________________
પૂજ્ય ગુરુદેવે કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
સાતમા અવગ્રહષણુ નામના અધ્યયનમાં અવગ્રહવિષયક વિવેચન છે. અવગ્રહનો અર્થ છે કેઈના સ્વામિત્વનું સ્થાન. નિગ્રંથ ભિક્ષુએ કોઈ સ્થાનમાં ઉતરતા પહેલાં તેના સ્વામીની અનુમતિ લેવી જોઈએ. વિના અનમતિ તે કોઇના મકાનમાં ઉતરી શકે નહિ અને જો તેમ ન કરે તે તેને ચેરીનો દોષ લાગે છે. આ ચૂલિકા ગદ્યાત્મક છે.
બીજી ચૂલિકામાં પણ સ્થાન, નિશીથિકા આદિ સાત અધ્યયને છે. તેમાં એકે ઉદ્દેશક નથી.
પ્રથમ અધ્યયનમાં કાસર્ગ આદિની દષ્ટિએ તેને યોગ્ય સ્થાન તથા બીજ અધ્યયનમાં નિશીથિકા પ્રાપ્તિના સંબંધમાં સૂચન કરવામાં આવ્યું છે. ત્રીજા અધ્યયનમાં દીર્ઘશંકા તથા લઘુશ કાના સ્થાનના સંબંધમાં નિરૂપણ કર્યું છે. દીર્ઘશકો તથા લઘુશંકાને એવે સ્થાને નાખવા જોઈએ કે જેથી કઈ પ્રાણીના જીવનની વિરાધના ન થાય ચેથા અને પાંચમા અધ્યયનમાં શબ્દ અને રૂપ પ્રત્યે રાગ-દ્વેષ ન કરવાનું શ્રમણ માટે વિધાન છે.
ત્રીજી ભાવના નામક ચૂલિકામાં ભગવાન મહાવીરનું પવિત્ર ચરિત્ર ઉદ્ભકિત છે. ભગવાનનું સ્વર્ગમાંથી ચ્યવન, ગર્ભનું અપહરણ. જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણનું વર્ણન છે. સાધનાકાળમાં વિધ્રો આવ્યા પરનું કયાં કયાં ભગવાન વિચર્યા અને ક્યાં કયાં કેવા પ્રકારના ઉપસર્ગો ઉપસ્થિત થયા તેનો આમાં કશો ઉલલેખ મળતો નથી. પરંતુ
છે કે ભ. મહાવીરના જીવનની ઝાંખી સર્વપ્રથમ આ જ આગમમાં પ્રાપ્ત થાય છે. તેનું ઐતિહાસિક દષ્ટિએ અત્યધિક મહત્ત્વ છે. આમાં પ્રત્યેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત ચૂલિકામાં ૨૪ ગાથાઓ છે અને શેષ ગદ્યપાઠ છે.
ચેથી વિમુકિત નામક ચૂલિકામાં મમત્વમૂલક આરંભ અને પરિગ્રહના ફળની મીમાંસા કરતાં વિવેચન કર્યું છે અને તેમનાથી દૂર રહેવાની પ્રેરણું આપવામાં આવી છે. સાધકે પર્વતની જેમ નિશ્ચળ-દઢ બનીને, સર્ષની કાંચળીની જેમ મમત્વને ઉતારી ફેંકી દેવો જોઈએ આ ચૂલિકામાં અગિયાર ગાથાઓ છે.
આ પ્રમાણે આચારાંગ સૂત્રના બને શ્રુતસ્કમાં મળીને ૨૫ અધ્યયન અને ૮૫ ઉદ્દેશકે છે. અમે અગાઉ જણાવી ગયાં છીએ કે મહાપરિજ્ઞા નામનું અધ્યયન લુપ્ત થઈ ગયું છે. તેથી વર્તમાનમાં આચારાંગના ૨૪ અધ્યયન તથા ૭૮ ઉદ્દેશક વિદ્યમાન છે.
ગમ્મસાર, ધવલા, જયધવલા, અંગન્નતિ, રાજવાર્તિક વગેરે દિગંબર પરંપરાના ગ્રન્થોમાં આચારાંગનો જે પરિચય આપે છે તેમાં બતાવ્યું છે કે મન, વચન, કાયા, શિક્ષા, ઇ, ઉત્સર્ગ, શયનાસન તથા વિનય એમ આઠ પ્રકારની શુદ્ધિઓનું વર્ણન છે. પ્રસ્તુત કથન આચારાંગના દ્વિતીય શ્રુતસ્કન્ધમાં પૂર્ણ રૂપથી ઘટિત થાય છે. આમાં આચારના પ્રત્યેક પાસા ઉપર પ્રકાશ નાખવામાં આવ્યું છે. તે અમે અગાઉ જણાવી ગયા છીએ.
૨-સૂત્રકૃતાંગ સૂત્ર પ્રસ્તુત આગમ દ્વાદશાંગીનું બીજું અંગ છે. સમવાયાંગ, નન્દી અને અનુગદ્વારમાં આ આગમનું નામ “સૂયગડે ઉપલબ્ધ થાય છે. નિર્યુક્તિકાર ભદ્રબાહુ સ્વામીએ ત્રણ ગુણનિષ્પન્ન નામ પ્રસ્તુત આગમન બતાવ્યા છે.
૧. સૂતગડ - સૂતકૃત ૨. સુત્તકડ – સૂત્રકૃત ૩. સુયગડ – સૂચકૃત
૧ સમવાયાંગ પ્રકીર્ણ, સમવાય ૮૮
(ખ) નન્દી સૂત્ર ૮૦ (ગ) અનુયોગદ્વાર સૂત્ર ૫૦. ૨ સૂતગડું સુત્તકર્ડ સૂયગડ ચેવ ગોણાઈ
- સૂત્રકૃતાંગ નિયુકિત ગા. ૨
આગમસાર દેહન Jain Education International
૧૭૧ www.jainelibrary.org
For Private & Personal Use Only