SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ પષ્ય ગુરુદેવ કવિલય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ બીજા ઉદેશકમાં એમ બતાવ્યું છે કે જે સાધક પરીષહાથી ભયભીત થઈ સાધુત્વ અને સંયમ સાધનામાં સહાયક એવા વસ્ત્ર, પાત્ર, કંબલ, પાયખું છણ-રજોહરણ આદિ ધર્મો પકરણનો પરિત્યાગ કરી દે છે તેઓ દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરે છે. પરંતુ જે સાધક પરીષહને સમભાવપૂર્વક સહન કરે છે અને સંયમસાધનામાં તલ્લીન રહે છે તેઓ નિર્વાણુને પ્રાપ્ત થાય છે. ત્રીજા ઉદેશકમાં સાધકને એ ઉપદેશ કર્યો છે કે ધર્મોપકરણ સિવાય જેટલા પણ ઉપકરણે છે તેમને કર્મબંધનનું કારણ માને. સાધકના અન્તરમાનસમાં આવો વિચાર કદી પણ ઉદ્દભુત થવો ન જોઈએ કે મારા વચ્ચે જીર્ણ-શીર્ણ થઈ ગયા છે. હવે મારે નવા વસ્ત્રોની અન્વેષણ કરવી છે અથવા સેઈ દોરાથી આ પુરાણું વરાને સીવવા છે. તે તો એવું ચિંતવન કરે છે કે તે મહાપુરુષો મારા આદર્શ છે કે જેમણે નિર્વસ્ત્ર રહી અને કઠણ પરીષહાને સહી દીર્ધકાળ સુધી સાધના કરી હતી અને હું પણ તેમના જ પગલે પગલે ચાલીને પોતાની સાધનાને ઉજજવળ અને તેજસ્વી બનાવી શકું છું. ભયંકર ઉપસર્ગોને સહન કરતા રહેવાથી અને તપથી સાધકની ભુજાઓ અત્યત કૃશ થઈ જાય, માંસ તથા રૂધિર સ્વલ્પ પણ ન રહે તે પણ તે રાગદ્વેષ ન કરે અને સમભાવમાં અવસ્થિત રહે તે પણ તે નિર્વાણને પ્રાપ્ત થાય છે. ચતુર્થ ઉદેશકમાં આ વાત ઉપર પ્રકાશ નાખવામાં આવ્યો છે જે શ્રમણ જ્ઞાન તથા ક્રિયા બનેથી ભ્રષ્ટ થઈ જાય છે તે સંસારમાં, હલેસાં વગરની નૌકા સમાન ભટકતા રહે છે. તેથી સાધકે સદા જાગ્રત રહીને જ્ઞાન અને ક્રિયા દ્વારા મુકિતપથ ઉપર પોતાના દઢ કદમ ઉપાડવા જોઈએ. પાંચમા ઉદ્દેશકમાં ઉપદેષ્ટાના લક્ષણો ઉપર વિશ્લેષણ કરતા કહ્યું કે ઉપદેખાએ કષ્ટસહિષ્ણુ, વેદવિદ અર્થાત આગમજ્ઞાનમાં નિષ્ણાત અથવા પારંગત થવું જોઇએ. સર્વભૂતે ઉપર અનુકંપાવાળે અને સંપૂર્ણ જવનિકાયને શરણભૂત અથત રક્ષક બને. તેનો ઉપદેશ કેવળ વ્યષ્ટિ માટે જ નહિ પરંતુ સમષ્ટિ માટે હેાય છે. જેમાં જીવનના ઉત્થાન અને વિકાસના શાશ્વત તો નિહિત રહે છે. આ વાત સદા મરણમાં રાખવી કે ઉપદેશ આપનાર સાધકે અન્યની આશાતના તથા અવહેલના ન કરવી જોઈએ. જેમ પરાક્રમી યોદ્ધો રણક્ષેત્રમાં બધાથી મોખરે રહીને શત્રુઓ સાથે ભયંકર યુદ્ધ કરી વિજય પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે સાધક મહાન ઉપસર્ગો સહન કરી મૃત્યકાળ નિકટ આવતાં પાદપોપગમન વગેરે સંથારા કરી, આત્મા શરીરથી પૃથક ન થઈ જાય ત્યાં સુધી આત્મચિંતન કરતે સ્વભાવમાં સ્થિર થઈને રહે. સાતમા અધ્યયનનું નામ “મહાપરિજ્ઞા - મહાપરિના” અધ્યયન છે. આ અધ્યયન વર્તમાનમાં અનુપલબ્ધ છે. પરન્તુ આના ઉપર લખેલી નિર્યુકિત આજે પણ ઉપલબ્ધ છે. આથી આ હકીકત સહેજે પરિજ્ઞાત થાય છે કે નિર્યુકિતકારની સામે આ અધ્યયન હતું. નિર્યુકિતકારે મહાપરિજ્ઞાના મહા અને પરિજ્ઞા આ બે પદોનું વિશ્લેષણ કરીને પરિનાના ભેદ ઉપર પણ પ્રકાશ પાડયો છે. સાથોસાથ એમ પણ બતાવ્યું છે કે સાધકે દેવાંગના, નરાંગના તથા તિર્ય ચાંગના આ ત્રને મન-વચન-કાયાથી પરિત્યાગ કરવો જોઈએ. આવો ત્યાગ એજ મહાપરિજ્ઞા છે. નિર્યુકિતકારના શબ્દોમાં પ્રસ્તુત અધ્યયનને વિષય છે- “માહજન્ય પરીષહ અથવા ઉપસર્ગ. આના ઉપર આચાર્ય શીલાંકે વૃત્તિમાં લખ્યું છે કે સંયમી શ્રમણે સાધનામાં વિધરૂપે ઉત્પન્ન થનારા મહજન્ય પરીષહો અથવા ઉપરાગોને સમભાવપૂર્વક સહન કરવા જોઈએ. સ્ત્રી - સંસર્ગ પણ એક મહજન્ય પરીષહ છે. તેથી તેનાથી દૂર રહેવું જોઈએ. આચારાંગ નિર્યુકિત, વૃત્તિ તથા ચૂર્ણિથી આ વાત સ્પષ્ટ થતી નથી કે મહાપરિજ્ઞા અધ્યયનમાં વિવિધ મંત્રો તથા મહત્ત્વપૂર્ણ વિદ્યાઓને સમાવેશ થયેલા હતા. પરંતુ પારંપરિક જનશ્રતિ એવી છે કે તેમાં અનેક મંત્રો તથા વિશિષ્ટ વિદ્યાઓ હતી. હવશ સાધક કયાંક આના દરપયોગ કરી ન નાખે તે કારણે આચાર્યોએ આ અધ્યયનની વાચના આપવા લેવાનું બંધ કરી દીધું; જેને લીધે આ અધ્યયન શનૈઃ શનૈઃ લુપ્ત થઈ ગયું. ૧ આચારાંગ નિર્યુકિત પ્રથમ શ્રુતસ્કન્ધ ૬૦ થી ૬૮ સુધી. Jain Eઆગમસાર દોહન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy