________________
પૂજ્ય ગુરૂદેવ વિષય છે. નાનાસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
પછી આ અધ્યયને દશવૈકાલિકના ઉત્તરકાળમાં (પછી) ભણવા શરૂ થયા તેથી આ “ઉત્તર' અધ્યયન જ બની રહ્યા. ઉત્તર’ શબ્દની આ વ્યાખ્યા સંગત લાગે છે.
દિગંબર ગ્રન્થમાં ઉત્તર શબ્દની અનેક દષ્ટિએ વ્યાખ્યા પ્રાપ્ત થાય છે. ધવલામાં લખ્યું છે કે ઉત્તરાધ્યયન ઉત્તર પદેનું વર્ણન કરે છે. આ ‘ઉત્તર” શબ્દ સમાધાનનું પ્રતીક છે. *
અંગપત્તીમાં ઉત્તરશબ્દના બે અર્થ જોવા મળે છે. (૧) ઉત્તરકાલ – કેઈ ગ્રન્થની પછી ભણવામાં આવતું અધ્યયન. (૨) ઉત્તર-પ્રશ્નોના ઉત્તર આપનાર અધ્યયન. આપેલા આ અર્થોમાં ઉત્તર અને અધ્યયનેના સંબંધમાં સત્ય તથ્યનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.
ઉત્તરાધ્યયનમાં ૯મું, ૧૬ મું, ૨૩ મું, ૨૫ મું અને ૨૯મું અધ્યયન પ્રથનોત્તરની શૈલીમાં લખાયેલા છે. તેમજ બીજા કેટલાક અધ્યયનમાં પણ આંશિક રૂપથી પ્રશ્નોત્તર થયાં છે. પ્રસ્તુત દૃષ્ટિએ “ઉત્તર'ને “સમાધાનસૂચક” અર્થ સંગત દેવા છતાં બધા અધ્યયનમાં તે ઘટતું નથી. ઉત્તરકાલવાચી અર્થ સંગત હોવાની સાથે પૂર્ણરૂપથી બધા અધ્યયન સાથે લાગુ પડે છે તેથી ઉત્તરનો વાસ્તવિક અર્થ આજ ઉચિત પ્રતીત થાય છે.
અધ્યયનને અર્થ “ભણવું એમ થાય છે. પરંતુ અહીં અધ્યયન શબ્દ પરિચ્છેદ (અધ્યાય) ના અર્થમાં વપરાયે છે. નિયંતિકાર અને ચૂર્ણિકારે તેને વિશેષ અર્થ પણ કર્યો છે. પરંતુ તેમને તાત્પર્યાર્થ પરિચ્છેદથી જ છે.
ઉત્તરાધ્યયનના કર્તુત્વના સંબંધમાં નિર્યુક્તિ, ચૂર્ણિ તથા વિદ્વાનોમાં વિવિધ મતભેદ છે, પરંતુ તે બધાની ચર્ચા અહીં વિસ્તારભયથી કરી નથી. આ સત્ય છે કે ઉત્તરધ્યયનને મોટો ભાગ ભ. મહાવીર દ્વારા કથિત છે અને કેટલેક ભાગ પાછળથી ઉમેરવામાં આવ્યું છે.
નિર્યુકિતની દષ્ટિએ ૩૬ અધ્યયનમાંથી કેટલોક ભાગ ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે. કેટલાક જિનભાષિત છે, કેટલેક પ્રત્યેક બુદ્ધો દ્વારા પ્રરૂપિત છે, અને કેટલેક સંવાદરૂપે કહેવાય છે. વાદિવેતાલ શાન્તિસૂરિના અભિમતાનુસાર ઉત્તરાધ્યયન સૂત્રનું “પરિસહ નામનું બીજું અધ્યયન દષ્ટિવાદમાંથી લેવામાં આવ્યું છે દુમ પુષ્પિકા' નામનું ૧૦ મું અધ્યયન મહાવીરે પ્રરૂપ્યું છે, “કાપિલિય” નામનું ૮ મું અધ્યયન પ્રત્યેક બુદ્ધ કપિલે પ્રતિપાદિત કર્યું છે. “કેશી ગૌતમ નામનું ૨૩ મું અધ્યયન સંવાદરૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે.
ભાષા અને વિષયની દષ્ટિએ આ પ્રાચીન છે. આ વિશે વિસ્તૃત ચર્ચા શાર્પેટિયર, જેકેબી અને વિન્ટરનિટ્સ વિ. વિદ્વાનોએ કરી છે. પ્રસ્તુત ગ્રંથના અનેક સ્થળોની તુલના બૌદ્ધોના સુત્તનિપાત, જાતક અને ધમ્મપદ વિ થી કરી શકાય છે. જેમકે-રાજા નમિને બૌદ્ધ સાહિત્યમાં પ્રત્યેક બુદ્ધ માનીને તેની કઠોર તપસ્યાનું વર્ણન કર્યું છે. હરિકેશી મુનિની કથા કંઈક જુદા રૂપમાં માતંગ જાતકમાં પ્રાપ્ત થાય છે. ચિત્ત સંભૂતની કથાની તુલના ચિત્તસંભૂત જાતકથી કરી શકાય છે. ઈષકાર રાજાની કથાની તલના હથિયાર જાતકમાં વર્ણિત કથા સાથે કરી શકાય છે. પ્રત્યેક બુધની
૧. વિશેષશ્ચાય યથા-વ્યંભવ થાવ ક્રમ: તદાડડરતનુ દશવૈકાલિકોત્તરકાલ પાન્ત ઇતિ-ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ પત્ર ૫ ૨. ઉત્તરજઝયણ ઉત્તરપદાણિ વગેઇ -ધવલા પૃષ્ઠ ૯૭. ૩. ઉત્તરાણિ અહિંજતિ, ઉત્તરજમણું પદે જિણિદેહિ !
- અંગપણપતિ ૩-૨૫-૨૬ ૪. અજઝસ્સાણયણે કમાણે અવચ વિચિયાણ
આજીવીઓ વ ણવાણું તન્હા અજયણમિચ્છતા અહિગમ્મતિ વ અત્થા અણેણ અહિયે વ ણયણમિર્ઝતિ | અહિ વ સાહુ ગ૭ઇ તન્હા અજઝણમિર્ઝતિ |
• ઉત્તરાધ્યયન નિર્યુકિત ગા. ૬-૭ (ખ) ઉત્તરાધ્યયન બૃહદ વૃત્તિ પૃ. ૬-૭, ચૂણિ પૃ.૭ ૫. ઇઇ પાઉકરે બુદ્ધ નાયએ પરિનિલૂએ છત્તીસં ઉત્તરજઝાએ ભવસિદ્ધિય સમ્મા |
- ઉત્તરાધ્યયને સૂત્ર અ. ૩૬ ગા. ૨૬૮
૨૭૨ Jain Education International
તત્ત્વદર્શન www.jainelibrary.org
For Private & Personal Use Only