________________
પૂજ્ય ગુરૂદેવ ફવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
છે, બંધ છે તેના હેતુ છે, અને મોક્ષ છે. તેના પણ કારણ—હેતુ છે. આ બધા આધારભૂત તત્ત્વોની આમાં ચર્ચાવિચારણા કરવામાં આવી છે.
પ્રથમ અધ્યયનના સાત ઉદ્દેશક છે. પ્રથમ ઉદ્દેશકમાં સમુચ્ચયરૂપથી જીવહિંસા ન કરવાનો ઉપદેશ આપે છે. બાકીના છ ઉદ્દેશમાં અનુક્રમે પૃથવી, પાણી, અગ્નિ, વનસ્પતિ, ત્રસકાય અને વાયુકાયના જીવોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમજ સાધકને એવું પરિજ્ઞાન કરાવવામાં આવ્યું છે કે આ નિયામાં તું એકવાર નહિ પરન્તુ અનેકવાર ઉત્પન્ન થયે છે. આ વિરાટ વિશ્વના જેટલા પણ જીવે છે તે બધા તારા જાતિ ભાઈઓ છે. જેવી તારામાં ચેતનાશકિત છે તેવીજ ચેતનાશકિત તેમનામાં પણ છે. તેમને પણ સુખ-દુખનું સંવેદન થાય છે. તેથી કોઈ પણ પ્રકારે તેમને વધુ ન કરવો જોઈએ, તેમને પરિતાપ ન પહોંચાડે જોઈએ, અને ન તાડન, તર્જન કરવું જોઈએ. તેમજ ન બંધનમાં તે જીને નાખવા જોઈએ.
બીજા અધ્યયનનું નામ “લોકવિજય’ છે. આ અધ્યયન છ ઉદેશામાં વિભકત છે. આમાં “લોક” શબ્દને ઉપયોગ અનેકવાર થયો છે, પરંતુ વિજય શબ્દને પ્રયોગ કોઈ જગ્યાએ થયેલો દેખાતો નથી. તથાપિ સંપૂર્ણ અધ્યયનમાં લેકવિજયને ઉપદેશ પ્રધાનરૂપથી થયો છે તેથી પ્રસ્તુત અધ્યયનનું નામ લોકવિજય છે. લેક બે પ્રકારનો છે. (૧) દ્રવ્યલેક અને (૨) ભાવલોક. જે ક્ષેત્રમાં માનવ-પશુ-પક્ષી આદિ નિવાસ કરે છે તે દ્રવ્યક છે અને “કષાય” તે ભાવલક કહેવાય છે.
પ્રસ્તુત અધ્યયનને મુખ્ય ઉદ્દેશ્ય છે- વૈરાગ્યની અભિવૃદ્ધિ કરવી, સંયમસાધનાની ભાવનાને દઢ કરવી, જાતિગત મિથ્યા અહંકારને દૂર કર, ભેગની આસકિત અને ભોજનાદિન નિમિત્તે થનારા આરંભ-સમારંભનો પરિત્યાગ કરવો, તેમજ મમત્વભાવને છેડી અનાસકત જીવન જીવવું. કષાય ભાવલકથી જ જીવ દ્રવ્યલેકમાં પરિભ્રમણ કરે છે. તેથી શાસ્ત્રકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે- જે ગુણ (વિષય - કષાય) છે તેજ મૂળ (સંસારનું સ્થાન છે, અને જે મૂળસ્થાન છે તેજ ગુણ છે. તાત્પર્ય એ છે કે વિષય- કષાય એજ સંસાર છે અને સંસાર એજ વિષય - કષાય છે. તેથી વિષય - કષાય ઉપર વિજયવૈજયન્તી ફરકાવનાર (જીતનાર) સાધક જ સાચે લોકવિજેતા છે.
ત્રીજા અધ્યયનનું નામ “શીતોષ્ણનીય છે. આમાં ચાર ઉદ્દેશક છે. અહીં શીત અને ઉષ્ણને અર્થે અનુકૂળ અને પ્રતિકળ પરીષહ છે. સ્ત્રી અને સંસ્કાર આ બે શીત પરીષહની અતર્ગત અને બાકીના ૨૦ પરીષહ ઉણુ પરીષહની અંતર્ગત બતાવ્યા છે. સાધકજીવનમાં કયારેક અનુકળ પરીષહો આવે છે તે કયારેક પ્રતિકૂળ પરીષહો આવે છે. શ્રમણ અને પ્રકારના પરીષહાને સમભાવપૂર્વક સહન કરે છે; પરન્ત સાધનાના પથથી તે કદી પણ વિચલિત થતો નથી. સાધકને પ્રતિપળ-પ્રતિક્ષણ જાગૃત રહેવાને ઉપદેશ આપ્યો છે. ભ
Hણ જગત રહેવાનો ઉપદેશ આપે છે. ભ. મહાવીરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સત્તા અમુણી મુણિણે સયા જાગતિ સાધક કદી પણ ભાવનિદ્રામાં સૂતે નથી. તે તે દ્રવ્યનિદ્રા લેતો હોવા છતાં પણ સદા જાગૃત રહે છે. બીજા ઉદ્દેશકમાં કહ્યું છે કે સૂતેલ - પ્રસુપ્ત વ્યકિત મહા ભયંકર દુઃખેની ખીણમાં પડે છે અને તે દરખાને અનુભવ કરે છે. ત્રીજા ઉદ્દેશકમાં ચિત્તશુદ્ધિની વૃદ્ધિ કરવાની પ્રેરણા આપી છે, અને ચોથા ઉદ્દેશકમાં કષાય પરિહાર કરી સંયમત્કર્ષ કર જોઈએ તેના ઉપર જોર આપ્યું છે.
ચોથા અધ્યયનનું નામ “સમ્યકત્વ છે, તેના ચાર ઉદ્દેશક છે. પ્રથમ ઉદ્દેશકમાં અહિંસાધર્મની સ્થાપના કરી સમ્યકત્વવાદનું નિરૂપણ કર્યું છે. બીજા ઉદ્દેશકમાં જે હિંસાની સ્થાપના કરે છે તેમને અનાર્ય કહ્યા છે અને અહિંસા ધર્મનું આરાધન કરનાર આર્ય છે, એમ પ્રતિપાદન કર્યું છે. ત્રીજા ઉદ્દેશકમાં તપનું નિરૂપણ છે. તપથી ચિત્તશુદ્ધિ અને ગુની અભિવૃદ્ધિ થાય છે અને ચોથા ઉદ્દેશકમાં સમ્યકત્વની ઉપલબ્ધિ માટે પ્રયત્ન કરવાને ઉપદેશ આપે છે.
અહીં એવી જિજ્ઞાસા થઈ શકે છે કે – સાધકે કેના ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ ? પ્રસ્તુત જિજ્ઞાસાનું સમાધાન આ અધ્યયનમાં કર્યું છે કે અતીત – અનાગત અને વર્તમાનમાં થનારા સમસ્ત તીર્થકરોને એકજ ઉપદેશ છે કે સર્વસવ, સર્વ ભૂત, સર્વ જીવ અને સર્વ પ્રાણોની હિંસા ન કરે. તેમને પીડા, સંતાપ કે પરિતાપ ન આપો. આ જ
ઘવ છે, શાશ્વત છે. આ દષ્ટિએ સમ્યકત્વનો અર્થ થાય છે – અહિંસા, દયા, સત્ય વગેરે
Jain આગમસાર દેહન
For Private & Personal Use Only
૧ ૬૫ www.jamenbrary.org