________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સત્તરમું ‘લૈશ્યાપદ’ છે. આમાં લૈશ્યાનું વર્ણન કરનારા ૬ ઉદ્દેશક છે. પ્રથમ ઉદ્દેશકમાં નારકી વિ. ૨૪ ઢંડકના સબંધમાં આહાર, શરીર, વાસેાચ્છવાસ, કર્મ, વર્ણ, વેશ્યા, વેદના, ક્રિયા, આયુષ્ય આદિનું વર્ણન છે. સલેશી છવાની અપેક્ષાએ નારકાદિ ૨૪ દડકામાં ઉપરોકત સમ, વિષમનું વિવેચન છે. ખીજા ઉદ્દેશકમાં લેશ્યાના ૬ ભેદ ખતાવી નરકાદિ ચાર ગતિના જીવેામાં કેટઠ્ઠી-કેટલી લેશ્યાએ હાય છે તેનું નિરૂપણ છે. ત્રીજા ઉદ્દેશકમાં જન્મ અને મરણુ વખતે જે લેશ્યા હાય છે તેનુ વર્ણન છે. અને તે લેશ્યાવાળા જીવાને કેટલુ જ્ઞાન હૈાય છે, અવધિજ્ઞાનની મર્યાદા વિ. સમધીનુ વિવેચન છે. ચેાથા ઉદ્દેશકમાં એક લેશ્યાનું ખીજી લેશ્યાપણે પરિણમન થતાં તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શોની ચર્ચા છે. પાંચમા ઉદ્દેશકમાં દેવ, નારકીની અપેક્ષાએ લેશ્યાએનું એક લેશ્યાનું ખીજી લેશ્યામાં પરિણમન થતુ નથી. અને છઠા ઉદ્દેશકમાં મનુષ્ય સબંધી લેશ્યાના વિચાર કરવામાં આવેલ છે.
લેશ્યાના અર્થી ટીકાકારે આ પ્રમાણે કર્યું છે. કષાય રજિત યાગપ્રવૃત્તિને' લેશ્યા કહેવાય છે. આ પરિભાષા છમસ્થ સબંધી છે. શુકલલેશ્યા ૧૩મા ગુણસ્થાનવતી કેવળીને પણ હાય છે તેથી ત્યાં યાગની પ્રવૃત્તિને જ લેચ્યા કહેલ છે. કષાય તે માત્ર તે જ ચેગની પ્રવૃત્તિમાં તીવ્રતા આદિને સંનિવેશ કરે છે. ૧
જીવને અમુક લેશ્યાની પ્રાપ્તિ થયા બાદ અન્તર્મુહૂર્ત વીત્યા પછી અને અન્તર્મુહૂર્ત શેષ રહે ત્યારે જીવ પરલેાકમાં જન્મ ધારણ કરે છે. કારણ કે મરણ સમયે આગામી ભવની અને જન્મ વખતે અતીતભવની લેશ્યાનુ અન્તર્મુહૂર્ત કાળ સુધી હેવુ આવશ્યક છે. જીવ જે લૈશ્યામાં મરણુ પામે છે, તે આવતા ભવમાં તે જ લેશ્યામાં જન્મે છે.ર અઢારમા પઢનું નામ કાયસ્થિતિ છે. તેમાં જીવ અને અજીવ બન્ને પાતપેાતાની પર્યાયમાં કેટલા સમય સુધી રહે છે તે પરત્વે ચિન્તન કર્યું છે. ચાથા સ્થિતિપ અને આ અઢારમા કાર્યસ્થિતિ પદ્ધમાં તફાવત એ છે કે સ્થિતિપદ્મમાં તે ૨૪ ૪ડકામાં જીવાની ભસ્થિતિ અર્થાત્ એક ભવની અપેક્ષાએ આયુષ્યના વિચાર કર્યો છે. જયારે આ પઢમાં એક જીવ મરીને સતત તેજ ભવમાં વારવાર નિરન્તર જન્મ્યા કરે તેા તેવા બધા ભવેાની પર્'પરાની કાળમર્યાદા કેટલી અથવા તે બધા ભવેાના મળી આયુષ્યના કેટલે સરવાળે! થાય તેને વિચાર કાર્યસ્થિતિ પમાં કરવામાં આવેલ છે. સ્થિતિઢમાં તે માત્ર આયુષ્યને જ વિચાર છે, જ્યારે પ્રસ્તુત પમાં ધર્માસ્તિકાય આદિ અજીવ દ્રવ્ય કે જે ‘કાય’ રૂપે એળખાય છે, તેમનુ તે રૂપે ટકવાના કાળ (સ્થિતિ) પણ વિચાર કરવામાં આવ્યેા છે.
આ પદ્મમાં જીવ, ગતિ, ઇન્દ્રિય, યેાગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સયત, ઉપયેગ, આહાર, ભાષક, પત્તિ, પર્યાપ્ત, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવસિદ્ધિક, અસ્તિકાય અને ચરમની અપેક્ષાએ કાયસ્થિતિનું વર્ણન છે. વનસ્પતિકાયની કાયસ્થિતિ ‘અસંખેજા પાગલ પરિયટ્ટા' મંતાવી છે. તેનું કારણ એ છે કે • કાઇ પણ વનસ્પતિના જીવ અનાદિકાળથી વનસ્પતિ રૂપે રહી શકે નહિં અને તેણે વનસ્પતિકાય સિવાયને ભવ કર્યાં હાવા જોઇએ–’ એવી ભ્રાંતિને ટાળવા માટે વનસ્પતિના વ્યવહાર-રાશિ અને અવ્યવહાર રાશિ એમ બે પ્રકારના ભેદ્ય બતાવ્યા છે. તેમજ નિગેાદના જીવાના સ્વરૂપનું વર્ણન કર્યું" છે. માતા મરૂદેવીના જીવ અનાદિકાળથી વનસ્પતિમાં હતા તેના પ્રમાણુના ઉલ્લેખ ટીકામાં કરેલ છે.
એગણીસમુ` ‘સમ્યકત્વ’ પદ્મ છે. આમાં જીવાના ૨૪ ડકેામાં સભ્યષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને મિશ્રદષ્ટિ સબંધી વિચાર કરતાં જણાવ્યું છે કે સમ્યગ્ મિથ્યાષ્ટિ (મિશ્ર) કેવળ પંચેન્દ્રિયજ હોય છે અને એકેન્દ્રિય મિથ્યાટષ્ટિજ હાય છે. ત્રસમાં એઇન્દ્રિયથી લઈ ચરિન્દ્રિય સુધીના જીવા સમ્યગ્ મિથ્યાષ્ટિ નથી હાતા. ટખંડાગમમાં અસફ્રી પંચેન્દ્રિયને મિથ્યામ્રષ્ટિ જ કહેલ છે. સભ્યષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ એઇન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના વા ડેાય છે. વીસમા પદ્મનું નામ ‘· અન્તક્રિયા ’ છે. ભવનેા અન્ત કરનારી ક્રિયા ‘ અન્તક્રિયા ’કહેવાય છે. આ ક્રિયા અહીં
૧. આવશ્યક ચૂર્ણિમાં જિનદાસ મહત્તરે કહ્યું છે.
“લેશ્યાભિરાત્મનિ કર્માણિ સંશ્લિષ્યન્તે। યોગપરિણામેા લેશ્યા! જમ્મુ થયોગિકેવલી અલેસ્સા”
૨. “જલ્લેસાઈ દવાઈ આયઇત્તા કાલું કરેઇ તપ્લેસેસુ ઉંવવજજઇ”
૩. પ્રજ્ઞાપના ટીકા પત્ર ૩૭૯ અને ૩૮૫,
૨૫૪
Jain Education International
For Private Personal Use Only
'
તત્ત્વદર્શન
www.jainelibrary.org