________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સમવાયાંગ તથા નન્દીસૂત્રમાં ઠાણાંગનો પરિચય કરાવતાં લખ્યું છે કે આમાં સ્વસમય, પરસમય અને સ્વ–પર ઉભય સમય, જીવ-અજીવ-જીવાજીવ, લોક, અલેકની સ્થાપના કરી છે. પદાર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને પર્યાયની દષ્ટિએ ચિન્તન કરવામાં આવ્યું છે. એક સ્થાન, બે સ્થાન યાવત્ દશ સ્થાન દ્વારા દેશવિધ વકતવ્યતાની સ્થાપના કરી છે અને ધમાંસ્તિકાય, અધમસ્તિકાય આદિ દ્રવ્યાની પ્રરૂપણ પણ કરેલ છે. આમાં ૧ શ્રુતસ્ક, ૧૦ અધ્યયન, ૨૧ ઉદ્દેશનકાળ, ૨૧ સમુદેશનકાળ, પર હજાર પદ, સંખ્યાત અક્ષર, અનંતગમ, અનંતપર્યાય તથા વર્ણનની દ્રષ્ટિએ અસંખ્યાત ત્રસ અને અનંત સ્થાવરનું નિરૂપણ છે. વર્તમાનમાં પ્રસ્તુત સૂત્રને પાઠ ૩૭૭૦ શ્લોક પરિમાણ છે.
અમે અગાઉ બતાવી ગયા છીએ કે સંખ્યાક્રમની દૃષ્ટિએ દ્રવ્ય, ગુણ, ક્રિયા વગેરેનું પ્રસ્તુત આગમમાં નિરૂપણ છે. પ્રથમ પ્રકરણમાં એક, બીજામાં બે, ત્રીજામાં ત્રણ આ પ્રમાણે અનુક્રમે અન્તિમ પ્રકરણમાં દશવિધ વસ્તઓનું નિરૂપણ છે અને તેજ સંખ્યાને આધારે પ્રકરણોનો નામનિર્દેશ કરવામાં આવ્યું છે. જે પ્રકરણમાં સામગ્રીની પ્રચુરતા થઈ ગઈ તે પ્રકરણના ઉપવિભાગ કર્યો છે. બીજા, ત્રીજા અને ચોથા આ ત્રણ પ્રકારના ચાર-ચાર ઉપવિભાગે કર્યો છે. પાંચમાં પ્રકરણના ત્રણ ઉપવિભાગે કર્યો છે. બાકીના સ્થાનોના ઉપવિભાગે કયાં નથી.
પ્રસ્તુત આગમમાં શ્રમણ ભગવાન મહાવીર પછી બીજીથી છઠી શતાબ્દિ સુધીની અનેક ઘટનાઓ આવી છે. જેથી વિદ્વાનેને એવી શંકા ઉદ્દભૂત થઈ ગઈ છે કે પ્રસ્તુત આગમ અર્વાચીન છે. તે શંકાઓ આ પ્રમાણે છે
૧. નવમા સ્થાને ગદાસગણું, ઉત્તરબલિસહગણ, ઉદેહગણ, ચારણગણ, ઉડુવાતિતગણ, વિસવાતિગણ, કામડિત ગણ, માનવગણ અને કેડિતગણ. આ ગાની ઉત્પત્તિને ઉલ્લેખ કલ્પસૂત્રમાં થયો છે. આ બધા ગણ મહાવીર નિર્વાણથી ૨૦૦ થી ૫૦૦ વર્ષ સુધીમાં થયા છે. (૨) સાતમા સ્થાને જમાલિ, તિષ્યગુપ્ત, આષાઢ, અશ્વામિત્ર, ગંગ, રોહગુપ્ત અને વ્હામાહિલ. આ સાત નિલોનું વર્ણન છે. આમાંથી પ્રથમ બે સિવાયના શેષ પાંચ નિહનવ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ત્રીજી શતાબ્દિથી લઈને છઠી શતાબ્દિની મધ્યમાં થયા છે.
ઉત્તરમાં નિવેદન છે કે – જૈન દષ્ટિએ ભગવાન મહાવીર સર્વજ્ઞ હતા, તેથી તેઓ પાછળથી થનારી – ભવિષ્યની ઘટનાઓનું સૂચન કરે તેમાં કઈ આશ્ચર્ય નથી. જેમ કે નવમા સ્થાનમાં આગામી ઉત્સર્પિણીકાળના ભાવી તીર્થકર મહાપદ્મનું ચરિત્ર આપ્યું છે. આ સિવાય બીજા પણ અનેક સ્થળે ભાવમાં થનારી ઘટનાઓનો ઉલ્લેખ છે.
બીજી વાત એ છે કે પહેલાં આગને કૃતિપરંપરાશ્રી ચાલ્યા આવતા હતા. તે પાઠનું સંકલન અને આકલન આચાર્ય ઋન્દિલ અને દેવદ્ધિગણી ક્ષમાશ્રમણના સમયે લિપિબદ્ધ કરવામાં આવ્યું. તે વખતે તે ઘટનાઓ કે જેમને ઉલેખ પ્રસ્તુત આગમમાં છે તે ભવિષ્યમાં થનારી ઘટનાઓ, ભૂતકાળની બની ગઈ હતી. તેથી જનમાનસમાં ભ્રાન્તિ ઉત્પન્ન ન થઈ જાય તે દષ્ટિએ આચાર્યોએ ભવિષ્યકાળની જગ્યાએ ભૂતકાળની ક્રિયા આપી હોય અથવા તે આચાર્યોએ તે વખત સુધીની ઘટિત ઘટનાઓ આમાં સંકલિત કરી દીધી હોય. આવી બે ચાર ઘટનાએ સમ્મિલિત કરી દેવાથી પ્રસ્તુત આગમ ગણધરકૃત નથી એમ કથન કરવું ઉચિત જણાતું નથી.
પ્રથમ સ્થાનમાં આત્મા, અનાત્મા, બન્ધ અને મોક્ષ આદિને સામાન્ય દષ્ટિએ એક – એક બતાવ્યા છે. ગુણ, ધર્મ અને સ્વભાવની સમાનતાને લીધે અનેક જુદા-જુદા પદાર્થોને એક કહ્યાં છે.
બીજા સ્થાનમાં જીવાદિ પદાર્થોને બે બે પ્રકાર કરી વર્ણવ્યા છે. જેમ કે આત્માના સિદ્ધ અને સંસારી. ધર્મના સાગાર અને અનગાર, શ્રત અને ચારિત્ર. બંધના રાગ અને દ્વેષ, વીતરાગના ઉપશાન્ત-કષાય અને ક્ષીણકષાય, કાળના ઉત્સર્પિણી અને અવસર્પિણી, રાશિના જીવરાશિ અને અજીવરાશી આ પ્રમાણે બબ્બે પ્રકાર બતાવ્યા છે.
ત્રીજા સ્થાનમાં પહેલાંની અપેક્ષાએ સ્થૂલદષ્ટિએ ચિંતન કરવામાં આવ્યું છે. જેમકે- દષ્ટિ ૩. (૧) સમ્યગદષ્ટિ (૨) મિયાદષ્ટિ અને (૩) મિશ્રદષ્ટિ. વેદ ૩. (૧) સ્ત્રીવેદ, (૨) પુરુષવેદ, (૩) નપુંસકવે. લોક ૩. (૧) ઉર્વક (૨) અલેક (3) મલેક. આહાર ૩-સચિત્ત, અચિત્ત અને મિશ્ર વગેરે પ્રકારે બતાવ્યા છે.
ચોથા સ્થાનમાં અનેક ચાભંગીઓનો ઉલ્લેખ છે. આચાર્ય, શ્રાવક વિ. નું ઉપમા દ્વારા ચિત્રણ કરી બતાવ્યું
૧૭૮ Jain Education International
તત્ત્વદર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org