________________
}પૂજ્ય ગુરૂદેવ દવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
વડે શાસન, ઈન્દ્રને વિરહકાળ, પુષ્કરદધિનું સ્થાન, ચક્રવાલ વિષ્કભ, પરિધિ, ચાર દ્વાર, તેમનું અન્તર, દ્વીપ અને સમુદ્રના જીવોની પરસ્પર ઉત્પત્તિ વિ.નું વર્ણન છે.
અન્તમાં સ્વયંભરમણદ્વીપ અને સમદ્રનું વર્ણન છે. લવણ સમુદ્ર, કાલેદ સમદ્ર, પુષ્કર, વરૂણહ, ક્ષીરે, વૃદ, તથા શેષ સમુદ્ર આદિના પાણીના આસ્વાદનું વર્ણન છે. આ પ્રત્યેક રસવાળા ૪-૪ સમુદ્ર, ઉદુગરસવાળા ૩ સમુદ્ર, ઘણું મચ્છ કચ્છવાળા ૩ સમુદ્ર તેમજ બાકીના સમુદ્ર અ૫ મચ્છવાળાં છે. સમુદ્રના મત્સ્યની કુલકેટિ, અવગાહના આદિનું વર્ણન છે. દેવતાની દિવ્યગતિ, આદ્ય પુદ્દગલેના ગ્રહણથીજ થતી વિક્રર્વણા, દેવના વૈક્રિય શરીરને છદ્મસ્થ જોઈ શકતો નથી. બાળકનું છેદન-ભેદન કર્યા વિના બાળકને નાનું મોટું કરવાનું સામર્થ્ય દેવમાં હોય છે. વિ. નું વર્ણન છે.
ચન્દ્ર, સૂર્યની નીચે, મધ્ય અને ઉપર રહેનારા તારાઓનું વર્ણન, પ્રત્યેક ચન્દ્ર, સૂર્યના પરિવારનું પરિમાણ, જબૂદ્વીપના મેરુથી લઈને તિષદેવોની ગતિનું અન્તર, કાન્તથી લઈને જોતિષીની ગતિ તથા ક્ષેત્રનું અત્તર, રત્નપ્રભાના ઉપરી ભાગથી તારાઓનું, સૂર્યવિમાનનું, ચન્દ્રવિમાનનું અને સાથી ઉપરના તારાના વિમાનના અન્તરનું કથન છે.
તેવી જ રીતે અધેવત તારાથી લઈને સૂર્ય, ચન્દ્ર અને સર્વોપરિ તારાનું અન્તર, જંબુદ્વીપમાં સર્વાભ્યન્તર, સર્વ બાહ્ય, સર્વોપરિ સર્વ અધગમન કરનારા નક્ષત્રનું વર્ણન, ચંદ્રવિમાન યાવતું તારાવિમાનના વિષંભ, પરિધિ, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રના વિમાનનું પરિવહન કરનારા દેવની સંખ્યા. તેમજ ચંદ્રાદિની ગતિ, અગ્રમહિષીઓ, તેમની વિક્ર્વણ આદિનું વર્ણન આપવામાં આવ્યું છે.
વૈમાનિક દેવેનું વર્ણન કરતાં શક્રેન્દ્રની ૩ પરિષદ, તેમના દેવેની સંખ્યા, સ્થિતિ યાવત્ અમ્યુકેન્દ્રની ૩ પરિષદ આદિનું વર્ણન છે. અહમિન્દ્ર રૈવેયક તથા અનુત્તર વિમાનના દેવેનું વર્ણન છે. સધર્મ, ઈશાનથી માંડીને અનુરાર વિમાન સુધીના વિમાનને આધાર, સૌધર્મ યાવત્ અનુત્તર વિમાન પૃથ્વીનું ભિન્ન ભિન્ન બાહુલ્ય, ભિન્ન-ભિન્ન સંસ્થાન, ઊંચાઈ, આયામ, વિધ્વંભ, પરિધિ, વર્ણ, પ્રભા, ગંધ અને સ્પર્શ, સર્વ વિમાનની પદ્ગલિક રચના, છો અને પુત્રને ચય ઉપચય, જેની ઉત્પત્તિને ભિન્નભિન્ન – ક્રમ, સર્વ જીવોથી સર્વથા કદી પણ ખાલી ન હોવું, દેવોની ભિન્ન-ભિન્ન અવગાહના. રૈવેયક અને અનુત્તર દેવામાં વિક્રિયા કરવાની શકિત હોવા છતાં તેઓ વિક્રિયા કરતા નથી. દેવેમાં સંઘયણને અભાવ છે. તેમને પુદ્ગલેનું માત્ર શુભ પરિણમન થાય છે. દેવમાં સમચતુરસ્ત્ર સંસ્થાન છે, જુદાં-જુદાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. વૈમાનિક દેના અવધિજ્ઞાનની ભિન્ન-ભિન્ન અવધિ-મર્યાદા, ભિન્ન-ભિન્ન સમુદ્યાત, ક્ષુધા, પિપાસાના વેદનને અભાવ, ભિન્ન-ભિન્ન પ્રકારની વૈક્રિય શકિત, સાતા વેદનીય, વેશભૂષા, કામગ, ભિન્ન ભિન્ન સ્થિતિ, ગતિ, નારકીઓની, તિર્યંચોની, મનુષ્ય અને દેવેની જઘન્ય,ઉત્કૃષ્ટ સ્થિતિ અને જઘન્ય સંસ્થિતકાળ. નારકી, મનુષ્ય અને દેવ તથા તિર્યંચનો જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તરકાળ અને તેમના અપહત્વનું વર્ણન છે.
ચોથી પંચવિધ જીવ પ્રતિપત્તિમાં સંસાપસ્થિત જીવના પાંચ પ્રકાર બતાવ્યા છે. એકેંદ્રિય યાવત પંચેન્દ્રિય. જીવ બે પ્રકારના છે - સૂમ અને બાદર. તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ, સંસ્થિતિકાળ તથા અલાબહેત્વનું વર્ણન છે.
પાંચમી ષવિધ જીવપ્રતિપત્તિમાં સંસાર સ્થિત છે ૬ પ્રકારના કહ્યાં છે. પૃથ્વીકાય યાવત્ ત્રસકાય. તેના પ્રત્યેકના ૨-૨ ભેદ્ર છે. તેમના ભિન્ન ભિન સંસ્થિતિકાળ તથા ભિન્ન-ભિન્ન અંતરકાળ તેમજ અપબહત્વ બતાવેલ છે. સૂમબાહર કાયિક જીવની સ્થિતિ, સંસ્થિતિ, અંતરકાલ અને અલપમહત્વ આદિનું વર્ણન છે.
છઠી સપ્તવિધ જીવપ્રતિપત્તિમાં સંસારસ્થ જીવન ૭ પ્રકાર બતાવ્યા છે. તે સંસારી જીવોની સ્થિતિ, સંસ્થિતિ, અન્તરકાળ અને અ૫હત્વનું વર્ણન છે. તે સાત જીવો આ પ્રમાણે છે-નૈરયિક, તિર્યચ, તિર્યંચણી, મનુષ્ય, માનુષી, દેવ અને દેવી.
સાતમી અષ્ટવિધ જીવપ્રતિપત્તિમાં સંસારી જીવ ૮ પ્રકારના બતાવ્યા છે. પ્રથમ સમય નૈરયિક, અપ્રથમ સમય નૈરયિક, તેવી જ રીતે પ્રથમ સમય તિર્યચ, મનુષ્ય અને દેવ એ જ પ્રમાણે અપ્રથમ સમય તિર્યચ, મનુષ્ય અને દેવનું વર્ણન છે. આ આઠ પ્રકારના સંસારી જીની સ્થિતિ, સંસ્થિતિકાળ, અતરકાળ અને અલ્પબહુત્વ પર પ્રકાશ પાડયો છે.
૨૪૧
આગમસા૨ દોહન Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org