SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યું છે. પ્રસ્તુત પદમાં કર્મના બદ્ધ, સ્પષ્ટ, સંચય અને કર્મોના અનુભાવ (વેદન)ની ગતિ, સ્થિતિ, ભવ, પુદ્ગલ આદિ દષ્ટિએ વિસ્તારથી વિચારણા કરવામાં આવી છે. અડાવીસમા પદનું નામ “આહારપદ” છે. આમાં જીવના આહાર સંબંધી વિચારણા ૨ ઉદ્દેશકોમાં કરેલ છે. પ્રથમ ઉદ્દેશકમાં ૧૧ દ્વાર અને બીજા ઉદ્દેશકમાં ૧૩ દ્વાર વડે આહાર સંબંધી પ્રતિપાદન કર્યું છે. ૨૪ દંડકમાં જવાનો આહાર સચેત હોય છે, અચેત હોય છે કે મિશ્ર? આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું છે કે વૈક્રિયશરીરધારી જીવોને આહાર અચેત જ હોય છે. પરંતુ દારિક શરીરધારી જીવે ત્રણે પ્રકારના આહાર લે છે. ૨૪ દંડકમાં સાત દ્વારથી આહાર સંબંધી વિચારણા કરી છે. જેમ કે-જી આહારાથી હોય છે કે નહિ, કેટલા સમય પછી આહારની ઈચ્છાવાળા થાય છે, આહારમાં શું લે છે, બધી દિશાઓમાંથી આહારના પુદ્ગલે ગ્રહણ કરી સમગ્રનું પરિણમન કરે છે, સર્વ ભાવથી આહાર કરે છે કે અમુક અંશને અને ગ્રહણ કરેલા બધા પુદગલોને આહાર રૂપે પરિણુમાવે છે? છે જે આહાર લે છે તે આભગ નિર્વર્તિત (પતાની ઈચ્છા થાય ત્યારે લેવો) અને અનાગ નિર્વર્તિત(ઈચ્છા વિના આહા૨ ગ્રહણ કરવો)-એમ બે પ્રકારે છે. ઈચ્છા થતાં આહાર લેવામાં જીવની જુદી જુદી કાળમર્યાદા છે. પરંતુ અનિચ્છાએ લેવાતે આહાર તો નિરન્તર ગ્રહણ થાય છે. વર્ણ, રસ આદિથી યુકત, અનંતપ્રદેશી સ્કવાળે અને અસંખ્યાત પ્રદેશી ક્ષેત્રાવગાઢ અને આત્મપ્રદેશે વડે સ્પેશયેલા પુદગળાજ આહાર માટે ઉપયોગી થાય છે. પ્રસ્તુત પદના બીજા ઉદ્દેશકમાં ૧૩ કારોથી જીવોના આહારક અને અનાહારક એમ બે વિકલ્પોની ચર્ચા કરી છે. એજ પ્રમાણે લેમ આહાર, પ્રક્ષેપ આહાર અને એજ આહાર ક્યા ક્યા જીવોને હોય છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. ૨૯, ૩૦ અને ૩૩મો પદ “ઉપયોગ”, “પશ્યના” અને “અવધિ” પર છે. પ્રજ્ઞાપના સૂત્રમાં જીના બોધવ્યાપાર અથવા જ્ઞાનવ્યાપારના સંબંધમાં આ ત્રણ પદોમાં ચર્ચાવિચારણા કરવામાં આવી છે તેથી ત્રણેને એક સાથે અહીં લીધાં છે અને વિવેચન કર્યું છે. આત્મા વિજ્ઞાતા છે. તેમાં કઈ પ્રકારના રસ કે રૂપ નથી. અરૂપી હોવા છતાં “સ છે. આત્મા અરૂપી, લેકપ્રમાણપ્રદેશેવાળ અને નિત્ય છે. તેનો ગુણ ‘ઉપયોગ” છે. સંખ્યાથી અનંત આત્માઓ છે. ‘ઉપયોગ” એ આત્માનું લક્ષણ અથવા ગુણ છે. જો કે ઉપગમાં “અવધિનો સમાવેશ થ હોવા છતાં આને અલગ પદ આપવાનું કારણ એ છે કે તે કાળે “અવધિના સંબંધમાં વિશેષ વિચાર કરવામાં આવ્યો હતો. આ પદમાં ઉપયોગના અને પશ્યનાના બએ ભેદ કર્યા છે. સાકારોપયોગ (જ્ઞાન) અને અનાકારે પગ દર્શન), સાકારપશ્યત્તા અને અનાકાર પશ્યત્તા. આચાર્ય અભયદેવે પશ્યત્તાને “ઉપયોગ વિશેષ” જ બતાવેલ છે. વધુ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે જે બેધમાં વૈકાલિક અવબોધ થતો હોય તે પશ્યના કહેવાય છે, પરંતુ જે બોધમાં માત્ર વર્તમાનકાલિક બોધ થાય છે ? કહેવાય છે. ઉપયોગ અને પશ્યત્તા આ બંનેની પ્રરૂપણું જીના ૨૪ દંડકમાં કરવામાં આવી છે. “અવધિપહ”માં ભેદ, વિષય, સંસ્થાન, બાહ્યઆભ્યન્તર અવધિ, દેશાવધિ, ક્ષયવૃદ્ધિ, પ્રતિપાતી–અપ્રતિપાતી. આ સાત પ્રકારે અવધિજ્ઞાનના સંબંધમાં વિસ્તારથી ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. ઈન્દ્રિય અને મનની સહાયતા વિના થનારા રૂપ પદાર્થોના જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. તેના બે ભેદ છે. એકતો જન્મની સાથે પ્રાપ્ત થનાર ઔપપાતિક કે જે દેવ અને નારકીને થાય છે અને બીજું કર્મોના પશમથી થનારૂં. જે મન અને તિર્યંચ પંચેન્દ્રિયને થાય છે તે ક્ષાપથમિક કહેવાય છે. ૩૧માં સંક્ષિપદમાં સિદ્ધસહિત સંપૂર્ણ જીવને સંજ્ઞી, અસંજ્ઞી અને સંસી–ને અસંજ્ઞી એમ ત્રણ ભેદમાં વિભક્ત કરીને વિચાર કરવામાં આવ્યો છે. સિદ્ધ ન તે સંજ્ઞી છે અને ન અસંજ્ઞી–તેથી તેમને નોસંસી-અસંસી કહેવાય છે. મનુષ્યમાં પણ જેઓ કેવળી છે તેઓ પણ સિદ્ધસમાન છે. કારણ કે મન હોવા છતાં પણ તેઓ તેને ઉપગ કરીને જ્ઞાન પ્રાપ્ત નથી કરતા. અન્ય મનુષ્ય સંજ્ઞી અને અસંજ્ઞી બંને પ્રકારના હોય છે. એકેન્દ્રિયથી લઈને ૨૫૬ Jain Education International તવદર્શન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy