ્ઞાન અથવા ચરમ અને અચરમ સગી ભવસ્થ કેવળજ્ઞાન. સિધ કેવળજ્ઞાનના બે ભેદ છે – અનંતર અને પરંપરા અનંતર સિધ્ધ કેવળજ્ઞાનના તીર્થસિધા, અતીર્થસિધા વિ. ૧૫ ભેદ છે. અને પરંપર સિદધ કેવળજ્ઞાનના અપ્રથમ, દ્વિસમય યાવત્ અનંતસમય સિદ્ધ કેવળજ્ઞાન. સામાન્યરૂપથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દષ્ટિએ કેવળજ્ઞાનનું ચિન્તન કરવામાં આવ્યું છે.
આ પ્રમાણે પ્રત્યક્ષ જ્ઞાનની ચર્ચા-વિચારણા પછી અપ્રત્યક્ષજ્ઞાનની ચર્ચા કરવામાં આવી છે. પરોક્ષજ્ઞાન આભિનિબાધિક અને કૃતજ્ઞાન એમ બે પ્રકારનું છે. આભિનિબોધિકને મતિજ્ઞાન પણ કહેવાય છે. તત્ત્વાર્થસૂત્રમાં – મતિ,
મૃતિ, ચિન્તા અને આભિનિબોધકને એકાર્યવાચી બતાવ્યા છે. જે જ્ઞાન ઈન્દ્રિયો અને મનની સહાયતાથી થાય તેને મતિજ્ઞાન કહે છે. મતિજ્ઞાન પછી જે જ્ઞાન, ચિન્તન અને મનન વડે પરિપકવ થાય છે તે શ્રતજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાન થવા માટે શબ્દશ્રવણ આવશ્યક છે. શબ્દશ્રવણ મતિની અન્તગત છે કારણ કે તે શ્રોત્ર (કાન) ને વિષય છે. જ્યારે શબ્દ સંભળાય છે ત્યારે તેના અર્થનું સમરણ થાય છે. શબ્દશ્રવણરૂપ જે પ્રવૃત્તિ છે તે મતિજ્ઞાન છે. ત્યાર પછી શબ્દ અને અર્થના વાચ-વાચક ભાવના આધારે થનારું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. તેથી મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય
૨૯૦ Jain Education International
For Private & Personal Use Only
તવદર્શન www.janelibrary.org