SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ ફવિલય પં. નાનયજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ સચિત દ્રવ્ય, વિગય, ઉપાન વગેરે ૧૪ નિયમે પ્રતિદિન ધારવાનું પણ વિધાન છે. આ વ્રતના પાંચ અતિચારે આ પ્રમાણે છે. (૧) આનયન પ્રયોગ – મર્યાદિત ક્ષેત્રથી બહારની વસ્તુ મંગાવવી. (૨) પ્રધ્ય પ્રવેગ - મર્યાદિત ક્ષેત્રથી બહાર કઈ વસ્તુ મોકલવી. (૩) શબ્દાનુપાત - જે ક્ષેત્ર ભાગમાં પિતે જવાનો નિયમ ન કર્યો હોય ત્યાં શબ્દ સંકેત દ્વારા પિતાન' કાર્ય કરવું. (૪) રૂપાનુપાત – મર્યાદિત ક્ષેત્રની બહાર કોઈ વસ્તુ સંકેત વડે ઈશારાથી અથવા પિતાને ચેહેરે બતાવી કામ કરાવવું. (૫) પુદગલ પ્રક્ષેપ - મર્યાદિત ક્ષેત્રથી બહાર કાંકરે, પત્થર વગેરે ફેંકી કોઈનું ધ્યાન પિતાના તરફ આકૃષ્ટ કરવું. (૧૧) અગિયારમું પૌષધોપવાસ વ્રત- પિષધને અન્યત્ર “ઉપવસથ” કહેલ છે. આનો અર્થ એ થાય છે કે ધર્માચાર્યની સમીપે અથવા ધર્મસ્થાનમાં રહેવું. ધર્મસ્થાનમાં રહીને ઉપવાસ કરે તે પૈષધેપવાસ છે. બીજો અર્થ એ છે પિષવું તૃપ્ત કરવું. જેમ ભેજનથી શરીરને તૃપ્ત કરાય છે તેવી જ રીતે આ વ્રતથી શરીરને ભૂખ્યું રાખી આત્માને તૃપ્ત કરવામાં આવે છે. આત્મચિંતન મને મંથન કરી આત્મભાવમાં રમશું કરવું તે પિષધવત છે. આઠ પહોર સુધી આ વ્રત દ્વારા શ્રાવક શ્રમણવત્ સાધના કરે છે. આહાર પરિત્યાગની સાથે જ તે શારીરિક શૃંગાર, અબ્રહ્મચર્ય, વ્યાપાર તથા હિંસક ક્રિયાનો પણ ત્યાગ કરે છે. પિષધવ્રતના પાંચ અતિચાર આ પ્રમાણે છે.– (૧) અપ્રતિલેખિત- દુપ્રતિલેખિત - શય્યા સંસ્તારક – પિષધોગ્ય સ્થાન વગેરેનું રૂડી રીતે નિરીક્ષણ ન કરવું તે અતિચાર છે. (૨) અપ્રમાર્જિત - દુષ્પમાર્જિત શય્યા સંસ્તારક – પિષધ યોગ્ય શય્યા આદિનું સમ્યક પ્રમાર્જન (૩) અપ્રતિલેખિત- દુષ્પતિલેખિત ઉચ્ચાર પ્રસ્ત્રવણભૂમિ – મળ-મૂત્ર ત્યાગવાના સ્થાનનું નિરીક્ષણ ન કરવું. (૪) અપમાર્જિત- દુપ્રમાર્જિત ઉચ્ચાર પ્રસવણ ભમિ – મળ-મૂત્રની ભૂમિ તે સાફ કર્યા વિના અથવા રૂડી રીતે પ્રમાર્જન કર્યા વિના ઉપયોગ કરો. (૫) પૌષધોપવાસ સમ્મગનું પાલનતા – પૈષધપવાસનું સમ્યક પ્રકારે પાલન ન કરવું. પહેલાં ચાર અતિચારોમાં અનિરીક્ષણ - દુનિરીક્ષણ અથવા અપ્રમાર્જન કે દુપ્રમાર્જનને લીધે હિંસા દેષની સંભાવના રહે છે. (૧૨) બારમ અતિથિસંવિભાગ દ્રત - અતિથિ માટે પિતાના નિમિત્તે બનાવેલી પિતાના અધિકારની વસ્તુને સમુચિત વિભાગ કરીને આપવું તે અતિથિ સંવિભાગ શ્રત છે. જેના આવવા-જવાની કઈ તિથિ નિશ્ચિત ન હોય તે અતિથિ છે. આધ્યાત્મિક સાધના હેતુ જેઓ શ્રમણ બન્યા છે તેમને ન્યાયોપર્જિત નિર્દોષ વસ્તુઓનું ભકિતભાવનાથી ઉત્સાહિત થઈને પ્રમોદ ભાવથી દાન આપવું તે અતિથિ સંવિભાગ છે. જેમકે-નિગ્રંથ અતિથિને દાન આપવું તે જેમ શ્રમણોપાસકનું કર્તવ્ય છે તેવી જ રીતે દીનદુઃખી જીને યાચિત સહકાર આપે તે પણ શ્રાવકનું કર્તવ્ય છે. આ વ્રતના પાંચ અતિચાર આ પ્રમાણે છે. (૧) સચિત્ત નિક્ષેપ – અચિત્ત આહાશદિ પદાર્થ સચિત્ત વસ્તુમાં નાખીને રાખી મૂકવા અને તેનું દાન કરવું. (૨) સચિત્તપિધાન - સચિત્ત વસ્તુથી ઢાંકીને રાખી હોય તે આપવી. (૩) કાલાતિક્રમ - સમય વખતે દાન ન આપવું, અસમયમાં દાન માટે કહેવું. (૪) પરવ્યપદેશ - દાન ન આપવાની ભાવનાથી પોતાની વસ્તુને પારકી બતાવવી, અથવા પારકી વસ્તુ આપી પિતાની વસ્તુ છે એમ કહેવું. (૫) માત્સર્ય – ઈષ્ય તથા અહંકારની ભાવનાથી દાન આપવું. For Private & Personal use Only તત્વદર્શન ૨૦૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy