________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનયજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
બધી સ્થલ ચોરી શ્રાવકને વર્યું છે. તેથી શ્રાવક ચેરીને ત્યાગ પણ પૂર્વત્રતોની જેમ બે કરણ અને ત્રણ વેગથી કરે છે. આ વ્રતના પાંચ અતિચાર છે.
(૧) સ્તનાહત- અજાણતાં અથવા એમ સમજવા છતાં કે ચોરી કરવા તથા કરાવવામાં પાપ છે છતાં ચેર દ્વારા લાવેલી, ચેરીની વસ્તુ ખરીદવા અથવા ઘરમાં રાખવામાં શું હરક્ત છે? પરંતુ આ અતિચાર છે તે સમરણમાં રાખવું જોઈએ. તેમાં લોભને કારણે ઉચિત–અનુચિતપણને ખ્યાલ રહેતો નથી. આથી ચિરીને પ્રોત્સાહન મળે છે.
(૨) તસ્કર પ્રયાગ- માણસને પગાર આપી ચોરી, ઠગાઈ વગેરે કરાવવાં.
(૩) વિરુદ્ધ રાયોતિક્રમ- જુદા જુદા રા વસ્તુઓની આયાત-નિકાસ ઉપર કેટલાક પ્રતિબધે લગાડે છે, તેમના ઉપર કર લગાડે છે. રાજ્યના તે નિયમોનું ઉલ્લંઘન કરવું. અવૈધાનિક વ્યાપાર કરે. નિષેધ કરેલ વસ્તુઓ એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડવી. રાજ્યહિત વિરુદ્ધ ગુપ્ત રીતે દાણચોરી આદિના કાર્યો કરવા–આ બધાં રાજ્ય વિરુદ્ધ કાર્યો છે અને તે અતિચાર છે.
(૪) કટતુલા-કુટમાન- માપ-તેલ તથા આપવા લેવામાં બેઈમાની કરવી. આથી વિશ્વાસઘાત થાય છે. કેઇના અજ્ઞાનનો આ પ્રમાણે અનુચિત લાભ ન ઉઠાવવું જોઈએ.
(પ) તત્મતિરૂપક વ્યવહાર- વસ્તુમાં ભેળ-સંભેળ-મિલાવટ કરવી. સારી વસ્તુ બતાવી ખરાબ વસ્તુ આપવી. આ વ્રતનું વ્યાપાર તથા વ્યવહારમાં કેટલું મહત્વપૂર્ણ સ્થાન છે તે કહેવાની આવશ્યક્તા નથી.
(૪) ચેઠું સ્વદાર સતેષત- આ વ્રતમાં શ્રાવક પરસ્ત્રી સાથેના સહવાસનો ત્યાગ કરે છે અને પિતાની સ્ત્રી સાથેના સહવાસની મર્યાદા કરે છે. આ વ્રત બે કરણ અને ત્રણ વેગથી પણ થઈ શકે છે પરંતુ એક કરણ અને એક પેગ આવશ્યક માનેલ છે. આ વ્રતમાં પદારા-વેશ્યા અને કુમારિકાને ત્યાગ સ્વતઃ થઈ જાય છે. આના મુખ્ય પાંચ અતિચાર છે.
(૧) ઇરિક પરિગ્રહીતા ગમન- એવી સ્ત્રી સાથે સહવાસ કરે કે જે થોડા વખત માટે રાખવામાં આવી હોય. (૨) અપરિગ્રહીતા ગમન- વેશ્યા આદિની સાથે સહવાસ કરવો. (૩) અનંગકીડા- અપ્રાકૃતિક મૈથુનનું સેવન કરવું.
(૪) પરવિવાહકરણ- કન્યાદાનને પુણ્ય સમજી રાગાદિ અથવા સ્વાર્થવશ બીજાના દીકરા-દીકરીઓને કમેળકજોડાં મેળવી આપી-વિવાહ કરાવી દે.
(૫) કામગ તીવ્રાભિલાષા– વિષય-ભેગ તથા કામક્રીડામાં તીવ્ર આસકિતનું હોવું. આ બધા અતિચારથી સદાચાર અથવા બ્રહ્મચર્ય વ્રત ફ્રિષિત થાય છે તેથી શ્રાવકે આ અતિચારેથી બચવું જોઈએ.
(૫) પાંચમું સ્થલ પરિગ્રહ પરિમાણ વ્રત- માનવની ઈચ્છા આકાશની જેમ અનંત છે. આ ઈચ્છાની મર્યાદા કરવી-ઈચ્છા પરિમાણુ અથવા પરિગ્રહ પરિમાણ વ્રત કહેવાય છે. આ વ્રતનું મહત્વ અનેક દષ્ટિઓથી બતાવાયું છે. આ વિશ્વમાં સોનું, ચાંદી, હીરા, પન્ના, માણેક, મેતી, ભૂમિ, અન્ન-વસ્ત્રાદિ જેટલા પણ પદાર્થો છે તે બધા પરિમિત છે. તેથી તેમને સંગ્રહ કરવાથી વિષમતાની વિભીષિકા-જવાલા ભડકી ઊઠે છે. આ વ્રત તે ભયંકર તૃષ્ણારૂપી ભડકેલી પાવક જવાલાને શાન્ત કરે છે. આથી જીવનમાં શાન્તિને સાગર લહેરાવા લાગે છે. આ જગતને સમસ્ત પરિગ્રહ નવ ભાગોમાં વિભકત કરી શકાય છે.
(1) ક્ષેત્રનીપજાઉ ભૂમિની મર્યાદા. (૨) વરંતુ-મકાન, દુકાન, ગેદામ આદિની મર્યાદા (૩) હિરણ્ય-ચાંદી-રૂપાનાં વાસણ, આભૂષણ તથા અન્ય ઉપકરણે. (૪) સુવર્ણસનું-સોનાના વાસણ, આભૂષણ તથા અન્ય ઉપકરણે વગેરે.
Jain 203 on International
તવદર્શનy.org
For Private & Personal Use Only