SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ મરણ થાય છે તે સકામ મરણુ છે અને જે એક જ વખત થાય છે. આ સકામ મરણુને સમાધિમરણ અને પતિમરણ પણ કહેવાય છે. છઠ્ઠું ‘ ક્ષુલ્લક નિન્શીય ' અધ્યયન છે. આમાં નિર્પ્રન્થના ખાહ્ય અને આભ્યન્તર ગ્રન્થના નિરૂપણ છે. ‘નિર્થ’ શબ્દ જૈન પર ંપરાના વિશિષ્ટ શબ્દ રહ્યો છે. બૌદ્ધ સાહિત્યમાં પણ ‘ ગ્રન્થ ’(બાહ્ય આભ્યંતર પરિગ્રહ)ને ત્રાણુ-સુરક્ષા માનવું તે અવિદ્યા છે. સમવાયાંગમાં આ ‘ પુરુષવિદ્યા ’ મળે છે. તેના આધાર પ્રસ્તુત અધ્યયનની પહેલી ગાથા ‘જાવંતઽવજાપુરસા ’ છે. સાતમું અધ્યયન ‘ એલય ’ ( ઉરમ્ભય ) છે. એલય અને ઉમ્ભિયને અર્થ બકરા થાય છે. આ અધ્યયનમાં સંક્ષિપ્ત પાંચ કથાએનું નિરૂપણ છે. ત્યાગનું સક્ષિપ્ત આના ઉલ્લેખ છે. અધ્યયનનું નામ (૧) જેમ કાઇ અતિથિ માટે બકરાને જવ, ચાખા વિ. ખવરાવી દૃષ્ટ-પુષ્ટ કરે છે. જયાં સુધી કોઈ મહેમાન આવતા નથી ત્યાં સુધી તે પ્રાણ ધારણ કરે છે. અતિથિ (મહેમાન)ના આવતાં જ લેાકે તેને મારીને ખાઈ જાય છે. (૨) જેમ કાક્રિણી (એક પૈસા-કાડી) માટે કાઇ માણસે હારેા સેાના મહારો ગુમાવી દીધી. (૩) કાઇ શજાએ અપથ્ય આહાર કરી પેાતાનું સંપૂર્ણ રાજ્ય ગુમાવી દીધું. (૪) મનુષ્ય જીવનનું સુખ એબિન્દુ (ઝાકળના પાણીના ટીપા)ની જેમ અલ્પ અને ક્ષણિક છે અને દિવ્યસુખ સાગર સમાન વિશાળ અને સ્થાયી છે. (૫) પિતાના આદેશથી ત્રણ પુત્રા વ્યાપાર કરવા ગયા. એક વ્યાપારમાં ઘણું ધન કમાઈને પાછો આવ્યે બીજો જેવા ગયા હતા તેવાજ મૂળ પુજી બચાવીને પાછા આવ્યે અને ત્રીજો જે પુંજી લઇને ગયા હતા તે પણ ગુમાવીને આવ્યે. ઉપરના દૃષ્ટાન્તા આપી માનવજીવન મળ્યા પછી જીવ કેવી કેવી રીતે તેને હારી જાય છે તેનું સુન્દર એધદાયક નિરૂપણ કર્યું છે. મનુષ્ય જીવનના પૂરેપૂરા લાભ લઈ આત્મહિત સાધી લેવુ જોઇએ. આઠમું અધ્યયન ‘કાપિલિય' છે. કપિલ લેાભથી વિરકત થઈને મુનિ અને છે. ચારેએ તેને ઘેરી લીધે તે વખતે તેણે તેમને સંગીતાત્મક ઉપદેશ આપ્યું તેનેજ આમાં સંગ્રહ છે. કપિલ મુનિ દ્વારા આ ગવાયુ તેથી તેને ‘કાપિક્ષિય ’ કહ્યું છે. સૂત્રકૃતાંગની ચૂર્ણિમાં આને ‘ગેય' માન્યું છે. નામના એ પ્રકાર હાય છે– (૧) નિર્દેશ્ય અર્થાત વિષયના આધારે અને (૨) નિર્દેશક (વકતા)ના આધારે પાડવામાં આવે તે. આ અધ્યયનનુ નામ નિર્દેશકપરક હાવાથી કાપિલિય’ રાખ્યું છે. માણસના લેાભ કેવી રીતે વધે છે તેનુ સજીવ અનુભૂત ચિત્ર આમાં દારવામાં આવ્યું છે. ‘જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લાભ વધે છે. એ માસા સેનાની ઈચ્છા એક કરાડ સેાનાથી પણ પૂરી થઈ નહિ' તે વાતનુ સુદર નિરૂપણ કર્યું છે. નવમું અધ્યયન ‘નમિપ્રત્રજયા' છે. શ્રમણમુનિ તેજ અને છે કે જેને ધિ પ્રાપ્ત થઈ હાય. તેવા મુનિ ત્રણ પ્રકારના હાય છે. (૧) જે સ્વયં એાધિ પ્રાપ્ત કરે છે તેને ‘સ્વયં બુદ્ધ’ કહેવાય છે. (૨) જે કાઇ એક ઘટનાના નિમિત્તથી બાધિ પ્રાપ્ત કરે છે તેમને પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. (૩) જે ખેાધિ પ્રાપ્ત વ્યકિતયાના ઉપદેશથી ખેાધિ પ્રાપ્ત કરે છે તેમને શુદ્ધબાધિત કહે છે. પ્રસ્તુત આગમમાં ત્રણેનું વર્ણન છે. સ્વયં બુદ્ધ તે કપિલાદિ (અ. ૮) પ્રત્યેક બુદ્ધ તે નમિ વિ. (અ.૯) અને બુદ્ધમેષિત તે સજય (૧૮મું અધ્યયન). અહીં આ અધ્યયનમાં પ્રયા માટે અભિનિષ્ક્રમણ કરનારા રાજર્ષિ નામના બ્રાહ્મણવેશધારી ઇન્દ્રની સાથે થયેલા આધ્યાત્મિક સંવાદની અભિવ્યકિત છે. આમાં પ્રત્રજ્યાના સમયે ઉત્પન્ન થતા સામાન્ય વ્યકિતના માનસિક અન્તન્દ્રનુ ઘણું સુન્દર ચિત્રણ કર્યું છે. પ્રસ્તુત સવાદમાં રાજ નમની પ્રજ્યાનું વર્ણન હોવાથી આનુ નામ નમિ પ્રયા છે. અન્યાન્ય આશ્રમેાથી સંન્યાસ આશ્રમને શ્રેષ્ઠ કહ્યા છે. ક્રાનથી સંયમની શ્રેષ્ઠતા ખતાવી છે. ૨૭૪ Jain Education International For Private Personal Use Only તત્ત્વદર્શન www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy