________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથો
૧૨ મુહૂર્તને વિરહકાળ કેવી રીતે ઘટી શકે? આ પ્રશ્નના ઉત્તરમાં તેમણે સ્પષ્ટીકરણ કર્યું છે કે સાતે નરકનો એક સાથે સમુચ્ચય વિચાર કરતાં ૧૨ મુહર્ત પછી કેઈ ને કોઈ જીવ નરકમાં ઉત્પન્ન થાય જ છે. આ જ પ્રમાણે અન્ય ગતિમાં પણ સમજવું.'
પાંચ સ્થાવરોમાં નિરન્તર ઉપપાત અને ઉદ્દવર્તના છે. આમાં આંતરાને કોઈ વિકલ્પ નથી. ત્યાર પછી નરકથી માંડીને સિદ્ધ સુધી એક સમયમાં કેટલા જીવન ઉપપાત અને ઉદ્દવર્તાના થાય છે તે વિષે વિચાર કરવામાં આવ્યું છે. તેની સાથેસાથે નરક આદિના ભેદ-પ્રભેદમાં જીવ કયા કયા ભવમાંથી આવીને ઉત્પન્ન થાય છે અને મરીને કયાં કયાં જાય છે, તેમજ પરભવનું આયુષ્ય જીવ કયારે બાંધે છે તેની ચર્ચા છે. જીવે જેવા પ્રકારનું આયુષ્ય બાંધ્યું હોય તેવા પ્રકારનો જ નવો ભવ ધારણ કરે છે.
આયુષ્યના સ પક્રમ અને નિરૂપક્રમ એમ બે ભેદ છે. દેવો અને નારકીઓને તે નિરૂપકમ આયુષ્ય જ હોય છે કારણ કે તેમનું આકસ્મિક મૃત્યુ થતું નથી અને આયુષ્યના ૬ માસ બાકી રહે ત્યારે જ તેઓ નવા આગામી ભવનું આયુષ્ય બાંધે છે. એકેન્દ્રિયથી લઈને ચતુરિન્દ્રિય સુધીના માં અને પ્રકારના આયુ હોય છે. નિરૂપક્રમ હોય તે આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહેતાં પરભવનું આયુષ્ય બાંધે છે અને સપક્રમ હોય તો ત્રીજા ભાગનો પણ ત્રીજો ભાગ કરતાં કરતાં બાકી રહે તેમાં પરભવનું આયુષ્ય બાંધે છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા જી હોય તે નિયમથી આયુષ્યના ૬ માસ શેષ રહેતાં અને સંખ્યાતવર્ષની આયુષ્યવાળા જે નિરૂપક્રમ આયુવાળા હોય તે આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહેતાં પરભવનું આયુષ્ય બાંધે છે અને જે સોપક્રમ આ યુવાળા હોય તે એકેન્દ્રિય સમાન જાણવું. ત્યારબાદ આયુષ્ય બંધના ૬ પ્રકાર બતાવ્યા છે. (૧) જાતિનામ નિદ્ધત આયુ (૨) ગતિનામ (૩) સ્થિતિનામ (૪) અવગાહના નામ (૫) પ્રદેશ નામ અને (૬) અનુભાવના નામ-નિદ્ધત આ યુગનું નિરૂપણ છે. આ બધામાં આયુષ્ય કર્મનું પ્રાધાન્ય છે અને તેને ઉદય થતાં તે તે જાતિનામ આદિ કર્મનો ઉદય થાય છે.
સાતમા પદમાં સિધ સિવાય જેટલા પણ સંસારી જીવે છે તેમના શ્વાસોચ્છવાસના કાળની ચર્ચા છે. આચાર્ય મલયગિરિએ લખ્યું છે કે જેટલું દુઃખ વધુ તેટલા શ્વાસોચ્છવાસનું પ્રમાણ વધારે. અત્યન્ત દુઃખી જીવને તે નિરન્તર શ્વાસોચ્છવાસની પ્રક્રિયા ચાલુ જ રહે છે. જેમ જેમ સુખ વધતું જાય છે તેમ તેમ શ્વાસોચ્છવાસનો સમય લાંબો વધતું જાય છે એટલે કે લાંબા સમય બાદ શ્વાસોચ્છવાસ લેવા મૂકવાની ક્રિયા થાય છે. આ તે અનુભવની વાત છે. શ્વાસોચ્છવાસની ક્રિયા પણ દુ:ખ છે. દેવોમાં જેમની જેટલી આયુષ્ય સ્થિતિ હોય છે તેટલા પખવાડિયા પછી તેમની શ્વાસે છવાસની ક્રિયા થાય છે. આ પ્રમાણે વિસ્તારથી નિરૂપણ કરવામાં આવેલ છે.*
આઠમાં “સંજ્ઞા પદમાં જીની સંજ્ઞા વિષે ચિન્તન કરવામાં આવ્યું છે. સંજ્ઞા દશ પ્રકારની છે-આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક અને એઇ. આ દશે સંજ્ઞાઓ જેવીસે દંડકમાં ઘટાવીને વિચાર કર્યો છે અને સંજ્ઞા સંપન્ન જીવોના અપહત્વને પણ વિચાર કર્યો છે. નારકીમાં લાયસંજ્ઞા, તિર્યંચમાં આહારસંજ્ઞા, મનુષ્યમાં મૈથુન સંજ્ઞા અને દેવમાં પરિગ્રહ સજ્ઞાની બહુલતા અને મુખ્યતા હોય છે. - નવમા પદનું નામ “નિપદી છે. એક ભવમાંથી મરીને બીજા ભવમાં જતાં જીવ પોતાની સાથે કામણ અને તેજસ શરીર લઈને જાય છે. તે સ્થળે નવા જન્મને યોગ્ય ઔદારિક વિ. શરીરના પુદગલેને ગ્રહણ કરે છે તે સ્થાનને યોનિ અથવા ઉત્પત્તિસ્થાન કહે છે. પ્રસ્તુત પદમાં નિને અનેક દષ્ટિએ વિચાર કરવામાં આવ્યું છે. શીત, ઉષ્ણ, શીતેણ, સચિત્ત, અચિત્ત, મિશ્ર, સંવૃત, વિવૃત અને સંવૃતવિવૃત. આ પ્રમાણે નવ પ્રકારે જીના નિસ્થાન અર્થાત્ ઉત્પત્તિસ્થાનનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવેલ છે.
૧. પ્રજ્ઞાપના ટીકા પત્ર ૨૦૧૫. ૨. અતિદુ:ખિતા હિ નૈરયિકા : દુ:ખિતાનાં ચ નિરન્તર ઉચ્છવાસ નિશ્વાસ તથા લોક દર્શનાત -પ્રજ્ઞાપના ટીકા પત્ર ૨૨૦. ૩. સુખિતાનાં ચ યથોત્તરે મહાનુચ્છવાસ નિ:શ્વાસ ક્રિયા વિરહકાલ: -પ્રજ્ઞાપના ટીકા પત્ર ૨૨૧. ૪. યથા યથાશ્રુષ : સાગરોપમવૃદ્ધિસ્તથા તથચ્છવાસ નિ:શ્વાસ ક્રિયા વિરહ પ્રમાણમ્યાપિ પક્ષવૃદ્ધિ :
૨૫૧
આગમસાર દેહન Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org