________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
છે. એવે કયાંય ઉલ્લેખ નથી કે ષ્ટિવાદનું સર્વપ્રથમ ગ્રંથન થયુ હોય. તેથી નિયુંકિનકારનું પ્રસ્તુત કથન સત્ય પ્રતીત થાય છે કે રચના તથા સ્થાપના અને દ્રષ્ટિએ આચારાંગનું દ્વાદશાંગીમાં પ્રથમ સ્થાન છે.
આ હકીકત સત્ય છે કે આચારાંગની રચના ગણધર સુધર્મોએ કરી છે અને તે પણ ભગવાન મહાવીરના વખતમાંજ. ભાષાશાસ્ત્રી તથા ઐતિહાસિક વિદ્વાનોનું મન્તવ્ય છે કે આરાંગ એ ઉપલબ્ધ આગમેામાં સથી પ્રાચીન છે. તેની રચનારૌલી અન્ય આગમેથી અલગ છે. પ્રસ્તુત આગમની તુલ્રના પાશ્ચાત્ય વિચારક ડૉ.હન જેકેાખીએ બ્રાહ્મણ સૂત્રેાની શૈલી સાથે કરી છે, તેમને અભિપ્રાય એવે છે કે “ બ્રાહ્મણુસૂત્ર!ના વાકયેા પરસ્પર સંબંધિત છે પરન્તુ આચારાંગના વકયા પરસ્પર સંબંધિત નથી. તેએ લખે છે કે આારાંગના વાકયા તે વખતના પ્રસિદ્ધ ધાર્મિક ગ્રન્થાથી ઉદ્ધૃત કરવામાં આવ્યા હોય એમ પ્રતીત થાય છે. મારુ આ અનુમાન ગદ્યની મધ્યમાં આવનાર પદ્ય તથા પદોના સંબંધમાં પૂર્ણ સત્ય છે. કારણકે તે પદ્ય અથવા પદોની સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન તથા દશવૈકાલિકના પદોની સાથે તુલના થઇ શકે છે.”
ડા॰ જેકોબીના પ્રસ્તુત મત પૂર્ણ આધારરહિત નથી કારણ કે એવી પણ એક માન્યતા છે કે દ્વાદશાંગી પૂર્વોમાંથી નિયૂઢ છે અને દશવૈકાલિકનુ નિયૂહણ પણ પૂર્વામાંથોં થયું છે. તેથી આ ઘણે ભાગે સંભવત છે કે બધાનું નિયૂ હણસ્થળ એક જ હાય.
આચારાંગના વાકચે પરસ્પર સંબંધિત નથી, એવા આ કથનમાં કઈક સત્યતા હાઇ શકે છે કારણ કે વર્તમાનમાં આચારાંગનુ' જે રૂપ ઉપલબ્ધ છે તે પૂર્ણ નથી પરંતુ ખડિત છે.
ત્રીજું કારણ વ્યાખ્યાપધ્ધતિના ભેદ્ર પણ છે કારણ કે આગમ સાહિત્યમાં ‘છિન્નછેદનયિક અને અચ્છિન્ન છેદનયિક' આ બે પ્રકારની વ્યાખ્યાપધ્ધતિઓ ચાલી છે. પહેલી પધ્ધતિ અનુસાર પ્રત્યેક વાકય અથવા ગાથા પાતપેાતાનામાં પૂર્ણ હાય છે. તેના સંબંધ પહેલા અથવા અન્તિમ વાકય કે ગાથા સાથે હાતા નથી. પરન્તુ ખીજી પદ્ધતિમાં પ્રત્યેક વાકય અથવા શ્લેાકની પૂર્વ અથવા અન્તિમ વાક્ય અથવા ગાથાની સાથે સખ'ધ ચેાજના હાય છે.
આચારાંગની વ્યાખ્યા જો છિન્નછેદનયિક પદ્ધતિથી કરવામાં આવે તે વાકયમાં વિસંવાદ્ય જ્ઞાત થશે અને જો અછિન્નછેદનયિક પદ્ધતિથી વ્યાખ્યા કરવામાં આવે તે તેમાં કયાંય પણ વિસવાદ જ્ઞાત નહિ થાય.
આચારાંગના પ્રથમ શ્રુતસ્કન્ધની રચનાશૈલીથી આચારાંગના ખીજા શ્વેતસ્કન્ધની રચનાશૈલી સર્વથા ભિન્ન છે. ઇતિઢાસવેત્તાઓનુ માનવું છે કે આવી રચના આચારાંગના પ્રથમ શ્રુતકન્યના ઉત્તરકાળમાં થઇ છે. આચારાંગ નિયુકિતમાં ખીજા શ્રુતસ્કન્ધ (આચારચૂલા) ને સ્થવિકૃત માનેલ છે ચૂર્ણિકારે સ્થવિરને અર્થ ગણધર કર્યાં છે. અને વૃત્તિકારે ચતુર્દશપૂવ કર્યા છે. પરંતુ સ્થવિરનુ નામ આપ્યું નથી.
વિદ્વાનાને એવા અભિમત છે કે પ્રથમ શ્રુતષ્કન્ધને ગૂઢ અર્થ સ્પષ્ટ થઇ જાય એ દ્રષ્ટિએ ભદ્રબાહુસ્વામીએ બીજા શ્રુતસ્કન્ધમાં સ્પષ્ટ અર્થ કર્યો છે. આારાંગ નિર્યુતિમાં પાંચ્ય ચૂલાએના નિયૂ હણુસ્થળના પણ સંકેત કર્યો છે.
નિર્યુક્તિ, ચૂર્ણિ અને વૃત્તિના નિર્દેશાના આધારે એમ કહી શકાય કે આચારાંગના સંક્ષિપ્ત પાઠના વિસ્તાર આચાચૂલામાં થયા છે. નિર્યુતિકારે તેને નિર્દેશ કર્યા છે. વિસ્તારભયથી અહીં અમે તે બધાની ચર્ચા કરતા નથી.
નન્દીસૂત્ર તથા સમવાયાંગમાં આચારાંગને જે પરિચય આપ્યા છે તેમાં કહ્યુ છે કે આચારાંગ અંગની અપેક્ષાએ પ્રથમ અંગ છે. તેમાં ૨ શ્રુતસ્કન્ધ, ૨૫ અધ્યયન, ૮૫ ઉદ્દેશનકાળ અને ૧૮ હજાર પદ્મ છે. તેથી પ્રશ્ન એ થાય છે કે આચારાંગના ખીજો શ્રુતસ્કન્ધ જો અરૂપે ભગવાન મહાવીર દ્વારા કથિત ન હાત અને ગણધર દ્વારા રચિત ન
૧ આચારાંગ નિર્યુકિત ગા. ૨૮૭ ૨. આચારાંગ સૂર્ણિ પૃ. ૩૨૬ ૩. આચારાંગ વૃત્તિ
પૃ. ૨૯૦ ૪ આચારાંગ નિર્યુકિત ગા. ૨૯૧
૧૬૨
Jain Education International
For Private Personal Use Only
તત્ત્વદર્શન
www.jainefflorery.org