SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ પ્રત્યે ઉદાસીનતા વ્યાપી થઈ હતી. ભ. મહાવીરે આ વાતનું ખંડન કર્યું કે પુત્ર એ કંઈ શરણુઠ્ઠાતા નથી પરંતુ ધજ સાચા આત્માના રક્ષણકર્તા છે. પ્રસ્તુત અધ્યયનમાં ભૃગુપુરાહિત બ્રાહ્મણ સંસ્કૃતિને પ્રતિનિધિ છે અને તેના પુત્ર શ્રમણ સંસ્કૃતિના. બ્રાહ્મણુ સંસ્કૃતિ પર શ્રમણુ સંસ્કૃતિના વિજય બતાવેલ છે. ખન્ને સંસ્કૃતિયાની માન્યતાએની મૌલિક ચર્ચા પણ આમાં આવેલ છે. બૌદ્ધ સાહિત્યમાં હસ્તિપાલ જાતકમાં ઘેાડા ફેરફાર સાથે આ કથાનું નિરૂપણ થયેલ છે. ૧૫ મા અધ્યયનમાં ભિક્ષુના લક્ષણૢાનુ નિરૂપણુ કરેલ છે. આમાં અનેક દાર્શનિક તથા સામાજિક તથ્યાનુ સંકલન કરવામાં આવ્યું છે. જે રાગથી ઉપરામ પામ્યા છે, સયમમાં તત્પર છે, આસ્રવથી વિરમ્યા છે, શાસ્ત્રના જ્ઞાતા છે, આત્મરક્ષક એવ' પ્રાજ્ઞ છે, રાગદ્વેષને જીતીને સર્વ આત્માઓને પેાતાની સમાન જુએ છે, જે કાઇ પણ વસ્તુમાં આસકત થતેા નથી તે ‘ભિક્ષુ’ની ઉપમાને પામે છે. જે ભિક્ષુ સત્કાર, પૂજા, વંદનાને પણ ઈચ્છતા નથી તે તે ખીજાની પ્રશંસાને કેમ ઇચ્છે ? જે સયત છે, તપસ્વી છે, સુવ્રતી અને નિર્મળ આચારવાળા છે, જે આત્માની સત્યની ખેાજમાં લાગેલા છે તે ભિક્ષુ છે. આગમયુગમાં કેટલાક શ્રમણેા તથા બ્રાહ્મણ્ણા મત્ર, ચિકિત્સા વિ. ને! પ્રયાગ કરતા હતા. ભ. મહાવીરે તેને સંપૂર્ણ પણે નિષેધ કર્યા. આજીવક આદિ શ્રમણા વિદ્યાઓના પ્રયાગ કરી આજીવિકા ચલાવતા હતા તેથી આકર્ષણ (ખે ંચાણુ) તથા વિકણું (પીછેહઠ) બન્ને થતા હતા. સાધનાને ભંગ થતા હતા. ભગવાને આ વિદ્યાપ્રયાગાથી આજીવિકા ચલાવવાના નિષેધ કર્યા હતા. ૧૬ મા અધ્યયનમાં બ્રહ્મચર્ય -સમાધિનું નિરૂપણ હાવાથી આનુ નામ ‘બ્રહ્મચર્ય સમાધિસ્થાન' રાખવામાં આવ્યું છે. આમાં ૧૦ સમાધિ સ્થાનોનું ઘણી સુન્દર મનાવૈજ્ઞાનિક શૈલીથી નિરૂપણ થયેલ છે. શયન, આસન, કામકથા, સ્ત્રીપુરુષનુ એક આસન પર બેસવું, ચક્ષુદ્ધિ, શબ્દગૃદ્ધિ, પૂકીડાનુ સ્મરણ, સરસ આહાર, અતિમાત્રામાં આહાર, વિભૂષા, ઇન્દ્રિય—વિષયા તરફ્ આસકિત-આ બધા બ્રહ્મચર્ય સાધનામાં બાધક તત્ત્વ છે. વેઢ-ઉપનિષદોમાં બ્રહ્મચર્યની રક્ષા માટે આવા પ્રકારના કડીબંધ નિયમેાના ઉલ્લેખ થયેલા જોવા મળતા નથી. ઔદ્ધ સાહિત્યમાં આ પ્રમાણે બ્રહ્મચર્ય સંબંધી કોઈ વ્યવસ્થિત ક્રમ નથી તેા પણ પ્રકીણુક રૂપથી કેટલાક નિયમે મળે છે. ત્યાં રૂપ પ્રત્યે થયેલ આસિકત ભાવને દૂર કરવા માટે અશુચિભાવનાના ચિન્તનના મંત્ર સ્વીકારવામાં આવ્યે છે કે જે ‘કામગતા – સ્મૃતિ’ ના નામથી પ્રસિદ્ધ છે. જ્યારે આપણે અન્ય અનેક પર ંપરાઓના સબંધમાં આ દ્દશ સમાધિસ્થાનાનું અધ્યયન અને વિશ્લેષણ કરીએ છીએ ત્યારે તેની મૌલિકતાનુ સ્પષ્ટ પરિજ્ઞાન થાય છે. = ૧૭ સુ` અધ્યયન ‘પાપશ્રમણીય ’ છે. શ્રમણ અન્યા પછી સાધકે પોતાનુ જીવન સાધનામય વ્યતીત કરવું જોઇએ. જે તેમ કરશ્તા નથી તે પાપશ્રમણ છે. શ્રમણ મનવાને હેતુ અને લક્ષ્ય કેવળ વેશપરિવર્તન નથી પરંતુ જીવન પરિવર્તન છે. જે શ્રમણુ બનીને સટ્ઠા નિદ્રાશીલ રહે છે, ઇચ્છા પ્રમાણે ખૂબ ખાઇપીઇને સૂઇ જાય છે તે પાપશ્રમણ છે. જે શાંત થયેા વિવાદ ઝઘડાને ફરી તાજો કરે છે, અધર્મમાં પેાતાની પ્રજ્ઞાને દુરૂપયોગ કરે છે, કદાગ્રહ અને કલહમાં જે વ્યસ્ત છે તે પાપશ્રમણ છે. જે પ્રતિલેખન કરતા નથી, ગુરુએની આજ્ઞાનું પાલન નહિ કરતાં અનાદર કરે છે તે પાપશ્રમણ છે. તેથી સાધકે દોષોને પરિત્યાગ કરી તે ગ્રહણ કરવા જોઇએ. ૧૮મા અધ્યયનમાં રાજર્ષિ સંજયનું વર્ણન છે. તે કાપલ્ય નગરના રાજા હતા. શિકાર માટે એકવાર જંગલમાં ગયા. ત્યાં મૃગેાની પાછળ પડી આણેાથી તેમને મારવા લાગ્યા. થડે દૂર જતાં મૃતહરણીયાની પાસે જ મુનિને ધ્યાનસ્થ જોયા. રાજાને વિચાર થયા કે મે મારી નાખેલા આ હરણાંએ આ મુનિનાં જ છે એટલે જો મુનિ ક્રોધે ભરાશે તેા લાખા કરોડા માણસાને બાળીને ભસ્મ કરી નાખશે. રાજા ભયભીત થઈને થરથર કાંપતા મુનિશ્રી પાસે ક્ષમાયાચના કરવા લાગ્યા. મુનિ ગભાલીએ ધ્યાન પૂરૂં કરીને કહ્યું–હે રાજન! મારા તરફથી તને અભય છે પરંતુ તુ પણ ખીજાને અભય આપનારા બન. જેમના માટે તું આ અન કરી રહ્યા છે તેએ તને મચાવી શકશે નહુિ. મુનિના ઉપદેશથી રાજા સજય મુનિ અની ગયા. એક વખત સંજય મુનિને! એક ક્ષત્રિય રાષ સાથે સવાદ થાય છે. આ મવાદમાં ભરત, સગર, મઘવા, સનતકુમાર, શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ, મહાપદ્મ, હરિષેણુ અને જય નામક ચક્રવતી તથા દશાર્ણભદ્ર, નમિ, કરકડૂ, દ્વિમુખ, નગ્નજિત, ઉદ્દાયન, કાશીરાજ, વિજય અને મહામળ નામના રાજાઓના દીક્ષિત થયાના ઉલ્લેખ છે. તત્ત્વદર્શન...019 २७६ Jain Education International For Private Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy